For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક સર્વેમાં 66 ટકા પરિવારો સ્વીકારે છે: મોંઘવારીની અસરથી ખર્ચમાં વૃદ્ધિ

Updated: May 4th, 2022

Article Content Image

અમદાવાદ તા. 4 મે 2022,બુધવાર

અનાજ, ખાધતેલ અને શાકભાજી તેમજ ઔદ્યોગિક વપરાશના કાચમાં માલમાં અત્યારે વૈશ્વિક સ્તરે વિક્રમી તેજી જોવા મળી રહી છે. ઊંચા ભાવના કારણે એક ખાનગી સંસ્થાએ કરેલા સર્વે અનુસાર દેશના 66 ટકા પરિવારના માસિક ખર્ચમાં વૃદ્ધિ થઇ હોવાનું તારણ આપે છે. આ સર્વે અનુસાર ખર્ચ માટેનો સ્કોર આગલા મહીને 53 હતો જે મે મહિનાના અહેવાલમાં પાંચ પોઈન્ટ વધી 58 થયો છે.

કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાનાકન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (સીએસઆઇ) અનુસાર 48 ટકા પરિવારો માટે પર્સનલ કેર અને ઘરગથ્થું ચીજવસ્તુઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ વધ્યો છે તથા બાકીની ચીજવસ્તુઓ માટે ગયા મહિનો જેટલો જળવાઈ રહ્યો હતો. જોકે ખર્ચ 33 ટકા પરિવારો માટે અગાઉ જેટલો જળવાઈ રહ્યો હતો. ગયા મહિને નેટ સ્કોર +29 હતો, જે ચાલુ મહિને જળવાઈ રહ્યો છે.

એસી, કાર, રેફ્રિજરેટર જેવી બિનઆવશ્યક અને વિવેકાધિન ઉત્પાદનો પર ખર્ચ 14 ટકા પરિવારો માટે વધ્યો છે, જે ગયા મહિનાથી 1 ટકાનો વધારાને પ્રતિબિંબિત કરે છે. જોકે 80 ટકા પરિવારો માટે ખર્ચ યથાવત્ જળવાઈ રહ્યો છે, જેમાં -2 ઘટાડો થયો હતો. ચોખ્ખો સ્કોર અગાઉની મહિનાની જેમ +8 જળવાઈ રહ્યો છે.

આરોગ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓનો ઉપભોગ 38 ટકા પરિવારો માટે વધ્યો છે. જ્યારે 47 ટકા પરિવારો માટે ઉપભોગ વધતા-ઓછા અંશે એકસરખો જળવાઈ રહ્યો છે, ત્યારે 15 ટકા પરિવારો વચ્ચે ઉપભોગમાં ઘટાડો જોવા મળ્યો હતો. નકારાત્મક સૂચિતાર્થ એટલે કે જેટલો ખર્ચ ઓછો તેટલું સેન્ટિમેન્ટ વધારે ધરાવતો હેલ્થના નેટ સ્કોરનું મૂલ્ય ચાલુ મહિને -23 છે.

મીડિયાનો વપરાશ 23 ટકા પરિવારો માટે વધ્યો છે, જે ગયા મહિનાથી 1 ટકા વધારાને પ્રતિબિંબિત કરે છે. મોટા ભાગના 52 ટકા પરિવારો માટે ઉપભોગ એકસરખો જળવાઈ રહ્યો છે. સંપૂર્ણ નેટ સ્કોર ગયા મહિને -1 હતો, જે ચાલુ મહિને -2 થયો છે.

85 ટકા પરિવારોએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંકા વેકેશન, મોલ અને રેસ્ટોરામાં જઈ રહ્યાં છે. 8 ટકા પરિવારોમાં જ પ્રવાસમાં વધારો થયો છે, જે ગયા મહિનાથી +2 વધારે છે. મોબિલિટીનો સંપૂર્ણ ચોખ્ખો સ્કોર 1 છે. 

Gujarat