ઓડીસામાં ગયા અઠવાડીયે બે દિવસની પ્રાદેશિક AI સમિટ યોજાઇ હતી. ઓડિસાના ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટે યોજેલી કોન્ફરન્સમાં પેાલીસી બનાવનારા, ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો , સ્ટાર્ટઅપ સાહસિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમિટનો થીમ ત્રણ પી પરનો હતો. એટલેકે People, Planet, and Progress. પી સમિટમાં આવેલા લોકોને ઇનોવેશન પર ભાર મુકવા માટે જણાવાયું હતું. AI ના ભાવિ જેવા મુદ્દે ચર્ચા કરાઇ હતી.
AI થી ઉભા થતા ગૂંચવાડાના ઉકેલ માટે પણ ચર્ચા થઇ હતી. AI દરેકના ઉપયોગમાં આવી શકે છે પરંતુ કેટલાક લોકો ખાસ કરીને સાયબર ક્રિમનલો પણ AI નો બહુ સિફતથી તેનો ઉપયોગ કરતા થયા છે તેની પણ ચર્ચા થઇ હતી.
રોબોક્સ ગેમીંગ ઠપ
ઓનલાઇન ગેમીંગ સાથે સંકળાયેલાઓમાં બહુ લોકપ્રિય એવી રોબોક્સ ગેમ ક્રિયેશન પ્લેટફોેર્મ પર ટેકનીકલ કારણોસર ભંગાણ સર્જાતા તેના હજારો વપરાશકારો સ્તબ્ધ થઇ ગયા હતા. તેના ૨૯,૦૦૦ જેટલા વપરાશકારોએ સોશ્યલ નેટવર્ક પર નારાજગી બતાવી હતી. ગયા શુક્રવારે રોબોક્સ ઠપ થઇ ગયું હતું. રોબોક્સ અમેેરિકામાં બહુ ચાલે છે. સર્વર ઓવરલોડ થતાં કે મેન્ટેનન્સની સમસ્યા આડે આવી હતી તેની ખબર નહોતી પડી. રોબોક્સના વપરાશકારો માટે ગયો શુક્રવાર બહુ ટેન્શનમાં પસાર થયો હતો. રોબોક્સ ઇઝ ડાઉનનો મેસેજ સોશ્યલ નેટવર્ક પર ફરતો થયો હતો.

સિપ્લાનું ફાઇઝર સાથે ટાઇઅપ
ભારતમાં પહેલીવાર સિપ્લા અને ફાઇઝર હાથ મિલાવી રહ્યા છે. ફાઇઝરની ચાર બ્રાન્ડનું માર્કેટિંગ સિપ્લા કરશે. ફાઇઝરની નામાંકીત દવાઓ ભારત ભરમાં વેચાય છે. જે દવાઓનું સિપ્લા માર્કેટિંગ કરવાની છે તેમાં ઓરલ એન્ટીબાયોટીક્સ ડેલીસીન સી સહિતની દવાઓનો સમાવેશ થાય છે.
આ ભાગીદારીના કારણે હજારો દર્દીઓ સુધી દવાઓ પહોંચી શકશે . સમયસર દવાઓ પહોંચાડવાનું સિપ્લાનું નેટવર્ક બહુ મજબૂત છે જેનો લાભ પાંચ વર્ષ માટે ફાઇઝર ઉઠાવશે.


