ઉડ્ડયન ક્ષેત્ર આજકાલ વિવાદમાં રહે છે. ઇન્ડિગોએ ઉભો કરેલો હેવોક હજુ જૈસેથે જેવો છે. બેંગલુરૂ એરપોર્ટ પર નવો વિવાદ ઉભો થયો છે.બેંગલુરૂ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બૂથ ટર્મીનલ એક અને બે પરના પીક્અપ ઝોન પર માત્ર ૮ મિનિટ માટે પીક્પ વ્હીકલ ઉભા રહી શકશે. જે વ્હીકલ વધુ રોકાશે તો તેનો ચાર્જ ભરવો પડશે. બેંગલુરૂના કેમ્પાગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA)પર ૮ ડિસેમ્બરથી જે વ્હીકલ ફ્રી સમય ઉપરાંત વધુ સમય રોકાશે તેમના પર ચાર્જ લગાવશે. વ્હીકલ એરપોર્ટમાં એન્ટર થાય અને પ્રવાસીને પીકઅપ કરે તે સમય ૮ મિનિટ કરતાં વધુ થાય તો ૧૫૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. દેશમાં ત્રીજા નંબરનો સૈાથી વધુ ટ્રાફીક KIA પર હોય છે. જ્યાં રોજના ૧.૩ લાખ પ્રવાસીઓની અવર જવર છે.

ફ્લિપકાર્ટનું ૨૦૨૫ને બાય બાય કહેતું એાનલાઇન સેલ
સેલ શરૂ થયું છે. પહેલી નજરે એમ લાગે કે ૨૦૨૫ના વર્ષને અલવિદા કહેતું ઇકોમર્સ સેલ છે પરંતુ માર્કેટીંગવાળા બહુ ઉસ્તાદ હોય છે. લોકોને વર્ષના અંતિમ ભાગમાં ખરીદી માટે આકર્ષવા બાય બાયનો ઉપયોગ કર્યો છે. એક બાયનો (Buy)ઉપયોગ આવજો કહેવા થાય છે તો બીજા બાય (મ્ેઅ)નો ઉપયોગ ખરીદી કરવા માટે થાય છે. સેલનું નામ Buy Buy 2025 છે. ઇ કોમર્સ કંપનીઓ અવાર નવાર સેલ યોજીને પોતાના કુલ વેચાણમાં વધારો કરવા માંગે છે. આવી કંપનીઓ તહેવારોની રાહ જોતી હોય છે. અનેક કંપનીઓ ક્રિસમસ સેલ લઇને આવી રહી છે.

ઐસા ભી હોતા હૈ, નેહલે પે દહેલા
ઓનલાઇન ફ્રોડ કરનારાને રેડ હેન્ડેડ પકડનાર કોઇ પોલીસ નથી પણ ચેટજીપીટીનો જાણકાર છે. ફ્રોડ કરનાર કરગરતો હતો કે પ્લીઝ મને માફ કરો અને છોડી દો. વિગત એવી છેકે દિલ્હીની એક વ્યક્તિ ઓનલાઇન ફ્રોડ કરનારા કરતાં વધુ સ્માર્ટ સાબિત થઇ હતી. થયું એવું કે ફ્રોડ કરનારે ફેસબુક પર જુના એક મિત્રના નામે પૈસા પડાવવાનો ફ્રોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. સામાવાળી વ્યક્તિ જાણી ગઇ હતી કે ફોન કરનાર ફ્રોડ છે કેમકે તે દરેક મિત્રને ઓળખતો હતો. ફ્રોડ કરનારે ક્યૂઆર કોડ મોકલીને પૈસા જમા કરાવવા કહ્યું હતું. પરંતુ દિલ્હીની વ્યક્તિએ કોડ ચાલતો નથી કહીને લીંક મોકલવા કહ્યું


