Get The App

2025માં બેન્કોએ સીડી મારફત વિક્રમી રૂપિયા 13 લાખ કરોડથી વધુ ઊભા કર્યા

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
2025માં બેન્કોએ સીડી મારફત  વિક્રમી રૂપિયા 13 લાખ કરોડથી વધુ ઊભા કર્યા 1 - image

- 2024માં બેન્કોએ રૂ. 12.34 લાખ કરોડ ઊભા કરાયા હતા

- ધિરાણની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ રહેતા બેન્કો સામે લિક્વિડિટીની સમસ્યા

મુંબઈ : થાપણ વૃદ્ધિ મંદ રહેતા વર્તમાન વર્ષમાં બેન્કોએ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટસ (સીડી) મારફત એકંદરે રૂપિયા  ૧૩.૧૭ લાખ કરોડ ઊભા કર્યા છે જે આ રુટ મારફત ઊભી કરાયેલી અત્યારસુધીની સૌથી મોટી રકમ છે. 

બેન્કોમાં ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ સતત મંદ રહેતા ધિરાણ જરૂરિયાતો પૂરી પાડવા બેન્કોએ વિવિધ માર્ગોએ ભંડોળ ઊભા કરવાની ફરજ પડી છે. બેન્કોમાં લિકિવડિટી પૂરવા રિઝર્વ બેન્ક દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. 

૨૦૨૪માં સીડી મારફત બેન્કોએ રૂપિયા ૧૨.૩૪ લાખ કરોડ અને ૨૦૨૩માં રૂપિયા ૮.૨૦ લાખ કરોડ ઊભા કરાયા હતા. 

૧૨ ડિસેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશના બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૧૧.૭૦ ટકા રહી છે જેની સામે થાપણ વૃદ્ધિ મંદ પડી ૯.૭૦ ટકા પર આવી ગઈ છે. 

બચતકારોને અન્ય સાધનોમાં વધુ વળતર મળી રહેતા હોવાથી તેઓ થાપણો કરતા આ સાધનોમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જેને પરિણામે   બેન્કોને થાપણ મેળવવામાં મુશકેલી પડી રહી હોવાનું એક બેન્કરે તાજેતરમાં જણાવ્યું હતું.

રિઝર્વ બેન્ક દ્વારા વર્તમાન વર્ષમાં  લોનના દરમાં ઘટાડો કરાતા  પોતાના ઈન્ટરેસ્ટ માર્જિનને જાળવવા બેન્કાએ થાપણ પરના દર ઘટાડવાની ફરજ પડી રહી છે. 

સીડી મારફત નાણાં ઊભા કરવામાં ધસારો તથા તેના પરના દર પણ હાલમાં મકક્મ થઈ રહ્યા છે. સીડી ના દર  હાલમાં ૬.૭૦ ટકા આસપાસ  ચાલી રહ્યા છે.