Get The App

ચાંદીમાં 170 ટકા, સોનામાં 42 ટકાનો ઉછાળો : 2025નો ચળકાટ

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
ચાંદીમાં 170 ટકા, સોનામાં 42 ટકાનો ઉછાળો : 2025નો ચળકાટ 1 - image

2025નું વર્ષ સોના મઢ્યું અને ચાંદીની ચમકવાળું પસાર થયું છે. આર્થિક રીતે મહત્વનું સાબિત થયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉગામેલું ટેરિફનું શસ્ત્ર બહુ મોટા ઉપાડે છોડાયું હતું પરંતુ ભારતના બજારો અને કોર્પોરેટ ક્ષેત્ર તેને પચાવીને આગળ વધી ગયા હતા. ભારતના આર્થિક તંત્રને ડામાડોળ કરવાના હેતુથી લદાયેલા ટેરિફનું સૂરસૂરીયું થઇ ગયું હતું.

2025ના ન્યૂઝ પેપરમાં મોટોભાગના દિવસોમાં હેડલાઇન્સ ગાઝા અને યુક્રેનના યુધ્ધ સાથે સંકળાયેલી રહી હતી. વર્ષની શરૃઆત ગાઝા યુધ્ધથી થઇ હતી તો અંત ભાગ બાંગ્લાદેશના તોફાનો સાથે સંકળાયેલો રહ્યો હતો. વર્ષના પહેલાં ચાર મહિનામાં  પહેલગામ ખાતે ત્રાસવાદી હુમલો અને તેના પગલે ભારતનો ઓપરેશન સિંદુરના નામે વળતો પ્રહાર પણ હેડલાઇન ન્યૂઝ બની ગયા હતા. યુધ્ધના કારણે બજારોમાં ડરનો માહોલ ઉભો થયો હોવા છતાં લોકો ગુગલ પ્લેટફોર્મ પર જેમીની શોધતા હતા. દરેકને છૈંમાં રસ જાગ્યો હતો.

ટેકનોલોજી નિષ્ણાતો કહે છેકે ૨૦૨૫ને ઓપરેશન સિંદુર કે ટ્રમ્પની ટેરિફ તરીકે ઓળખવાના બદલે  યર ઓફ છૈં તરીકે ઓળખવું જોઇએ. જોકે ૨૦૨૫નો તખ્તો કોઇએ આચકી લીધો હોય તોતે સોનું અને ચાંદી છે. સોનું અને ચાંદીના ઉછળતા ભાવોએ મધ્યમ વર્ગને અનેક લોકોને લખપતિ બનાવી દીધા છે.

  દિલ્હીના પ્રદૂષણનો આંક ૪૦૦ ઉપર વટાવી ગયો હતો અને હજારો લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું હતું. ૨૦૨૫માં ભારત વિશ્વમાં   ૨૦૨૫માં ભારતે અન્ય એક સિધ્ધિ મેળવીને વિશ્વમાં ચોથા નંબરનું આર્થિક તંત્ર બની ગયું હતું.

આઇપીઓનો ક્રેઝ રોકાણકારોની દાઢે વળગેલો છે. ૨૦૨૫માં જેટલા આઇપીઓ આવ્યા તેના કરતાં લગભગ બમણા આઇપીઓ ૨૦૨૬માં પ્રવેશવા ટકોરા મારી રહ્યા છે. લોકો માટે આઇપીઓમાં પૈસા ભરવાનું સરળ બની ગયું છે. કેમકે રોકાણ માંડ એક દિવસનું હોય છે.