આપબળે આગળ આવેલા સૌથી યુવાન અબજોપતિની યાદીમાં ટોપમાં રહેનાર માર્ક ઝૂકરબર્ગના સ્થાનને બે ઇન્ડીયન અમેેરિકનોએ પડકાર્યું છે. તે મર્કોર કંપનીના આદર્શ હાયરમેથ અને સૂર્યા મિધા છે. આ બંને ૨૨ વર્ષના છે તેમના સ્કુલના ફ્રેન્ડ બ્રેન્ડી સાથે મળીને તેમણે શરૂ કરેલા સાહસ મર્કોરની વેલ્યૂ ૧૦ અબજ ડોલરની છે. દરેકનો ૨૨ ટકા હીસ્સો હોઇ તેમનું વ્યકિતગત હોલ્ડીંગ બે અબજ ડોલરથી વધુ ગણાયું છે. ૨૦૦૮માં જ્યારે ઝૂકરબર્ગ ૨૩ વર્ષના હતા ત્યારે તે આપબળે આગળ આવેલા સૌથી નાની ઉંમરના અબજોપતિ બન્યા હતા. મર્કોર કંપની આ ત્રિપુટીએ સાનફ્રાન્સીસ્કો ખાતે શરૂ કરી હતી તે છૈં હાયરીંગ ટૂલ તરીકે કામ કરે છે.

સ્વિડનની H&M સાથે નાયકા હાથ મિલાવે છે
સ્વિડનની ફેશન બ્રાન્ડ એચ એન્ડ એમ (H&M) ભારતના ફેશન અને બ્યૂટી પ્લેટફોર્મ નાયકા સાથે હાથ મિલાવી રહ્યું છે. નાયકાના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર અદ્વિતા નાયરે કહ્યું હતું કે લોકોને વિદેશના બ્રાન્ડ ખરીદવામાં બહુ રસ હોય છે. અમે ભારતના ગ્રાહકો સુધી વિશ્વની નામાંકીત બ્રાન્ડને પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે. સ્વિડનની કંપનીને નાયકાના ૪૫ મિલીયન જેટલા ગ્રાહકો સુધી પહોંચવાની તક મળશે. નાયકાની પહેલી તૈયાર કપડાંની બ્રાન્ડનું પણ માર્કેટીંગ કરાશે. નાયકાને વૈશ્વિક કંપની સાથે કામ કરવાનું મળશેે અને તેની પ્રોડક્ટ વિશ્વના દેશો સુધી પહોંચી શકશે.

સ્વિગી, ઝેપ્ટો, ફ્લિપકાર્ટ
સ્વિગી ઇન્સટામાર્ટ, ઝેપ્ટો,ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા ક્વિક ડિલીવરી સિસ્ટમ ઉભી કરી ચૂક્યા છે. ડિલીવરી ચાર્જના મુદ્દે પણ તેમની વચ્ચે ખેંચાખેંચી ચાલે છે.ઝેપ્ટોએ પ્લેટફોર્મ ફી દુર કરી છે અને તેમાં કિંમતની કોઇ મર્યાદા નથી રાખી. હવે જ્યારે સ્પર્ધા તીવ્ર બની છે ત્યારે સ્વિગીનું ઇન્સટામાર્ટ અને ફ્લિપકાર્ટ મિનીટે પણ ચાર્જીસ દુર કર્યા છે. સ્વિગીએ ૨૯૯ રૂપિયા ઉપરના ઓર્ડર માટે ફ્રી ડિલીવરી રાખી હતી તો ફ્લિપકાર્ટની મિનિટે પણ ફી દુર કરીને ૯૯રૂપિયા ઉપરના આર્ડર માટે ડિલીવરી ચાર્ર્જ દુર કર્યો હતો.


