Get The App

અમદાવાદ સોનામાં રૂ.1,37,500 નવો રેકોર્ડ : મુંબઈ ચાંદી રૂ.5000 ઉછળી

- વૈશ્વિક સોનું ફરી ઉછળી ઔંશના ૪૩૦૦ ડોલર કુદાવી ગયું

- ચીનથી સપ્લાય ઘટવાની શક્યતા વચ્ચે ચાંદીમાં ઉછાળો: વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ઔંશના ૧૮૦૦ ડોલર ઉપર ગયા

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ સોનામાં રૂ.1,37,500 નવો રેકોર્ડ : મુંબઈ ચાંદી રૂ.5000 ઉછળી 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીમાં આચંકા પચાવી ભાવ ફરી ઉછળ્યા હતા. અણદાવાદ સોનાના ભાવ ઉછળી ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૧૩૭૫૦૦ બોલાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ફરી વધી ઔંશના ૪૩૦૦ ડોલરની સપાટી કુદાવી ગયાના સમાચાર મળ્યા હતા.  વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે ડોલર સામે રૂપિયો ઝડપી તૂટી જતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ઝવેરી બજારોમાં આજે નવેસરથી તેજીનું તોફાન જોવા મળ્યું હતું.

દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ જે રૂ.૧૦૦૦ ઉછળી ૯૯૫ના રૂ.૧૩૭૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૭૫૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૧૯૦૦૦૦ને ફરી આંબી ગયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૨૯૯થી ૪૩૦૦ વાળા વધી ઉંચામાં ભાવ ૪૩૫૦ થઈ ૪૩૪૫થી ૪૩૪૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું બાઈંગ ફરી વધ્યાનું  જાણકારો જણાવી રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૬૧.૯૬થી ૬૧.૯૭ વાળા વધી ૬૩.૯૬ થઈ ૬૩.૮૭થી ૬૩.૮૮ ડોલર રહ્યા હતા.

ચીન દ્વારા ચાંદીની નિકાસ પર અંકુશો મુકાતાં તેની અસર વૈશ્વિક ચાંદી પર દેખાઈ હતી. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના વધી રૂ.૧૩૨૯૦૮ થઈ છેલ્લે રૂ.૧૩૨૭૧૫ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૩૩૪૪૨ થઈ છેલ્લે ભાવ રૂ.૧૩૩૨૪૯ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૧૯૩૪૧૭ રહ્યા હતા જે શનિવારે રૂ.૧૮૮૫૦૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૧૭૪૭થી ૧૭૪૮ વાળા વધી ૧૮૦૨ થઈ ૧૭૭૧થી  ૧૭૭૨ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૯૩થી ૧૪૯૪ વાળ ા વધી ૧૫૩૭ થઈ ૧૫૩૧થી ૧૫૩૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૨૫ ટકા વધ્યા હતા. જો કે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટ ચાલુ રહી હતી.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૦.૭૪ થઈ ૬૦.૮૩ ડોલર રહ્યા હતા જ્યારેયુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૦.૦૫ થઈ ૫૦.૧૬ ડોલર રહ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં ક્રૂડનો સ્ટોક વધ્યાના વાવડ હતા. મધ્ય-પૂર્વના ક્રૂડના ભાવ ઘટી બે મહિનાના તળિયે ઉતર્યા હતા. વેનેઝુએલાની ક્રૂડની સપ્લાય ઘટવાની શક્યતા વચ્ચે રશિયા તથા યુક્રેન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો પર બજારની નજર રહી હતી.

Tags :