ચારે બાજુ ડોગ હડે હડે થાય છે. માનવજાતના સૌથી વફાદાર એવા પ્રાણી ડોગનું કેટલાક રાજ્યોમાં સામુહીક નિકંદનની ઘટના બની છે. પરંતુ ડોગ લવર્સની દુનિયા અનોખી છે. ઉત્તર પ્રદેશમાં એક લગ્ન પ્રસંગ દરમ્યાન વર પક્ષના લોકોએ સમાવાળા એટલે કે વહુના પરિવારે પાળેલા પ્રિય ડોગને લાકડીઓથી મારતા મામલો બિચક્યો હતો. બંને પક્ષ મારામારી પર આવી ગયા હતા. કેટલાક લોહી લુહાણ પણ થયા હતા. અંતે લગ્ન મોકૂફ કરવા પડયા હતા. ડોગ લવર્સ પોતાના ડોગને કોઇ લાકડીઓથી ફટકારે તે સહન કરી શકતા નથી પછી, ભલે ને તે ચોરી માં બેઠેલા વરરાજા કેમના હોય?
- કેટલીક જોબ AI આંચકી નહીં શકે
AIના કારણે જોબ પર તરાપ વાગશે એમ ચારે બાજુ ચર્ચાઇ રહ્યું છે. પરંતુ લોકો પ્રતિભાવ આપવામાં વધુ પડતા ઉતાવળા છે. ભારતની આઇબીએમ કંપની કહે છેકે કેટલીક જોબ માટે તે ત્રણ ગણો વધુ સ્ટાફ લેવાની છે. આઇબીએમ અન્ય કંપનીઓની જેમ AIની અસર હેઠળ આવવાની નથી. કંપની કહે છે કે અમે ૨૦૨૬માં એન્ટ્રી લેવલે જોબમાં ત્રણ ગણો વધારો કરવાની છે. અનેક કંપનીઓને આ વાત બહુ આશ્ચર્યજનક લાગે છે કેમકે એન્ટ્રી લેવલની જોબમાંજ AIના કારણે જોબ કપાત થવાની છે. આઇબીએમ વાળા એન્ટ્રી લેવલની જોબમાં ફેરફાર લાવશે. કંપની માને છે કે માણસમાં જે કોમ્યુનિકેશનની ક્ષમતા છે, જે માનવ સંવેદના છે તે AIમાં આવી શકવાની નથી.

- ૫૦%,૨૫%,૧૮%,૧૦%?..મંઝિલે ઔર ભી હૈ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બોરત પર ટેરિફ લાદવાના આઇડયાનું બૂમરેંગ થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાપર આવ્યા ત્યારથીજ ટેરિફનું શસ્ત્ર ઉગામતા હતા અને ભારતના આર્થિક તંત્રને ડામાડોળ કરતા હતા. શરૂઆતમાં તેમણે ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદી હતી,તેની ૨૫ ટકા કરી, અમેરિકા સાથે કરાર કર્યા દરમ્યાન ટેરિફ ૧૮ ટકા કરી હતી. હવે જ્યારે અમેરિકાની કોર્ટ ટેરિફનું પગલું ખોટું છે એવો ચુકાદો આપતાં ફરી ટેરિફ સુધારીને ૧૦ ટકા કરી હતી. ટેરિફ બાબતે અમેરિકામાંજ મતભેદો છે. ટૂંક સમયમાં ઝીરો ટેરિફ લાગી શકે છે..મંઝિલે ઔર ભી હૈ


