ચોવીસે કલાક NEFTની છૂટના પગલે અવ્યવસ્થા સર્જાવાની બેન્કોને ચિંતા
- બેન્કિંગ ક્ષેત્રે જોખમમાં વાૃધારો ાૃથવાની શકયતા વ્યકત કરાઈ
નવી દિલ્હી, તા.19 ડિસેમ્બર 2019, ગુરૂવાર
નેશનલ ઈલેકટ્રોનિક ફન્ડ ટ્રાન્સફર (એનઈએફટી) ટ્રાન્ઝકસન્સ મારફત ચોવીસે કલાક નાણાં ટ્રાન્સફર કરવા દેવાના રિઝર્વ બેન્કના નિર્ણય સામે બેન્કરોએ ચિંતા વ્યકત કરી છે અને જણાવ્યું છે કે આનાથી અવ્યસ્થા સર્જાશે.
ઈન્ડિયન બેન્ક એસોસિએશન દ્વારા રિઝર્વ બેન્કને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, ચોવીસે કલાક એનઈએફટીની છૂટથી જોખમમાં વધારો થશે.
ટ્રાન્ઝકશન્સ પર કોઈપણ જાતની મર્યાદા વગર અપાયેલી આ છૂટથી બેન્કો જ્યારે બંધ હશે ત્યારે જંગી ફલોઝ થવાની શકયતા રહેલી છે.
એનઈએફટી એ દેશની અંદર બેન્કના એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા છે. જો કે આમાં બે બેન્કો સરખી જ હોય તે જરૂરી નથી. આને કારણે સાંજના સાત વાગ્યા પછી કેશ બેલેન્સ જાળવવાનું એટલે કે કેશ રિઝર્વ રેશિયો જાળવવાનું મુશકેલ બનશે ખાસ કરીને એવા સમયે જ્યારે બેન્કો બંધ હોય ત્યારે મોટી રકમની ટ્રાન્સફર જોવા મળશે તો, એમ એક બેન્કરે જણાવ્યું હતું.
જો કે એનઈએફટીનો ઉપયોગ સામાન્ય રીતે રિટેલ ગ્રાહકો દ્વારા જ કરવામાં આવે છે જેમાં જંગી આઉટફલોઝ કયારેક જ જોવા મળે છે, એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું.