Get The App

અનંત અંબાણી જામનગરથી પગપાળા દ્વારકા પહોંચ્યા, પદયાત્રાના છેલ્લા દિવસે માતા અને પત્ની પણ જોડાયા

Updated: Apr 6th, 2025

GS TEAM


Google News
Google News
અનંત અંબાણી જામનગરથી પગપાળા દ્વારકા પહોંચ્યા, પદયાત્રાના છેલ્લા દિવસે માતા અને પત્ની પણ જોડાયા 1 - image


Anant Ambani completes 170-km padyatra : જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા આજે સંપન્ન થઈ છે. તેમણે ગયા મહિને 28મી માર્ચે જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશિપથી પદયાત્રાની શરૂઆત કરી હતી. આમ કુલ 170 કિમીની પદયાત્રા પૂર્ણ કરી આજે દ્વારકા ધામ પહોંચ્યા હતા. દરરોજ વિવિધ સંતો અને કથાકાર પણ તેમની સાથે પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રાના રૂટ પર વિવિધ જગ્યાએ અનંત અંબાણીનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અંબાણીની પદયાત્રામાં 400 ઋષિકુમારો તથા 250થી વધુ ભૂદેવો દરરોજ મંત્રોચ્ચાર તથા મંગલગાન કરતાં હતા. પદયાત્રામાં માલધારી સમાજના લોકોએ પારંપરિક રીતે અનંત અંબાણીનું સ્વાગત પણ કર્યું હતું. 


આજે પદયાત્રાના અંતિમ દિવસે અનંત અંબાણીના માતા નીતા અંબાણી તથા તેમના પત્ની રાધિકા પણ પદયાત્રામાં જોડાયા અને રામનવમીના પાવન અવસર પર તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા.  


Tags :