- ક્રુડ ઓઈલના ભાવ પાંચ ટકા તૂટયા : રૂપિયો 47 પૈસા સુધરી 95.23 :: સેન્સેક્સ 1074 પોઈન્ટ ઉછળી 76489
- નિફટી સ્પોટ 312 પોઈન્ટ વધીને 24032 : શેરોમાં રોકાણકારોની સંપતિમાં રૂ.5.86 લાખ કરોડનો જંગી વધારો થયો : FPIs/FIIની કેશમાં રૂ.822 કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : ઈરાન અને અમેરિકા યુદ્વનો અંત લાવવા મહત્તમ શરતો પર સંમત થયા હોવાના અહેવાલે યુદ્વનો ગમે તે ઘડીએ અંત આવી શકે છે એવા સંકેતે આજે વૈશ્વિક બજારોમાં તોફાની તેજી જોવાઈ હતી. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા અને ક્રુડ ઓઈલના વહન પર કોઈ ચાર્જ વસુલશે નહીં એવા વહેતા થયેલા નિવેદનને લઈ આજે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવમાં બેરલ દીઠ છ ટકાનો કડાકો બોલાઈ જતાં અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ ૪૭ પૈસા સુધરીને ૯૫.૨૩ થઈ જતાં શેરોમાં ફંડો, મહારથીઓએ તોફાની તેજી કરી હતી. અમેરિકી વિદેશી મંત્રીની ભારતમાં મુલાકાત અને ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ફરી મિત્રતાની દ્રઢતા બતાવતા અને ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાના સંકેતની પણ પોઝિટીવ અસર શેરોમાં જોવાઈ હતી. ફંડોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ શેરોમાં આક્રમક ખરીદી કર્યા સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર, ઓઈલ-ગેસ શેરોમાં તેજી કરી હતી. નિફટી ૫૦ ઈન્ડેક્સ ૨૪૦૦૦ની સપાટી પાર કરીને અંતે ૩૧૨.૪૦ પોઈન્ટ વધીને ૨૪૦૩૧.૭૦ અને સેન્સેક્સ ૧૦૭૩.૬૧ પોઈન્ટ ઉછળીને ૭૬૪૮૮.૯૬ બંધ રહ્યા હતા.
બેંકેક્સ ઈન્ડેક્સ ૧૩૮૫ પોઈન્ટ ઉછળ્યો
ખાનગી બેંક શેરો સાથે પીએસયુ બેંક શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૧૦ વધીને રૂ.૧૬૮.૯૫, કેનેરા બેંક રૂ.૫.૪૦ વધીને રૂ.૧૩૩.૭૫, પીએનબી રૂ.૩.૬૦ વધીને રૂ.૧૦૬.૨૦, એચડીએફસી બેંક રૂ.૨૦.૪૫ વધીને રૂ.૭૮૬.૮૫, બેંક ઓફ બરોડા રૂ.૬.૬૫ વધીને રૂ.૨૭૧.૬૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૮.૫૫ વધીને રૂ.૩૯૨.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૦.૮૦ વધીને રૂ.૯૬૯.૯૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૬.૭૦ વધીને રૂ.૧૨૯૧.૬૦, એયુ બેંક રૂ.૨૦.૫૫ વધીને રૂ.૯૯૮.૮૫, એક્સિસ બેંક રૂ.૨૬.૪૫ વધીને રૂ.૧૩૧૧.૭૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૩૮૫.૫૩ પોઈન્ટ વધીને ૬૨૨૮૯.૯૮ બંધ રહ્યો હતો.
ક્રુડના કડાકાએ ઓટો શેરોમાં આઈશર મોટર્સ વધ્યા
પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઓઈલ કંપનીઓએ ફરી લીટરે પોણા ત્રણ રૂપિયો જેટલો વધારો કરતાં વાહનોના વેચાણ પર અસર થવાની ધારણા સામે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવમાં ૬ ટકાનો ઘટાડો થતાં તેમ જ ડોલર સામે રૂપિયો પણ વધુ ૪૭ પૈસા સુધરતાં આગામી દિવસોમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઘટાડો શક્ય હોવાની અપેક્ષાએ ફંડોની ઓટો શેરોમાં ખરીદી રહી હતી. અમરરાજા એનજીૅ રૂ.૬૨.૬૦ વધીને રૂ.૮૮૩.૩૫, આઈશર મોટર્સ રૂ.૪૨૯.૭૦ વધીને રૂ.૭૪૧૩.૪૦, અપોલો ટાયર રૂ.૧૬.૫૫ વધીને રૂ.૩૮૮.૪૦, અશોક લેલેન્ડ રૂ.૫.૮૫ વધીને રૂ.૧૬૪.૦૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૯.૬૦ વધીને રૂ.૩૭૩, ઉનો મિન્ડા રૂ.૨૮.૬૫ વધીને રૂ.૧૧૧૭.૩૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૩૮.૧૦ વધીને રૂ.૧૮૮૬.૯૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૬.૭૦ વધીને રૂ.૩૧૩૮.૮૫, એમઆરએફ રૂ.૧૯૧૩.૫૦ વધીને રૂ.૧,૨૮,૬૬૨ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૦૮.૧૧ પોઈન્ટ વધીને ૫૮૨૯૮.૫૩ બંધ રહ્યો હતો.
બ્રેન્ટ ક્રુડ ૬ ડોલર તૂટયું : ઓઈલ-ગેસ શેરોમાં તેજી
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ૬ ડોલર જેટલા તૂટીને બ્રેન્ટના ૯૭.૬૦ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૯૧ ડોલર નજીક આવી જતાં અને એચપીસીએલ, બીપીસીએલ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સહિતે પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારો કરતાં આ ઓઈલ-માર્કેટીંગ પીએસયુ કંપનીઓના શેરોમાં તેજી રહી હતી. ગેઈલ રૂ.૭.૬૦ વધીને રૂ.૧૬૮.૭૦, બીપીસીએલ રૂ.૧૨.૭૦ વધીને રૂ.૩૦૮.૨૫, એચપીસીએલ રૂ.૧૩.૭૦ વધીને રૂ.૪૦૩.૪૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૯.૧૫ વધીને રૂ.૨૮૨.૦૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૪.૪૦ વધીને રૂ.૧૪૩.૯૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૨૫ વધીને રૂ.૧૩૬૬.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૧૦.૦૧ પોઈન્ટ વધીને ૨૭૫૩૩.૮૯ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૩૬ પોઈન્ટ વધ્યો
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. ટાઈટન કંપની રૂ.૭૬.૪૦ વધીને રૂ.૪૧૫૭.૩૫, કલ્યાણ જવેલર્સ રૂ.૫.૮૦ વધીને રૂ.૩૫૮, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૦૩.૦૫ વધીને રૂ.૭૪૫૮.૮૫, વોલ્ટાસ રૂ.૧૬.૮૦ વધીને રૂ.૧૨૮૪.૫૫, બર્જર પેઈન્ટ રૂ.૫.૨૫ વધીને રૂ.૫૦૬.૧૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૦૪.૪૦ વધીને રૂ.૧૧,૮૨૬.૪૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૩૬.૦૯ પોઈન્ટ વધીને ૫૮૪૯૩.૮૮ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૮૧ પોઈન્ટ વધ્યો
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. ડાટા પેટર્નસ રૂ.૧૨૨.૭૫ વધીને રૂ.૪૦૯૩.૭૦, આઈનોક્સ વિન્ડ રૂ.૨.૭૫ વધીને રૂ.૯૭, ભેલ રૂ.૧૦.૮૦ વધીને રૂ.૪૧૯.૩૫, પીટીસીઆઈએલ રૂ.૩૯૬.૬૫ વધીને રૂ.૧૬,૨૭૦.૭૦, કેઈન્સ રૂ.૭૬.૬૫ વધીને રૂ.૩૩૯૯.૦૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૨.૩૫ વધીને રૂ.૧૭૦૨.૨૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૪.૬૦ વધીને રૂ.૩૬૧૧.૭૫, પોલીકેબ રૂ.૧૩૬.૫૫ વધીને રૂ.૯૩૯૭.૦૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૫૬.૪૦ વધીને રૂ.૪૪૨૬.૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૮૧.૧૦ પોઈન્ટ વધીને ૭૮૬૯૮.૦૧ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૨૩૩પોઈન્ટ વધ્યો
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડો આજે સિલેક્ટિવ ખરીદદાર રહ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૩૧.૩૦ વધીને રૂ.૨૮૪૯.૩૦, લોઈડ્સ મેટલ રૂ.૬૬.૨૫ વધીને રૂ.૧૮૦૦.૨૫, એનએમડીસી રૂ.૨.૨૯ વધીને રૂ.૯૦.૧૭, એપીએલ અપોલો રૂ.૧૮.૩૫ વધીને રૂ.૧૮૯૮.૭૦, ટાટા સ્ટીલ રૂ.૧ વધીને રૂ.૨૧૦.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૩૩.૦૫ પોઈન્ટ વધીને ૪૩૫૮૩.૪૩ બંધ રહ્યો હતો.
કોપરાન રૂ.૨૫ ઉછળી રૂ.૧૮૮
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડોનું ખરીદીનું આકર્ષણ રહ્યું હતું. કોપરાન રૂ.૨૫.૪૦ ઉછળીને રૂ.૧૮૮.૬૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૨૩.૨૫ વધીને રૂ.૨૩૩.૨૦, બ્લુ જેટ રૂ.૪૧.૯૫ વધીને રૂ.૪૮૨.૫૦, સાંઈ લાઈફ રૂ.૬૫.૨૫ વધીને રૂ.૧૧૭૭.૯૦, થાયરોકેર રૂ.૨૭.૧૦ વધીને રૂ.૪૯૩.૪૫, બ્લિસ જીવીએસ રૂ.૧૭.૪૦ વધીને રૂ.૩૧૭.૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૧૪.૮૧ પોઈન્ટ વધીને ૪૭૪૮૨.૩૪ બંધ રહ્યો હતો.
ગોદરેજ, ફિનિક્સ, શોભા ડેવલપર્સ વધ્યા
પ્રોપર્ટી માર્કેટમાં એકંદર નિરૂત્સાહ છતાં આજે સિલેક્ટિવ રિયાલ્ટી શેરોમાં ફંડોની ખરીદી રહી હતી. ઓબેરોય રિયાલ્ટી રૂ.૫૨.૮૦ વધીને રૂ.૧૭૧૨.૭૦, લોઢા ડેવલપર્સ રૂ.૧૮.૩૫ વધીને રૂ.૯૦૪.૬૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૩૩.૬૫ વધીને રૂ.૧૭૬૬.૬૫, ફિનિક્સ રૂ.૧૮.૬૫ વધીને રૂ.૧૮૦૮.૨૦,શોભા ડેવલપર્સ રૂ.૧૪.૦૫ વધીને રૂ.૧૩૯૫.૬૦, ડીએલએફ રૂ.૫.૬૫ વધીને રૂ.૫૯૨.૩૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૧૧.૭૫ વધીને રૂ.૧૪૦૦.૭૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૮૪.૫૨ પોઈન્ટ વધીને ૬૧૨૯.૨૨ બંધ રહ્યો હતો.
૨૭૦૩ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓએ વ્યાપક ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૪૭ સ્ક્રિપમાંથી ઘટનારની સંખ્યા ૨૭૦૩ અને વધનારની સંખ્યા ૧૬૦૭ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૮૨૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૮૨૧.૭૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૨,૦૮૩.૧૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૨૬૧.૩૭ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૩૮૫૬.૮૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૪૩૪.૯૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૫૭૮.૦૮કરોડની વેચવાલી કરી હતી.
રોકાણકારોની માર્કેટ કેપ વધીને રૂ.૪૬૮.૬૯ લાખ કરોડ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક ખરીદીના આકર્ષણે ઘણા શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૮૬ કરોડ વધીને રૂ.૪૬૮.૬૯ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઈ સેક્ટરલ ઈન્ડેક્સમાં કેટલા પોઈન્ટનો ઉછાળો
|
સેક્ટર ઈન્ડેક્સ |
બંધ સપાટી |
વધારો પોઈન્ટમાં |
|
બેંકેક્સ ઈન્ડેક્સ |
૬૨૩૯૦ |
૧૩૮૫ |
|
ફાઈ. સર્વિસિઝ |
૧૨૨૦૫ |
૨૪૬ |
|
ઓટો ઈન્ડેક્સ |
૫૮૨૯૮ |
૧૦૦૮ |
|
ઓઈલ-ગેસ |
૨૭૫૩૪ |
૪૧૦ |
|
કન્ઝ. ડયુરેબલ્સ |
૫૮૪૯૪ |
૬૩૬ |
|
કેપિટલ ગુડઝ |
૭૮૬૯૮ |
૩૮૧ |
|
મેટલ ઈન્ડેક્સ |
૪૩૫૮૩ |
૨૩૩ |
|
રિયાલ્ટી ઈન્ડેક્સ |
૬૧૨૯ |
૮૫ |
સેન્સેક્સની 1074 પોઈન્ટની તોફાની તેજીમાં HDFCનો સર્વાધિક 263 પોઈન્ટનો હિસ્સો
|
કંપનીનું નામ |
બંધ ભાવ |
વધારો |
પોઈન્ટમાં |
|
- |
૨૫, મે |
(રૂપિયા) |
હિસ્સો |
|
એચડીએફસી બેંક |
૭૮૬.૮૫ |
+૨૦.૪૫ |
૨૬૩.૩૧ |
|
HDFC બેંક |
૧૨૯૧.૬૦ |
+૨૬.૭૦ |
૧૬૧.૫૦ |
|
લાર્સન એન્ડ ટુબ્રો |
૪૦૩૩.૩૦ |
+૧૦૬.૪૫ |
૧૦૫.૧૯ |
|
સ્ટેટ બેંક ઈન્ડિયા |
૯૬૯.૯૦ |
+૨૦.૮૦ |
૭૩.૦૧ |
|
રિલાયન્સ ઈન્ડ. |
૧૩૬૬.૮૫ |
+૧૨.૨૫ |
૭૦.૦૫ |
|
એક્સિસ બેંક |
૧૩૧૦.૦૦ |
+૨૪.૭૫ |
૫૯.૭૯ |
|
બજાજ ફાઈનાન્સ |
૯૪૨.૦૦ |
+૨૫.૬૫ |
૫૮.૦૦ |
|
કોટક બેંક |
૩૯૨.૭૫ |
+૮.૫૫ |
૫૫૩.૧૮ |
|
મહિન્દ્રા મહિન્દ્રા |
૩૧૪૩.૯૦ |
+૬૧.૭૫ |
૪૬.૭૨ |
|
ઈટર્નલ લિમિટેડ |
૨૪૭.૭૫ |
+૫.૮૦ |
૩૫.૦૦ |
|
ટાઈટન કંપની |
૪૧૫૭.૩૫ |
+૭૬.૪૦ |
૨૬.૩૭ |


