Magazines

સુધા મૂર્તિ અને કિરણ મજમૂદારનો ડાન્સ વાઇરલ

By GS Team
16 Nov 20252 mins read
સુધા મૂર્તિ અને કિરણ મજમૂદારનો ડાન્સ વાઇરલ

કોર્પોરેટ ક્ષેત્રની બે બહુ વગદાર મહિલાઓ સુધા મૂર્તિ (ઇન્ફોસિસ ફેઇમ)અને કિરણ મજમૂદાર શો(બાયોકેમ) એક લગ્નમાં ઢોલના તાલે નાચ્યા તે વિડીયો બહુ વાઇરલ થયો છે. કિરણ મજમૂદારના કેલિફોર્નિયામાં ભણેલા ભત્રીજાના  લગ્ન ગયા અઠવાડિયે લેવાયા હતા. તેમાં બેંગલુરૂના કોર્પોરેટ સર્કલના લોકો આવ્યા હતા. જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે સાથે ઢોલી પણ હતા. જેવા ઢોલ ઢૂબક્યા તેની સાથેજ કેટલીક મહિલાઓ ડાન્સ કરવા લાગી તેમને જોઇને ૭૦ વટાવી ગયેલા સુધા મૂર્તિ અને કિરણ મજમૂદાર પણ તાનમાં આવી ગયા હતા અને ડાન્સ કરવા લાગ્યા હતા. બંને અબજોપતિ મહિલાઓ હતી. તે કોર્પોરેટ ક્વીન કહેવાતી હતી તેમનો ડાન્સ લોકો માટે અનેરો લ્હાવો બની ગયો હતો.

- ભારતના ટોપ કોર્પોરેટ અધિકારીઓને જોખમ

ભારતની કોર્પોરેટ કંપનીઓમાં એચ આર અને એકાઉન્ટન્ટ જેવી જોબ  કરતા અધિકારીઓ સામે જોખમ વઘતું જાય છે. તે લોકો કોઇનો પગાર કાપે કે કોઇને નોકરીમાંથી પાણીચું આપે તો અસરગ્રસ્ત સ્ટાફ તેમનો દુશ્મન બની જાય છે. આવી દુશ્માનવટ અનેક વાર મારામારી કે હુમલામાં પરિણમે છે. 

વિશ્વના અન્ય દેશો કરતાં વધુ જોખમી ભારતના અધિકારીઓ છે. છેલ્લા બે વર્ષ પર નજર કરીયે તો ભારતમાં ખાનગી કંપનીઓના ૭૧ ટકા જેટલા અધિકારીઓ ક્યાંતો ગાળા ગાળીનો ભોગ બન્યા છે કે મારામારીનો અનુભવ કરી ચૂક્યા છે. અધિકારીઓની કમનસીબી એ છેકે તે કડક ના બને તો સ્ટાફ બેકાબુ બને છે અને જો કડક બને તો સ્ટાફની નારાજગીનો ભોગ બનવું પડે છે.


ડોગ વોકરના કલાકનો પગાર 5000 રૂપિયા

મોટા શહેરો ખાસ કરીને દિલ્હી અને બેંગલુરૂમાં મહિનાના ખર્ચામાં વધારો થવા છતાં કામ નિયમિત થઇ શકતા નથી. કેમકે રોજીંદા ઘરકામ કરનારાની અછત જોવા મળે છે. માત્ર ડોગ વોકરની જોબની વાત કરીયેે તો તે રોજ સવારે એક કલાક આવે અને ડોગને બહાર ફેરવીને લાવે તેને મહિને પાંચ હજાર આપવા પડે છે. ફ્લેટના એક સંકુલમાં તે સવારથી સાંજ સુધીમાં ૧૦ ડોગને ફેરવે છે. એટલે તેને ૫૦,૦૦૦ મહિને મળે છે. ડોગ ટ્રેનરનો ભાવતો તેનાથી બમણો હોય છે. જ્યારે ડોેગ વોકર નથી આવતો ત્યારે ફલેટના માલિકને ફરજીયાત તેને બહાર વોક કરવા લઇ જવો પડે છે. ભારતમાં ડોગ વોકરનું મૂળ કામ તેને બહાર પેટ સાફ કરવા અને છૂટથી યુરીન માટેનું હોય છે.