Get The App

બજારની વાત .

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
બજારની વાત                                                                           . 1 - image

ગ્રીન હાઇડ્રોજનની ડિમાન્ડ

ભારતમાં ગ્રીન હાઇડ્રોજનની ડિમાન્ડ ઉભી થઇ છે. ૨૦૩૦ સુધીમાં ભારત તેની ઉત્પાદન ક્ષમતા પાંચ મિલીયન મેટ્રીક ટન કરવાનું ટાર્ગેટ રાખે છે. ચાર કંપનીઓ  ગ્રીન હાઇડ્રોજન બનાવી રહી છે. જેમાં અદાણી એન્ટરપ્રાઇસ,એનટીપીસી,બીપીસીએલ અને ઇન્ડીયન ઓઇલ કોર્પરોેશનનો સમાવેશ થાય છે.નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ભારતે નોંધપાત્ર રોકાણ મેળવ્યું છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન માટે સરકારે નાણા વર્ષ ૨૦૩૦ સુધી ૧૯૭.૪૪ અબજ રૂપિયા ફાળવ્યા છે. ભારતનું ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્ર સોલાર અને વિન્ડ ટેકનોલોજી પર આધારીત છે. ભારત ગ્રીન હાઇડ્રોજનું વૈશ્વિક હબ ઉભું કરવા પ્રયાસ કરી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ અને એનર્જી સિક્યોરીટી માટે ગ્રીન હાઇડ્રોજન મહત્વનું છે.

ઉબેરના ટ્રાઇવરોને AI સજ્જ બનાવાશે

પેસેન્જર કાર કંપની ઉબેર તેમના ડ્રાઇવરોને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ વાળા સક્ષમ બનાવવા માંગે છે. ઉબેરે દેશના ૧૨મોટા શહેરોમાં સર્વે કરીને નોંધ્યું છે કે ડ્રાઇવરોને વિશ્વ સ્તરના પ્રવાસીઓને સમજી શકે તેવા કાબેલ બનાવવાના છે. ભારતમાં ઉબેરના ૧૪ લાખ ડ્રાઇવરો છે.આ ડ્રાઇવરો તેમની નવરાશના ટાઇમમાં એટલેકે પેસેન્જર માટે વેઇટ કરતા હોય  ત્યારે, એરપોર્ટ પર  AIનો ઉપયોગ કરીને થોડી વધારાની આવક પણ કરી શકે છે. AIનો ઉપયોગ તેમને પ્રવાસીઓ સાથેનું કોમ્યુનિકેશન અસરકારક રીતે કરી શકવા ઉપરાંત તેના માટેે પૈસા કમાવવાની તક ઉભી થાય છે.જેમાં તે ફોટા અપલોડ કરી શકે છે કે અન્ય કંપનીઓએ ચીંધેલા કામ કરી શકે. આઇડયા કંઇ ખોટો નથી.

2026 માટે ગુગલની ઇન્ટર્નશીપનો લાભ લો

ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે ગુગલની ઓફર મહત્વની બની શકે છે. ગુગલે સોફ્ટવેર,એઆઇ,ક્લાઉડ સાથે સંકળાયેલા લોકો માટે ગુગલ સમર ૨૦૨૬ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ જાહેર કર્યો છે. ગુગલ જેવી કંપનીમાં ઇન્ટર્નશીપ કરીને કેરિયર બનાવવા માંગતા લોકો માટે આ સોનેરી તક છે એમ કહી શકાય. ગુગલ જેવી મોટી કંપનીમાં અનુભવી એન્જીન્યરો સાથે બેસીને ટેકનોલોજી શીખવા મળે એના જેવી બીજી મોટી વાત શું હોઇ શકે? વિશ્વભરમાં ગુગલની ઇન્ટર્નશીપની પ્રશંસા થાય છે. જાવા સ્ક્રીપ્ટના અનભવી લોકો તેમાં ભાગ લઇ શકે છે. તેમાં એપ્લાય કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબર છે.

વિશ્વનું સૌથી મોટું AI ડેટા સેન્ટર ખરીદાયું

વિશ્વનું સૌથી મોટું AI ડેટા સેન્ટર ૪૦ અબજ ડોલરમાં ખરીદાયું છે. તેને ખરીદનાર એનવિડીયા, માઇક્રોસોફ્ટ, બ્લેકરોક અને ઇલોન મસ્કની ટAI છે. ઇન્ફ્રાસ્ટ્ર્કચર ક્ષેત્રનો આ સૌથી મોટો સોદો કહી શકાય. આ સોદો એમ બતાવે છેકે AI કોમ્પ્યુટીંગની ડિમાન્ડ બહુ મોટા પાયે છે. જે ડેટા સેન્ટર ખરીદાયું છે તેનું નામ એલાઇન ડેટા સેન્ટર (Aligned Data Centers) છે. આ ડેટા સેન્ટરના અમેરિકા અને લેટીન અમેરિકામાં ૮૦ જેટલા સર્વિસ સેન્ટરો છે. તેના ડેટા સેન્ટરની કુલ કેપેસીટી પાંચ ગીગાવોટ્સની છે. આ સોદાથી નો મોટાપાયે તૈયાર થતા AI વર્કલોડની ક્ષમતામાં વધારો થશે.

અનોખી ગિફ્ટ કાર રેલી અને મહેનતનું ફળ

કંપનીને વફાદાર રહીને કામ કરતા અનેક લોકાને ઇર્ષા આવે એવી આ વાત છે. લકઝરી કારના શો રૂમથી કંપની સુધીની ગિફ્ટ કાર રેલી જેમણે પણ જોઇ છે તેને કંપનીના માલિક માટે ગૌરવ થયું છે. વાત છે, ચંદીગઢ સ્થિત મિટ્સ હેલ્થકેરના માલિક એમ કે. ભાટીયાની. તે સતત ત્રણ દિવાળીથી તેેમના કાર્યક્ષમ સ્ટાફને સ્કુટર સહીતની  ભેટ આપતા આવ્યા છે. કાર્યક્ષમ સ્ટાફને અમે રોકસ્ટાર સેલિબ્રિટી કહીએ છીયે. ભાટીયા કહે છેકે મારા સ્ટાફને હું ક્યારેય સ્ટાફ તરીકે નથી ગણતો તેમને કુટુંબના સભ્ય તરીકે ગણું છું. આ દિવાળીએ તેમણે ૪૦ જેટલા સ્ટાફને લકઝરી કાર ભેટ આપી છે અને તેને રેલી મારફતે કંપનીમાં લવાઇ હતી. ઇન્ટરનેટ પર લોકો કાર ભેટ આપનાર કંપની પર ઓળ ધોળ થઇ ગયા છે. કેટલેકે લખ્યું છેકે કંપનીમાં જગ્યા હોય તો કહેજો....

ચીન રોજ એક અબજ ડોલરની ચીજોની નિકાસ કરે છે

ચીન અને અમેરિકા વચ્ચેની કોલ્ડ વોર બહુ જાણીતી છે. ચીનની ચીજોની નિકાસ કરવાની તાકાત અમેરિકા હજુ સમજતું હોય એમ લાગતું નથી. ચીન રોજના એક અબજ ડોલરની ચીજોની નિકાસ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી ટ્રેડ વોરને છ મહિના થયા છે પરંતુ ચીનના પેટનું પાણી હાલ્યું હોય એમ લાગતું નથી. ચીનની ઓવરઓલ નિકાસને થોડી અસર થઇ છે પરંતુ કેટલીક નવી પ્રોડક્ટની નિકાસ શરૂ થઇ છે. ચીન બેફિકર એટલા માટે લાગે છેકે તેની રોજની નિકાસ એક અબજ ડોલરની છે તેને હજુ કોઇ આંચ નથી આવી. જેના કારણે ચીનની સોદાબાજી કરવાની તાકાત વધી છે.