દેશમાં વિદાય લેતા વર્ષમાં વિવિધ કૃષી ચીજોમાં ખરીફ પાક ઉત્સાહજનક આવ્યા પછી શરૂ થયેલી રવિ મોસમમાં પણ વાવેતરની સ્પીડ જળવાઈ રહ્યાના વાવડ મળ્યા હતા. રવિ મોસમમાં સામાન્યપણે દેશમાં જેટલું કુલ વાવેતર થાય છે એ પૈકી આ વર્ષે આશરે ૯૦ ટકા વાવેતર તો થઈ ગયું છે એ જોતાં કુલ રવિ વાવેતર પાછલા વર્ષ કરતાં વધુ થવાની શક્યતા કૃષી જાણકારો બતાવી રહ્યા હતા. ૨૦૨૪ના વર્ષમાં કૃષી વાવેતર તથા ઉત્પાદનમાં નવી ઉંચાઈ જોવા મળી હતી. ૨૦૨૪માં અનાજ ઉત્પાદન ૧૬૯૧થી ૧૬૯૨ લાખ ટન થયું હતું.૨૦૨૪માં કૃષી વાવેતર આ મોસમમાં ૬૫૯થી ૬૬૦ લાખ હેકટર્સમાં થયું હતું.દરમિયાન, છેલ્લા પાંચ વર્ષના વાવેતરની વાર્ષિક સરેરાશ આ મોસમમાં ૬૩૭ થી ૬૩૮ લાખ હેકટર્સની નોંધાઈ છે તથા આ વર્ષે ૧૯ ડિસેમ્બર સુધીમાં વાવેતર ૫૮૦થી ૫૮૧ લાખ હેકટર્સ થઈ જતાં ૯૦ ટકાથી વધુ વાવેતર થઈ ગયું હોવાનું તજજ્ઞાોએ જણાવ્યું હતું.
વિદાય લેતા વર્ષમાં ચોમાસાએ લાંબી ઈનિંગ રમતાં કૃષી વાવેતરમાં વૃદ્ધી


