- વેચાણવેરો-સોહમ મશરુવાળા
સરકાર દ્વારા GSTના દરમાં તારીખ ૨૨.૯.૨૦૨૫ થી જંગી ફેરફારો કરવામાં આવ્યા છે. જે કિસ્સામાં GSTનો દર ઘટાડવામાં આવ્યો છે તે વખતે ઉત્પાદકને માલની આખર વેચાણ કિમતમાં ઘટાડો કરવો અનિવાર્ય છે. ગ્રાહકને દર ઘટાડાનો લાભ આપવો અને તે લાભ આપ્યાનો પૂરાવો રાખવો તે ઉત્પાદકની જવાબદારી અને ફરજ છે. GSTકાયદાની કલમ ૧૦૧ હેઠળ એન્ટી પ્રોફિટિરિયંગની જોગવાઈ છે જે હવે તારીખ ૧.૪.૨૦૨૫ થી મુલત્વી રાખવામાં આવેલ છે. તેમ છતા સરકારની પાસે જાહેરનામુ પસાર કરીને આ જોગવાઈ અમલમાં લાવવાની ધમખાવર સત્તા છે. દર ઘટાડાના લીધે લાભ આપવાના ભાવાર્થે કોઈ વસ્તુ મફત આપવાની પદ્ધતી તથા માલનું વજન વધારીને જુના ભાવે સપ્લાય કરવામાં આવ્યો. આવી પરિસ્થિતિમાં લાભ આપવો યોગ્ય છે કે કેમ તે પ્રશ્ન દિલ્હી હાઈકોર્ટ સમક્ષ શર્મા ટ્રેડિંગ કંપની વિ. યૂનિયન ઓફ ઇન્ડિયા ( ઉઁભભ) ૧૩૧૯૪ ઓફ ૨૦૧૮) ના કેસમાં તારીખ ૨૩.૯.૨૦૨૫ના રોજ ઉપસ્થિત થયો. જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી.
કેસની હકીકત
અરજદાર એચ યૂ એલના સ્ટોકિસ્ટ કમ ડિસ્ટ્રિબ્યૂટર છે. તા. ૧૪.૧૧.૨૦૧૭ના રોજ નોટીફિકેશન દ્વારા વેસલીન પર વેરાને દર ૨૮ % થી ૧૮% કરવામાં આવેલ. આના પગલે ભાવ ઘટાડવાને બદલે વેસલીનનું વજન વધારવામાં આવેલ. એક ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી કે દર ઘટાડાના લીધે ભાવ ઘટાડવામાં આવ્યો નથી. ત્યારબાદ એચયૂએલ દ્વારા તારીખ ૮.૧૨.૨૦૧૮ થી રૂપિયા બેનો ઘટાડો કિંમતમાં કરવામાં આવેલો હતો. જે ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી તેઓ દ્વારા માલ પરત કરી દીધેલ એન તમામ આવેજ પણ રિફંડ કરી દીધી હતી. તેમ છતા એન્ટી પ્રોફિટિયરિંગ ઓથોરીટી દ્વારા રૂ.૫,૫૦,૧૮૫નો વેરો તથા વ્યાજ કન્સ્યુમર વેલફેર ફંડમાં ચૂકવવા આદેશ કર્યો અને કલમ ૧૨૨ હેઠળ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવીને દંડ ફટકાર્યો. આના સમક્ષ માન દિલ્હી હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી.
અરજદારની રજૂઆત
અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે GSTનો દર ઘટવાથી ભાવ ઘટાડવાનો બદલે માલના વજનમાં વધારો કરવામાં આવેલ હતો. જેથી જૂના ભાવમાં વધુ જથ્થો ગ્રાહકને પ્રાપ્ત થાય છે. વધુમાં આની સાથે ડવ સાબૂ પણ મફત સાથે વિતરણ કરવામાં આવતો હતો. આના લીધે તેમ ચોક્કસ પણે સાબિત થાય છે કે વેરાનો ઘટાડો ગ્રાહકને આપી દીધો છે અને લાભ પોતાની પાસે રાખ્યો નથી.
દિલ્હી હાઈકોર્ટનો ચૂકાદો
દિલ્હી હાઈકોર્ટ દ્વારા ખાસ નોંધ લેવામાં આવી કે ધંધો કેવી રીતે કરવો તે વેપારીની પાસે છૂટ છે અને તમામ વાસ્તિકતાઓ ધ્યાને લીધા પછી તેમ ચોક્કસ નક્કી કર્યું કે ગ્રાહકને લાભ પસાર કરવો તે સૌથી મહત્વનું છે. GSTનો દર ઘટાડવાનો હેતુ ગ્રાહકને માલ સસ્તો પડે તેમ છે. વજનમાં છેડતી કરવી અને લાભ આપવાની પીપૂડી વગાડી શકાય જ નહીં. આવી દલીલ સ્વિકાર કરવાથી GST દર ઘટાડાનો આશય પૂર્ણ થતો નથી. આમ, હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી નાખી. ખાસ નોંધ લેવી કે હાલ જે GST દરમાં ફેરફાર થયા છે. તેમા ભાવ ઘટાડાનો પૂરાવો ક્ષેત્રફળના અધિકારીને જાણ કરવા અનિવાર્ય છે.


