Get The App

સોના-ચાંદીના ભાવો વધશે કે તૂટશે ?

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીના ભાવો વધશે કે તૂટશે ? 1 - image

યુધ્ધની સ્થિતિમાં હંમેશા મધ્યમ વર્ગના રોકાણકારો સોના-ચાંદીની ખરીદી પર ભરોસો મુકે છે. પૈસાદાર વર્ગ ક્રિપ્ટો કરંસીમાં રોકાણ કરવાનું ભલે વિચારતા હોય પરંતુ મધ્યમ વર્ગ માટે સોનું-ચાંદી સદીઓથી હોટ ફેવરીટ રહેલું છે. સોનાને સંકટ સમયની સાંકળ ગણાઇ છે. પોતાના હાથમાં રહેલી ચીજને કટોકટીના સમયમાં ત્વરીત વેચી શકાય એવું ગણિત દરેકના મનમાં રમતું હોય છે. હાલમાં ચાંદીના વધતા ભાવોએ નાના રોકાણકારોને પ્રોત્સાહીત કર્યા છે. યુધ્ધ દરમ્યાન ભાવોમાં ભલે થોડી ચડ-ઉતર જોવા મળે પરંતુ સોના ચાંદીમાં કરલું રોકાણ શેરબજારમાં રોકાણ કરતાં પણ વધુ આગળ પડતું રહેશે એમ બજારના નિષ્ણાતોનું માનવું છે.

177 કંપનીઓની જોબ ઓફર

ઇન્ડિયન ઇન્સટીટયુટ ઓફ મનેજમેન્ટ બેંગલુરૂમાં ૧૭૭ જેટલી કંપનીઓે દ્વારા ૬૬૪ જેટલા વિધ્યાર્થીઓને જોબની ઓફર કરાઇ છે. મેનેજમેન્ટ કન્સલટ્ન્ટ કંપનીઓ તરફથી સૌથી વધુ એવી ૪૫ ટકા ઓફર કરાઇ હતી. ત્યારબાદ ટેકનોલોજી અને પ્રોડક્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી કંપનીઓ આવતી હતી.

 ઇન્વેસ્ટમેન્ટ બેકિંગ ક્ષેત્ર પણ જોબ ઓફર લઇને આવ્યું હતું. એક તરફ જોબ કપાતની વાતો ચાલે છે, સાગમટે લે-ઓફની વાતો ચાલે છે ત્યાં બીજી તરફ ૧૭૭ કંપનીઓ જોબ ઓફરના લેટર લઇને લાઇનમાં ઉભી હતી. એસેન્ચર, બોસ્ટન,બોઇન એન્ડ કંપનીએ કેમ્પસમાં પોતાની ટેન્ટ ઉભા કર્યા હતા.

સોના-ચાંદીના ભાવો વધશે કે તૂટશે ? 2 - image

અખાતી યુધ્ધની અસર, ક્રિપ્ટો કરંસી પર નજર

અખાતીયુધ્ધના પગલે ક્રિપ્ટો કરંસી ફરી આળસ ખાઇને બેઠી થઇ હોય એમ લાગે છે. રોકાણકારો ફરી સલામતી પર ધ્યાન આપી રહ્યા છે.લોકો સોનાની જેમ ક્રિપ્ટોને સલામત રોકાણની યાદીમાં મુકી રહ્યા છે. ક્રિપ્ટોમાં રોકાણની તકો અમેેરિકાના પ્રમુખ પદે બીજી વાર ટ્રમ્પ આવ્યા પછી શરૂ થઇ હતી. ભારતમાં ક્રિપ્ટોના વ્યવહાર પર પ્રતિબંધ હોવા છતાં લોકો તેમાં રસ લઇ રહ્યા છે. વૈશ્વિત ઉથલપાથલો થાય ત્યારે ક્રિપ્ટોના ભાવમાં લોકો વધુ રસ લેતા જોવા મળ્યા છે. અખાતી યુધ્ધ વખતે રોકાણકારો સલામતી શોધે તે સ્વભાવિક છે. ક્રિપ્ટોમાં રોકાણ કરનારાની ઇન્કવાયરી વધી છે.