Business Plus
તહેવારો ટાણે સૂકામેવાના ભાવ ઉંચકાયા પીસ્તાના ભાવમાં 30થી 40 ટકાની વૃદ્ધિ
By GS Team
11 Oct 20263 mins read
દેશમાં તહેવારોની મોસમમાં, ખાસ કરીને દિવાળી દરમિયાન, મીઠાઈને બદલે ડ્રાયફ્રુટ્સ અને ચોકલેટની માંગ વધી છે. આરોગ્ય પ્રત્યે જાગૃતિને કારણે લોકો સૂકામેવા પસંદ કરી રહ્યા છે. ઈરાન યુદ્ધ અને વધેલા શિપિંગ ખર્ચને કારણે ડ્રાયફ્રુટ્સના ભાવમાં 15-30%નો ઉછાળો આવ્યો છે. પિસ્તાના ભાવમાં 30-40%નો સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ 10-15% ઘટવાની શક્યતા છે.
Summarized by AI; it may make mistakes. Check important info
દેશમાં તહેવારોની મોસમમાં, ખાસ કરીને દિવાળી દરમિયાન, મીઠાઈને બદલે ડ્રાયફ્રુટ્સ અને ચોકલેટની માંગ વધી છે. આરોગ્ય પ્રત્યે જાગૃતિને કારણે લોકો સૂકામેવા પસંદ કરી રહ્યા છે. ઈરાન યુદ્ધ અને વધેલા શિપિંગ ખર્ચને કારણે ડ્રાયફ્રુટ્સના ભાવમાં 15-30%નો ઉછાળો આવ્યો છે. પિસ્તાના ભાવમાં 30-40%નો સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ 10-15% ઘટવાની શક્યતા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઊભી બજારે - દિલીપ શાહ
દેશમાં તાજેતરમાં તહેવારોની મોસમ પુરબહારમાં ખીલી છે તથા નવરાત્રીના આરંભ પછી હવે દશેરા તથા દિવાળીના તહેવારો પર વિવિધ બજારોની નજર રહી છે. દિવાળી પછી છેક નાતાલ સુધી દેશમાં તહેવારોની મોસમમાં બજારોમાં મોસમી ચહલ પહલ વધતી હોય છે એવું બજારોના જાણકારો જણાવી રહ્યા હતા. જોકે આ વર્ષે શરૂઆતમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની છાશવારે બદલાતી ટેરીફ નીતિ તથા ત્યારબાદ ઈરાન યુદ્ધની શરૂઆત ઉપરાંત ચોમાસાની મોસમ પર અલનીનોની ઈમ્પેક્ટના પગલે ફુગાવો તથા મોંઘવારી વધતાં બજારોમાં મોસમી માગ પર તેની પ્રતિકૂળ અસર પણ દેખાઈ હોવાનું વેપારી સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, તાજેતરના વર્ષોમાં તહેવારોમાં તથા વિશેષ રૂપે દિવાળીના તહેવારોમાં મીઠાઈના બદલે સૂકામેવા તથા ચોકલેટસની માગ વધુ ઉંચી જતી દેખાઈ છે. લોકો હવે આરોગ્ય પ્રત્યે વધુ સભાન બનતાં મીઠાઈના વપરાશમાં સિલેકટીવ માગ ઊભી થઈ છે. સામે ડ્રાયફ્રૂટસની બજારોમાં તહેવારોના દિવસોમાં માંગ વધતી જોવા મળતી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, ઈરાન યુદ્ધ તથા દરિયાઈ માર્ગે જહાજી ભાડાઓ અને કાર્ગોની હેરફેરમાં ઈન્સ્યોરન્સના પ્રિમિયમો વધતાં દેશના વિવિધ ડ્રાયફ્રૂટસ બજારોમાં તાજેતરમાં ભાવમાં તેજીનો પવન ફૂંકાયો હોવાના વાવડ મળ્યા હતા. સૂકામેવાના ભાવ ઉંચા જતાં તહેવારોની મોસમી માગ પર અસર પડવાની ગણતરી પણ બજારોના જાણકારો બતાવી રહ્યા હતા. વિવિધ સૂકા મેવાના સરેરાશ ભાવમાં આ વર્ષે એકંદરે ૧૫થી ૩૦ ટકાની વૃદ્ધી જોવા મળી છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે વિવિધ ડ્રાયફ્રૂટસના રિટેલ ભાવ ૧૫થી ૩૦ ટકા ઉંચા ગયા છે. સૂકામેવાના વિવિધ ઉત્પાદક દેશોમાં પાક-ઉત્પાદનમાં ઘટાડો થયાના વહેતા થયેલા વાવડની અસર પણ બજાર ભાવ પર દખાઈ છે.
ઈન્ટરનેશનલ નટસ એન્ડ ડ્રાયફ્રૂટસ કાઉન્સિલના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવ ઉંચા જતાં માગમાં ૧૦થી ૧૫ ટકાનો ઘટાડો થવાની શક્યતા હાલ જણાઈ રહી છે. કોકોના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાતાં ચોકલેટોના ભાવ પણ વધવાની ભીતિ સર્જાઈ છે. આ વર્ષે પીસ્તાના ભાવમાં સૌથી વધુ તેજી આવી છે તથા પીસ્તાના ભાવ ૩૦થી ૪૦ ટકા ઉંચા ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકામાં પાક-પેદાશમાં ખાસ્સો ઘટાડો પણ ભાવ વૃદ્ધી માટે જવાબદાર મનાઈ રહ્યો છે. ખજૂર ખારેકના ભાવ પણ ઉંચા ગયા છે. કરન્સી બજારમાં આ વર્ષે ડોલરના ભાવ વધતાં તથા ડોલર સામે રૂપિયો નબળો પડતાં તેના પગલે દરિયાપારથી દેશમાં આવતા વિવિધ સૂકામેવાઓની ઈમ્પોર્ટ કોસ્ટ પણ વધતી જોવા મળી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. જો કે દેશમાં વિવિધ સૂકા મેવાઓના ભાવમાં થયેલી વૃદ્ધીની સરખામણીએે કાજુના ભાવમાં વૃદ્ધી ખાસ થઈ નથી એવું કાજુ બજારના જાણકારોએ જણાવ્યું હતું.
આખા કાજુના રિટેલ ભાવ તાજેતરમાં કિલોના રૂ.૯૦૦થી ૧૦૦૦ જોવા મળ્યા હતા. જ્યારે ટુકડા કાજુના ભાવ કિલોના રૂ.૮૦૦થી ૯૦૦ આસપાસ નોંધાયા હતા. દરમિયાન સૂકામેવાના આયાતકારો હવે વિવિધ દેશોમાંથી માલો આયાત કરવા તરફ વળ્યા છે. આના પગલે હવે ચીલીના અખરોટ તથા ઓસ્ટ્રેલિયાની બદામ તરફ પણ આયાતકારો ધ્યાન આપતા થયા છે. દેશમાં હવે મખાનાની બજારનું કદ પણ વધતું જોવા મળ્યું છે. દરમિયાન, ચોકલેટોના ઉત્પાદનમાં કોકોનો વપરાશ વધ્યો છે. ભારતમાં કોકોનું ઉત્પાદન વાર્ષિક આશરે ૩૦ હજાર ટન થાય છે. જ્યારે સામે દેશમાં કોકોની વાર્ષિક માગ આશરે ૧ લાખ ૧૦ હજાર ટન રહેતી હોવાથી આયાત પર આધાર વધુ રહ્યો છે તથા આવો આયાત આધાર ઘટાડવા ઘરઆંગણે કોકોના વાવેતર હેઠળનો વિસ્તાર વધારવા માટે ઝુંબેશ શરૂ થયાના વાવડ પણ તાજેતરમાં મળ્યા હતા.




