mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અમદાવાદ સોનું રૂ.71,000ને આંબી જતાં નવો રેકોર્ડ

- વૈશ્વિક સોનું ઉછળી ઔંશના ૨૨૬૬ ડોલરની નવી ટોચે પહોંચ્યું

- અમેરિકામાં ફુગાવો કાબુમાં આવતાં ત્યા જૂન મહિનાથી વ્યાજ દરમાં ઘટાડો શરૂ થવાની આશાએ સોનામાં નવો ઉછાળો

Updated: Apr 2nd, 2024

અમદાવાદ સોનું રૂ.71,000ને આંબી  જતાં નવો રેકોર્ડ 1 - image


મુંબઈ : અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે વૈશ્વિક બજારોના અહેવાલ પાછળ સોનામાં રેકોર્ડ તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર પણ વિક્રમ તેજીની આગેકૂચ બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે ફરી નવો ઈતિહાસ રચાયો હતો અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના રૂ.૭૧ હજારને આંબી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.

 વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૨૨૯થી ૨૨૩૦ વાળા ઉંચામાં આજે ૨૨૬૫થી ૨૨૬૬ની નવી ઉંચી ટોચ બતાવી ૨૨૪૪થી૨૨૪૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજાર પાછળ અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનાના ભાવ વધુ રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૦૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૧૦૦૦ બોલાયા હતા. જ્યારે ચાંદી વધીને રૂપિયા ૭૫૫૦૦ મુકાતી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ જો કે ઉંચા ભાવથી ધીમા ઘટાડા વચ્ચે ઔંશના ૨૪.૯૪થી ૨૪.૯૫ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં ફુગાવો ધીમો પડતાં ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા વધતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં સોનામાં ચીનની માગ પણ વધ્યાની ચર્ચા હતી. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે ફરી નવો ઈતિહાસ રચાયો હતો 

દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૭૫૫૦૦ રહ્યા હતા વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૧..૦૯ ટકા પ્લસમાં રહ્યા હતા જ્યારે વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૧૧થી ૯૧૨ વાળા ઘટી ૯૦૬થી ૯૦૭ ડોલર તથા પેલેડીયમના ભાવ ઔંશના ૧૦૧૬થી ૧૦૧૭ વાળા ઘટી ૧૦૧૦થી ૧૦૧૧ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૭૯૫૦ વાળા રૂ.૬૮૬૮૮ થઈ રૂ.૬૮૩૮૮ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૮૨૦૦  વાળા રૂ.૬૮૯૬૪ થઈ રૂ.૬૮૬૬૩ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૭૪૬૦૦ વાળા રૂ.૭૫૪૦૦ થઈ રૂ.૭૫૧૧૧ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે ઉંચા મથાળે નરમ હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૭ વાળા નીચામાં ૮૬.૫૮ થઈ ૮૬.૫૯ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૩.૧૭ વાળા નીચામાં ૮૨.૮૦ થઈ ૮૨.૮૩ ડોલર રહ્યા હતા. અમેરિકામાં કદાચ જૂન મહિનામાં વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા  વિશ્વ બજારમાં ચર્ચાતી થઈ હતી.

દરમિયાન, કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૩.૪૦ રહ્યા પછી  મોડી સાંજે  ધારણામાં ભાવ રૂ.૮૩.૪૫ બોલાઈ રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે વધી ૧૦૪.૫૪ થઈ ૧૦૪.૫૦  રહ્યો હતો. બ્રિટીશ પાઉન્ડના ભાવ વધી રૂ.૧૦૫.૩૮ રહ્યા હતા. જ્યારે યુરોના ભાવ રૂ.૮૯.૮૭ના મથાળે શાંત હતા.

સોનાનો વાયદો પણ ઓલટાઈમ હાઈ

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ  પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.૨૫,૨૭૩.૪૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં  સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૬૮,૬૯૯ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.૬૯,૪૮૭ના ઓલ ટાઈમ હાઈના સ્તરને સ્પર્શી અને નીચામાં રૂ.૬૮,૪૦૨ ના મથાળે અથડાઈ, રૂ.૭૨૫ વધી રૂ.૬૮,૪૦૨ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૭૭૯ વધી રૂ.૫૪,૬૪૧ અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૭૪ વધી રૂ.૬,૬૪૫ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૭૨૭ વધી રૂ.૬૮,૩૧૯ના સ્તરે પહોંચ્યો હતો. 

Gujarat