અબજોપતિ અનંત અંબાણીના ફોટા વાળી વનતારા કાંડા ઘડીયાળ જેકોબ એન્ડ કંપનીએ બહાર પાડી છે. જેમાં ૩૯૭ જેટલા નંગ જડવામાં આવ્યા છે. વનતારાનું વાઇલ્ડ લાઇફ માટેના કામથી પ્રભાવીત થઇને આ ઘડીયાળ બહાર પડાઇ છે. તેમાં આધુનિક મશીનરીનો ઉપયોગ કરાયો છે અને વચ્ચોવચ અનંત અંબાણીની તસ્વીર રખાઇ છે. કુદરતી ગ્રીનરી સમાન ગ્રીનરંગનું બેકગ્રાઉન્ડ રખાયું છે. ભારતની સૌથી મોંઘી વ્હીસ્કી ૧૦ લાખની છે તેનું નામ પણ વનતારા છે. વોચનો ભાવ તેનાથી આગળ નીકળી ગયો છે. વનતારા વોચ કુદરતની લીલાના દર્શન કરાવી રહી છે.

આઇપીએલ લીગમાં 700 કરોડનું રોકાણ
આઇપીએલમાં વિરાટ કોહલીની આરસીબીમાં રણબીર કપુર અને અનુષ્કા શર્માએ ૭૦૦ કરોડના રોકાણનો પ્લાન કર્યો છે. અનુષ્કા આઇપીએલની મેચમાં હાજર રહીને તેમના પતિ વિરાટ કોહલીનું અભિવાદન કરતા હોય છે. રોકાણ કરનારા રણબીર કપુર અને અનુષ્કા એમ બંને પાસે વિવિધ બ્રાન્ડનું માર્કેટીંગ છે. રણબીર કપુર પણ કેટલોક હીસ્સો ખરીદશે તે વાત આશ્ચર્યજનક છે. કોહલી, અનુષ્કા અને રણબીર જે બ્રાન્ડનું કામ કરતા હશે તેની બધી જાહેરાતો તેમાં જોવા મળી શકે છે. રણબીર કપુરની લેટેસ્ટ ફેશન બ્રાન્ડ અર્કસ છે.

ફ્રોડનો સામનો ..કિલ સ્વિચ
કિલ સ્વિચ (kill switch) એ ઇમર્જન્સીનું બીજું નામ છે. કિલસ્વિચ ડિજીટલ કૌભાંડની અસરમાંથી બચાવી શકે છે. કેટલાક કૌભાંડીઓ ખાતામાંથી સીધાજ પૈસા સેરવી લેતા હોય છે. જેમાં ખાતાનો ગ્રાહક તેનું આઉટ ગોઇંગ પેમેન્ટ તરતજ અટકાવી શકે છે. બેન્કમાં હેલ્પલાઇનમાં કોલ કરે અને વિગતો આપે તે પહેલાં તો ફ્રોડ કરનારના ખાતામાં પૈસા જમા થઇ ગયા હોય છે. પોતાની સાથે છેતરપીંડી થઇ છે તેનો ખ્યાલ આવે કે તરતજ તેની જાણ કરાય તો પૈસા ટ્રાન્સફર થતા બચી જાય છે. બેંન્કને જણાવવાની પ્રોસેસ લાંબી છે. ફ્રોડ કરનાર ઓટીપી માંગે છે ત્યારે તે મેળવ્યા બાદ કારીગરી કરીને પૈસા ટાન્સ્રફર કરાય છે ત્યારે કિલ સ્વિચનો ઉપયોગ થાય તો બચી શકાય છે. સરકાર તેનો ઉપયોગ ફરજીયાત બનાવવા જઇ રહી છે.


