સિંગતેલ સહિત અન્ય ખાદ્યતેલોમાં આગ ઝરતી તેજીનો માહોલ અકબંધ
- પામોલીનમાં ડબાદીઠ રૂા. ૪૦ અને કપાસીયા તેલમાં રૂા. ૩૦નો ઉછાળો
અમદાવાદ, તા. 27 ડિસેમ્બર 2019, શુક્રવાર
વિવિધ સાનુકૂળ અને પ્રતિકૂળ અહેવાલો પાછળ ખાદ્યતેલોમાં ઉદ્ભવેલ આગ ઝરતી તેજીનો માહોલ આજે બે રોકટોક આગળ વધ્યો હતો.
બજારના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ડોલર ઉંચકાતા ઘરઆંગણે આયાતી ખાદ્યતેલોની આયાત પડતર ઉંચકાવા સાથે અન્ય દેશો દ્વારા ભારતીય ખાદ્યતેલોની આયાતમાં વધારા સહિતના અન્ય અહેવાલો પાછળ અમદાવાદ તેલીબીયા બજારમાં તેજીનો માહોલ અકબંધ રહ્યો હતો.
અમદાવાદ તેલીબીયા બજારમાં આજે સિંગતેલનો નવો ડબ્બો રૂા. ૧૦ વધીને ૨૦૨૦/ ૨૦૩૦ મૂકાતો હતો. જ્યારે કપાસીયા તેલનો નવો ડબો રૂા. ૩૦ વધીને ૧૫૫૦/ ૧૫૬૦ પહોંચ્યો હતો.
આ ઉપરાંત સોયાતેલ રૂા. ૧૦ વધી ૧૫૫૦/ ૧૬૩૦, પામોલીન રૂા. ૪૦ વધી ૧૪૬૦/ ૧૪૭૦ અને વનસ્પતિ ઘી રૂા. ૩૦ વધી ૧૧૮૦/૧૪૭૦ પહોંચ્યું હતું.