Business

બેંકોએ ફોરેક્સ ટ્રેડિંગના કડક નિયંત્રણોમાં છૂટછાટ માટે RBI પાસે રાહત માંગી

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: RBIના કડક પગલાંથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો છે. બેંકો અને ફોરેક્સ બજારના સહભાગીઓએ RBIનો સંપર્ક સાધી ફોરેક્સ ટ્રેડિંગના નિયંત્રણોમાં છૂટછાટ, નિયમોના અમલીકરણની અંતિમ તારીખ લંબાવવા અને કામગીરી સંબંધિત બાબતો પર સ્પષ્ટતા માંગી છે. બેંકોએ નવા નિયમોનું પાલન કરવામાં ટૂંકી સમયમર્યાદા, વધતો ખર્ચ અને સિસ્ટમમાં ફેરફારની જરૂરિયાત અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેંકોએ ફોરેક્સ ટ્રેડિંગના કડક નિયંત્રણોમાં છૂટછાટ માટે RBI પાસે રાહત માંગી

કેન્દ્રીય બેંકના આકરા પગલાંથી રૂપિયામાં સુધારો જોવાયો
અમદાવાદ : બેંકો અને ફોરેન એક્સચેન્જ (વિદેશી હૂંડિયામણ) બજારના સહભાગીઓએ રિઝર્વ બેંકનો સંપર્ક સાાૃધીને ફોરેક્સ ટ્રેડિંગના કડક નિયંત્રણોમાં છૂટછાટ, નિયમોના અમલીકરણની અંતિમ તારીખ લંબાવવા અને કામગીરી સંબંિધત બાબતો પર સ્પષ્ટતા માંગી છે. કેન્દ્રીય બેંકના પગલાંથી સપ્તાહના પ્રારંભે રૂપિયામાં તીવ્ર સુધારો જોવા મળ્યો હતો.
મુખ્ય સ્થાનિક અને વિદેશી બેંકોનું પ્રતિનિિધત્વ કરતી સંસ્થા ફોરેન એક્સચેન્જ ડીલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આરબીઆઈને પત્ર લખીને કેટલીક જોગવાઈઓમાં છૂટછાટ, નિયમપાલન માટે વાૃધારાનો સમય અને અમલીકરણ અંગે સ્પષ્ટતા માંગી હતી, તેમ આ બાબતથી વાકેફ લોકોએ જણાવ્યું હતું.
નવા નિયમોનું પાલન કરવા માટે અમલીકરણની ટૂંકી સમયમર્યાદા, વાૃધતો ખર્ચ, ગ્રાહકોના વધારાના દસ્તાવેજો (ડોક્યુમેન્ટેશન) અને સિસ્ટમમાં ફેરફાર કરવાની જરૂરિયાત અંગે બેંકોએ ચિંતા વ્યક્ત કરી છે.શનિવારે રિઝર્વ બેંક એ રૂપિયાને ટેકો આપવા માટે ત્રણ-સ્તરીય વ્યૂહરચના જાહેર કરી હતી. તેણે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે ખાસ ડોલર વિન્ડો ખોલી હતી, ફોરેન એક્સચેન્જ ડેરિવેટિવ્ઝ પરના નિયંત્રણો કડક કર્યા હતા અને બેંકો પર વાૃધારાની અનામત (રિઝર્વ) જરૂરિયાતો લાગુ કરી હતી.
આ પગલાંથી રૂપિયા પરનું દબાણ ઘટાડવામાં મદદ મળી છે, પરંતુ ડેરિવેટિવ્ઝ પરના નિયંત્રણો અને અનામતની જરૂરિયાતે િાૃધરાણકર્તાઓમાં કામગીરી સંબંિધત પડકારો, ઊંચો ખર્ચ અને લિક્વિડિટી (રોકડ પ્રવાહ) પરની અસર અંગે ચિંતા વાૃધારી છે.
સૌથી મોટી ચિંતા એ નિયમ અંગે છે કે બેંકોએ ૨૦ લાખ ડોલરથી વધુના દરેક પાત્ર વ્યવહારના નોશનલ મૂલ્યના ૨૦% જેટલી રકમનું ફોરેન એક્સચેન્જ રિસ્ક રિઝર્વ રિઝર્વ બેંક પાસે જાળવવું પડશે.બેંકરોનું કહેવું છે કે આ જરૂરિયાતથી મોટી રકમ બ્લોક થઈ શકે છે અને ફોરેક્સ વ્યવહારોનો ખર્ચ વધી શકે છે.