Get The App

ભારતના 565 રજવાડાનું એકીકરણ આઝાદી મળ્યાના બે વર્ષના સમયગાળામાં પુરૂ કરવું તે વિશ્વ ઇતિહાસ

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
ભારતના 565 રજવાડાનું એકીકરણ આઝાદી મળ્યાના બે વર્ષના સમયગાળામાં પુરૂ કરવું તે વિશ્વ ઇતિહાસ 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન-- એચ.એસ. પટેલ IAS (નિ.)

- દેશના પ્રવર્તમાન અને ભવિષ્ય માટે યુવા પેઢી સરદારના આદર્શો અને કાર્યોનું અનુસરણ કરે

- 1928ના બારડોલીના સત્યાગ્રહથી સરદાર પટેલનું વ્યક્તિત્વ રાષ્ટ્રીય ફલક ઉપર ઉભરી આવે છે. બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ ''વલ્લભભાઈ'' સરદાર તરીકે ઓળખાયા 

૩૧મી ઓક્ટોબર ૧૮૭૫ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની શાળા પ્રવેશમાં નોંધાયેલ જન્મ તારીખ છે અને તે મુજબ આગામી ૩૧ ઓક્ટોબર (ચાર દિવસ પછી) સમગ્ર દેશ ૧૫૦મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે. આ નિમિતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તેને અનુરૂપ સ્મરણાંજલી પાઠવશે. પરંતું સરદારના યોગદાન વિષે આજની અને ભાવી પેઢી તેમના પ્રદાન વિષે અને તેઓએ અપનાવેલ આદર્શો અને કાર્યો જ્યારે આપણે ૨૦૪૭માં વિકસિત ભારતની પરિકલ્પના કરી છે ત્યારે દેશના સૌ નાગરિકો સરદાર પટેલની વિચારસરણીને અનુરૂપ દેશહિતમાં અનુસરણ કરે તે જરૂરી છે. સરદારના જીવનકાળ દરમ્યાન તેમના વિષે અંગત સ્વરૂપે કે આત્મકથા સ્વરૂપે કંઈ લખાણ નથી. જ્યારે જૈન મુનિએ સરદાર પટેલને આત્મકથા / જીવન કવન વિષે લખવાનું કહ્યું ત્યારે જણાવ્યું કે ‘I don't write History. I make History. - 'હું ઇતિહાસ લખતો નથી. પરંતું ઇતિહાસ રચું છું.' અને સાચે જ આઝાદી બાદ 'અખંડ ભારતનું નિર્માણ' કે જે અંગ્રેજોને પણ અશક્ય લાગતું અને તે સમયના બ્રિટનના વડા પ્રધાન 'વીન્ટસન ચર્ચિલે જણાવેલ કે ‘Power will go into the hands of rascals, rouges and freebooters, There are men of straw of whom no trace would be found after few years  ચર્ચિલને બીજા વિશ્વયુદ્ધ પછીની જીતને કારણે અહંકાર હતો અને આઝાદી સ્વતંત્રતા તો અંગ્રેજોએ તેમના હકુમત વિસ્તાર પુરતી આપવાની જાહેરત કરી હતી. બાકીના ૫૬૫ દેશી રજવાડાઓને તેમની ઈચ્છા પ્રમાણે વર્તવાની છુટ હતી અને આ ર્ખસિેનચ પ્રમાણે આજે અખંડ ભારતનું ચિત્ર જે જોઈએ છે તે દેશ ટુકડાઓમાં વહેચાયેલો રહે તે અંગ્રેજો ઈચ્છતા હતા. ચર્ચીલે જે ઉપરનું નિવેદન કરેલ, તે સરદાર પટેલના કાર્યોને પાછળથી જોઈને શું મંતવ્ય બદલે છે તે આગળ જોઈશું.

સરદાર પટેલ વિષે વિખ્યાત લેખક ગુરૂચરન દાસે લખ્યું છે કે, '‘If only Patel had lived longer, India would have been spared the excesses of the License Raj and the Kashmir problem' આ અવતરણ અંગ્રેજોમાં પ્રસ્તુત લાગે છે કારણ કે આપણે સરદારને ફક્ત લોખંડી પુરુષ અને અખંડ ભારતના નિર્માતા તરીકે ઓળખીએ છીએ ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ London Times દ્વારા પ્રસિધ્ધ કરેલ સમાચાર મુજબ સરદાર પટેલના જણાવ્યા અનુસાર ફક્ત રાજકીય સ્વતંત્રતા પુરતી નથી. પરંતું દેશની આર્થિક સ્થિતિ સુધારવી તે પણ અગત્યનું છે. આમ તો ભારતની સ્વતંત્રતા ચળવળમાં ઘણા રાષ્ટ્રપુરુષોનું પ્રદાન છે. પરંતું સૌથી મોખરે મહાત્મા ગાંધીજી, નહેરૂ અને સરદારનો ત્રિવેણી સંગમ છે. ગાંધીજીનો આદર્શવાદ, નહેરૂ ઉપર પશ્ચિમી સંસ્કૃતિની અસર સાથે સાદગીનો દંભ, જ્યારે સરદાર કહેતા કે I am not Mahatma, I am Soldier  આ મોટો તફાવત છે અને ભાવી પેઢી માટે આનું વિશ્લેષણ જરૂરી છે. આ તમામ નેતાઓએ સ્વતંત્રતા ચળવળમાં આઝાદી મેળવવામાં જે પ્રદાન કર્યું છે તે અવિસ્મરણીય છે. પરંતું સરદાર પટેલે જે અખંડ ભારતના નિર્માણ માટે જે દુરંદેશી અને કાર્યપધ્ધતિ અપનાવી તે અનુકરણીય છે.

સરદાર પટેલના જાહેર જીવનની શરૂઆત ૧૯૧૭માં ગોધરાની રાજકીય પરિષદથી થાય છે. જેમાં ગાંધીજી, બાલગંગાધર તિલક, મહંમદ અલી જીણા હાજર હતા, ધીકતી બેરીસ્ટર તરીકેની વકીલાત છોડી, ગાંધીજીની વિચારધારામાં જોડાવું તે નાનીસુની બાબત ન હતી. ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ૧૯૧૭માં ખેડાના ખેડુતોને થયેલ મહેસુલ વસુલ કરવાની બાબતના અન્યાય સામે લડતથી શરૂ થાય છે અને ૧૯૨૮ના બારડોલીના સત્યાગ્રહથી સરદાર પટેલનું વ્યક્તિત્વ રાષ્ટ્રીય ફલક ઉપર ઉભરી આવે છે. બારડોલી સત્યાગ્રહની સફળતા બાદ ''વલ્લભભાઈ'' સરદાર તરીકે ઓળખાયા. ૧૯૩૦ના દાંડી સત્યાગ્રહમાં ગાંધીજીના માર્ગદર્શન હેઠળ નિષ્ઠાવાન કાર્યકરો તૈયાર કરવાનું અને ગાંધીજીની આગેવાનીમાં જોડાયા પરંતું દાંડીયાત્રાના થોડા અંતર કપાયા બાદ તેઓની ધરપકડ કરવામાં આવેલ, સ્વતંત્રતા સંગ્રામમાં વલ્લભભાઈનો ફાળો અનેક સ્વરૂપે પ્રકાશિત થયો છે. જેમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે તેઓની સંગઠન કાર્યમાં આગવી સુઝના કારણે ૧૯૩૫ના Indian Independence Act  છબા પ્રમાણે પ્રાંતિક સરકારોની ચુંટણીમાં (Provincial Govt.)  અગત્યનો ફાળો હતો.

સરદાર પટેલની જાહેર જીવનની કારકિર્દીમાં અમદાવાદ મ્યુનિસીપાલીટીના પ્રમુખ તરીકેનો ૧૯૨૪ થી ૧૯૨૮ સુધીનો કાર્યકાળ સૌથી મહત્વનો રહ્યો છે. જે તે સમયના અંગ્રેજ કમિશ્નર સાથે સૈધ્ધાંતિક લડાઈ, પુર, સેનીટેશન, પ્લેગના સમયમાં કામગીરી, રીલીફ રોડ ઉપરના દબાણો દુર કરવા, એલીસબ્રીજ વિસ્તારનું સુઆયોજીત આયોજન, વી. એસ. હોસ્પિટલની સ્થાપના જેવા કામોમાં તેઓએ ભજવેલ ભુમિકા અગત્યની છે. સરદાર પટેલના અવસાન પહેલાં અમદાવાદ નગરપાલીકા દ્વારા જાહેર સામાન્ય કાર્યક્રમ રાખેલ અને તેમાં જણાવેલ કે ''તેઓને દેશના નાયબ વડાપ્રધાન તરીકેની કામગીરી કરતાં પણ અમદાવાદ મ્યુનિસીપાલીટીના પ્રમુખ તરીકે શહેરની સફાઈ કરવામાં વિશેષ આનંદ મળતો.''- “I could remove the dirt of Ahmedabad Municipality, but could not remove Dirt of Politics આજના નગરસેવકો અને શાશકોએ સરદાર સાહેબની મ્યુનિસીપાલીટીની કામગીરીમાંથી જાહેર કાર્યો અને સેવા માટે શીખવા જેવું છે.

અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલના વ્યક્તિત્વ અને પ્રભાવને કારણે ૫૬૫ દેશી રજવાડાઓનું એકીકરણ કરી શકેલ, આપણે હૈદરાબાદ, જુનાગઢ, ત્રાવણકોર, જેવા રાજ્યોને લોખંડી મનોબળથી કેવી રીતે ભારતીય સંઘમાં ભેળવેલ, આવી કામગીરી વિશ્વના ઇતિહાસમાં આ કક્ષાની કરેલ નથી. જર્મની અને ઈટાલીના એકીકરણનો ઈતિહાસ છે પરંતું ભારતના ૫૬૫ દેશી રજવાડાનું એકીકરણ તે પણ આઝાદી મળ્યાના ૨ વર્ષના સમયગાળામાં પુરૂ કરવું તે વિશ્વ ઇતિહાસ છે અને તેમાં સરદાર પટેલની લોખંડી ઈચ્છા શક્તિના દર્શન થાય છે જે તે સમયે કાશ્મીર રાજ્યનો વિષય તત્કાલીન વડાપ્રધાન નહેરૂ પાસે હતો અને તેમ છતાં સરદાર પટેલ તેમની આગવી કુનેહને કારણે Military action લઈને તાયફાવાળાને આગળ આવતાં અટકાવેલ, કાશ્મીર, ચીન અને તિબેટ વિષે તેઓએ આપેલ ચેતવણીને કારણે આપણે સરહદે જેમાં આતંકવાદનો પણ સામનો કરી રહ્યા છીએ.

અખંડ ભારતના નિર્માણની જેમ સરદાર પટેલે અપીલ ભારતીય સેવાઓ - All India Services - IAS / IPS નું સર્જન પણ રાજ્યોના પ્રાઈમ મીનીસ્ટરના વિરોધ વચ્ચે સમાધાન કરી જે Formula  નક્કી કરેલ તે આધારે ઉપસ્થિત કરવાનું શ્રેય સરદાર પટેલને જાય છે અને To work without fear and favour” અને બિનરાજકીય, બિનસાંપ્રદાયિક સ્વરૂપે તટસ્થતાથી કામ કરવાનો ઉપદેશ આપેલ, તે સાથે બંધારણમાં, સરકારી કર્મચારીઓને કાયમીપણું આપી આર્ટીકલ - ૩૦૯ થી ૩૧૧ બંધારણીય સભાના સભ્યોના વિરોધ વચ્ચે મંજુર કરાવેલ, સરદાર પટેલના મૃત્યુ સમયે ICS Association દ્વારા શ્રધ્ધાંજલી આપતાં જણાવેલ કે It bust of Sardar is kept in chair, Country can be Governed.

બ્રિટનના વડાપ્રધાન ચર્ચીલે તેમના અગાઉના કથનમાં ફેરફાર કરી જણાવેલ કે, Sardar shouldn't confine himself within the limits of India, but the world was entitled to see and hear more of him. વૈશ્વિક નેતા તરીકેની સ્વીકૃતિ.

આપણે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપિત કરી છે. ૧૫૦મી જન્મજયંતિ નિમિતે સરદારના કાર્યોને, આદર્શોને કાયમી સ્વરૂપે અપનાવી સરદારના સપનાનું ભારતનું નિર્માણ કરીએ તે જ સાચી સ્મરણાંજલી.