Get The App

રેપો રેટ ઘટતાં બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી : સેન્સેક્સ 447 પોઈન્ટ વધીને 85712

- નિફટી ૧૫૩ પોઈન્ટ ઉછળી ૨૬૧૮૬ : FPIs/FIIની કેશમાં રૂ.૪૩૯ કરોડની વેચવાલી

- સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત ધોવાણ : રોકાણકારોની સંપતિમાં રૂ.૧.૧૧ લાખ કરોડનો વધારો

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
રેપો રેટ ઘટતાં બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી : સેન્સેક્સ 447 પોઈન્ટ વધીને  85712 1 - image

રિઝર્વ બેંકના પોઝિટીવ પગલાંએ લિક્વિડિટી વધવાની, આર્થિક વૃદ્વિને વેગ મળવાની અપેક્ષા

મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)એ રેપો રેટમાં આજે અપેક્ષિત ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને વ્યાજ દરને ત્રણ વર્ષના નીચા તળીયે લાવી દઈ સિસ્ટમમાં લિક્વિડિટી વધારી અર્થતંત્રની વૃદ્વિને વેગ આપવાના પગલાં લેતા અને ફુગાવાનો અંદાજ પણ ઘટાડીને મૂકતાં ભારતીય શેર બજારોમાં રોકાણકારોમાં ફરી આનંદોત્સવનો માહોલ સર્જાયો હતો. રેપો રેટમાં ઘટાડા સાથે બીજી તરફ રશીયાના પ્રમુખ પુતિનની ભારત મુલાકાતમાં ડિફેન્સ, ટ્રેડ ડિલના સંકેત વચ્ચે ફંડો, મહારથીઓ ફરી તેજીમાં આવી ગયા હતા. અમેરિકી ડોલર સામે રૂપિયાનું ધોાવણ અટક્યા બાદ આજે આરંભમાં વધુ મજબૂતી બાદ ફરી ઘસારો થતાં બજાર પર અસર જોવાઈ હતી. અલબત આજે તેજી સેન્સેક્સ, નિફટી બેઝડ મર્યાદિત રહી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત અનેક શેરોમાં ધોવાણ ચાલુ રહ્યું હતું. ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ શેરોમાં ખરીદીનું આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ૪૪૭.૦૭ પોઈન્ટ વધીને ૮૫૭૧૨.૩૭ અને નિફટી ૫૦ સ્પોટ ૧૫૨.૭૦ પોઈન્ટ વધીને ૨૬૧૮૬.૪૫ બંધ રહ્યા હતા.

રેપો રેટ ઘટતાં બેંકિંગ શેરોમાં તેજી : બેંકેક્સ ૫૭૨ પોઈન્ટ ઉછળ્યો : સ્ટેટ બેંક રૂ.૨૩ ઉછળી રૂ.૯૭૧

રેપો રેટ ઘટતાં લિક્વિડિટી વધવાના અને થાપણોના વ્યાજ દર નીચા આવવાના સંજોગોમાં બેંકો માટે પોઝિટીવ ડેવલપમેન્ટને લઈ આજે બેંકિંગ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૩.૩૫ વધીને રૂ.૯૭૧.૪૦, બેંક ઓફ બરોડા રૂ.૪.૫૦ વધીને રૂ.૨૯૨.૬૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૮૦.૮૪, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૯.૦૫ વધીને રૂ.૨૧૫૪.૫૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૬.૬૫ વધીને રૂ.૮૬૯.૯૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૭૧.૫૨ પોઈન્ટ વધીને ૬૭૦૧૮.૬૭ બંધ રહ્યો હતો.

ફાઈનાન્સ શેરોમાં સિલેક્ટિવ તેજી : મહિન્દ્રા ફાઈનાન્સ, અલ્ગો ક્વોન્ટ, એસબીઆઈ કાર્ડ, શ્રીરામ ફાઈ. વધ્યા

ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૨૦.૪૫ વધીને રૂ.૩૬૭.૪૫, અલ્ગો ક્વોન્ટ રૂ.૩.૩૩ વધીને રૂ.૬૦.૧૯, આશીકા રૂ.૧૧.૦૫ વધીને રૂ.૩૪૦.૮૦, એસબીઆઈ કાર્ડ રૂ.૨૮.૫૦ વધીને રૂ.૮૮૫.૪૦, ચૌલા ફિન રૂ.૫૫.૦૫ વધીને રૂ.૧૭૩૦.૫૫, શ્રીરામ ફાઈનાન્સ રૂ.૨૬.૯૫ વધીને રૂ.૮૫૫.૬૦, એબી કેપિટલ રૂ.૯.૫૫ વધીને રૂ.૩૫૮.૮૫, મુથુટ ફાઈનાન્સ રૂ.૯૯.૧૫ વધીને રૂ.૩૮૦૦.૬૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફંડોની ખરીદી વધવા લાગી : મારૂતી રૂ.૨૮૦ ઉછળી રૂ.૧૬૨૭૭ : આઈશર રૂ.૧૦૯ વધ્યો

ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોની ખરીદી ફરી વધવા લાગી હતી. રેપો રેટ ઘટવાની સાથે પ્રવાહિતા વધવાના અને લોન સસ્તી થવાના સંજોગોમાં વાહનોની ખરીદીને વેગ મળવાની અપેક્ષાએ ફંડોની શેરોમાં લેવાલી વધી હતી. મારૂતી સુઝુકી રૂ.૨૮૦.૧૦ વધીને રૂ.૧૬,૨૭૭.૩૦, આઈશર મોટર્સ રૂ.૧૦૯.૨૫ વધીને રૂ.૭૨૦૮.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૫.૦૫ વધીને રૂ.૩૭૧૬.૪૫, ટીવીએસ મોટર રૂ.૧૭.૬૫ વધીને રૂ.૩૬૬૪.૭૫, બજાજ ઓટો રૂ.૨૦.૩૫ વધીને રૂ.૯૧૦૭.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૫૨.૭૭ પોઈન્ટ વધીને ૬૨૧૧૨.૯૨ બંધ રહ્યો હતો.

ડોલરની મજબૂતીએ આઈટી શેરોમાં તેજી : જેનેસીસ રૂ.૪૧, સેઈન્સિસ રૂ.૩૦, રામકો સિસ્ટમ રૂ.૧૪ વધ્યા

અમેરિકી ડોલર સામે રૂપિયો આજે આરંભમાં વધુ મજબૂત થયા બાદ ફરી ધોવાણ થઈ ૯૦ ઉપર આવતાં ડોલરની મજબૂતીનો આઈટી કંપનીઓને ફાયદો થવાની અપેક્ષાએ આજે ફંડોની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં સતત ખરીદી રહી હતી. જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૪૧ ઉછળીને રૂ.૪૪૦.૧૫, સેઈન્સિસ ટેક રૂ.૩૦.૨૫ વધીને રૂ.૯૯૮.૭૦, રામકો સિસ્ટમ્સ રૂ.૧૪.૨૦ વધીને રૂ.૬૦૦.૨૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૭.૮૫ વધીને રૂ.૧૬૮૨.૮૫, એમ્ફેસીસ રૂ.૪૧.૨૦ વધીને રૂ.૨૯૫૧.૬૦, વિપ્રો રૂ.૩.૦૫ વધીને રૂ.૨૬૦, પર્સિસ્ટન્ટ રૂ.૭૪.૬૦ વધીને રૂ.૬૫૨૪, ઈન્ફોસીસ રૂ.૧૮.૧૫ વધીને રૂ.૧૬૧૫.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૩૭.૨૦ પોઈન્ટ વધીને ૩૭૩૬૪.૪૪ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીની તેજી : અદાણી એન્ટર., લોઈડ્સ મેટલ, હિન્દાલ્કો, નાલ્કો વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે ધોવાણ અટકીને ઘટાડે પસંદગીના શેરોમાં ખરીદી રહી હતી. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૬.૩૦ વધીને રૂ.૨૨૬૫.૧૦, લોઈડ્સ મેટલ રૂ.૨૪.૧૦ વધીને રૂ.૧૨૧૯.૯૫, હિન્દાલ્કો રૂ.૧૨.૫૫ વધીને રૂ.૮૨૩.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૬.૭૫ વધીને રૂ.૧૧૬૭.૨૫, નાલ્કો રૂ.૩.૯૦ વધીને રૂ.૨૭૩.૨૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૮.૪૦ વધીને રૂ.૭૫૬.૨૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૫૧.૬૪ પોઈન્ટ વધીને ૩૪૨૪૭.૩૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ વધ્યું : કેઈન્સ, પાવર ઈન્ડિયા, કિર્લોસ્કર એન્જિન, કાર્બોરેન્ડમ ઘટયા

કેપિટલ ગુડઝ શેરોમાં  ફંડોએ આજે કેટલાક શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. કેઈન્સ રૂ.૬૨૦ ઘટીને રૂ.૪૩૫૮.૬૦, પાવર ઈન્ડિયા રૂ.૭૩૬.૪૫ ઘટીને રૂ.૧૯,૩૦૯.૬૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૫.૯૦ ઘટીને રૂ.૧૧૩૦.૬૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૮૮.૧૫ ઘટીને રૂ.૩૭૫૨.૭૫, કાર્બોરેન્ડ યુનિવર્સલ રૂ.૧૨.૯૫ ઘટીને રૂ.૮૬૭.૦૫, પોલીકેબ રૂ.૯૬.૨૫ ઘટીને રૂ.૭૨૫૭.૩૫, સિમેન્સ રૂ.૩૭.૯૫ ઘટીને રૂ.૩૩૨૪.૩૦, જયોતી સીએનસી રૂ.૧૦.૩૦ ઘટીને રૂ.૯૫૧.૦૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૮૫.૮૭ પોઈન્ટ ઘટીને ૬૭૬૪૭.૩૭ બંધ રહ્યો હતો.

કેસોરામ ઈન્ડસ્ટ્રીઝ, આરસીએફ, પતંજલિ, બાન્કો ઈન્ડિયા, ઈન્ડસ ટાવર, કિર્લોસ્કર ફેરસમાં તેજી

એ ગુ્રપના અન્ય પ્રમુખ શેરોમાં આજે તેજી રહી હતી. કેસોરામ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧.૦૮ વધીને રૂ.૬.૫૨, લોઈડ્સ એન્ટરપ્રાઈસીસ પીપી રૂ.૨.૧૮ વધીને રૂ.૩૪.૨૩, આરસીએફ રૂ.૬.૯૦ વધીને રૂ.૧૪૨.૩૫, લોઈડ્સ એન્જિનિયરીંગ રૂ.૨.૪૪ વધીને રૂ.૫૨.૫૯, પતંજલિ ફૂડ્સ રૂ.૨૦.૪૫ વધીને રૂ.૫૫૧.૫૦, ઈન્ડસ ટાવર રૂ.૧૩.૮૫ વધીને રૂ.૪૧૫.૭૦, કિર્લોસ્કર ફેરસ રૂ.૧૪.૮૫ વધીને રૂ.૪૭૭.૯૦, મેરિકો રૂ.૨૨.૧૫ વધીને રૂ.૭૩૬.૫૫, નોસીલ રૂ.૪.૭૦ વધીને રૂ.૧૭૦.૪૫, એસ્ટ્રા માઈક્રો રૂ.૨૩.૩૫ વધીને રૂ.૯૦૮.૮૦ રહ્યા હતા.

મોટી મંદીના સંકેતે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલીનું વધતું દબાણ : ૨૪૨૩ શેરો નેગેટીવ બંધ

ફંડો, ઓપરેટરો મંદીમાં આવ્યાની ચર્ચા સાથે લોકલ ફંડો પણ ઉછાળે વેચવાલ બની રહ્યાના અહેવાલોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલી થતાં અનેક શેરોમાં અવિરત ગાબડાં પડતા જોવાયા હતા. જેના પરિણામે માર્કેટબ્રેડથ પણ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૩૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૪૦  અને ઘટનારની સંખ્યા ૨૪૨૩ રહી હતી.

FPIs/FIIની રૂ.૪૩૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૧૮૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં રૂ.૪૩૮.૯૦ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૪૫૬.૨૬કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૮૯૫.૨૬  કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૪૧૮૯.૧૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૦૫૭.૮૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૮૬૮.૭૦ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૭૦.૯૬ લાખ કરોડ

સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી સામે સેન્સેક્સ, નિફટી, એ ગુ્રપના શેરોમાં મોટી ખરીદી થતાં શેરોના ભાવો ઉંચકાતા રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૭૦.૯૬ લાખ કરોડ પહોંચ્યું હતું.

Tags :