Get The App

વિશ્વના અન્ય દેશોની તુલનાએ ભારતનો આર્થિક વૃદ્ધિ દર ઊંચો

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વના અન્ય દેશોની તુલનાએ ભારતનો આર્થિક વૃદ્ધિ દર ઊંચો 1 - image

- અર્થકારણના આટાપાટા-ધવલ મહેતા

- ડાબેરી વિચારસરણીની નિષ્ફળતાને કારણે જમણેરીનું મોજું ફરી વળ્યું

જગતના સામ્યવાદી દેશોમા ખાસ કરીને ચીન અને સોવિયેટ રશિયામા માનવ સ્વાતંત્ર્યનો રેકોર્ડ એટલો, ખરાબ છે અને હતો કે હવે જગતના ઘણા દેશોના તેના પ્રતિભાવ રૂપે જમણેરી મોજુ ફરી વળ્યું છે. રાજાશાહી ફિયુડલી વિચારસરણી તથા મૂડીવાદ અર્થવ્યવસ્થાઓ અને રાજ્યવ્યવસ્થાઓ જમણેરી ગણાય છે જ્યારે સામ્યવાદી કે સમાજવાદી અર્થવ્યવસ્થા ્ને સમાજવ્યવસ્થા ડાબેરી ગણાય છે. જગતમા ડાબેરી અર્થકારણો (રશિયા અને ચીન) એ ઝડપી પ્રગતિ કરી છે તો અમેરીકા જેવા જમણેરી વિચારસરણીના પ્રર્વતક અમેરીકાએ પણ ઝડપી પ્રગતિ કરી છે. પરંતુ ઝડપી પ્રગતિ કરવામા ડાબેરી વિચારસરણી ધરાવતા દેશોએ વ્યક્તિ સ્વાતંત્ર્યને કચડી નાખ્યું છે અને વિરોધીઓને પણ ખતમ કરી નાખ્યા છે તો જમણેરી વિચારસરણી ધરાવતા બ્રીટન કે અમેરિકા કે ફ્રાંસ જેવા લોકશાહી દેશોએ પણ મૂડીવાદી સમાજ ઊભો કરીને ઝડપી આર્થિક પ્રગતી સિધ્ધ કરી છે પરંતુ આર્થિક અસમાનતા વધારી દીધી છે. લાયસન્સ પરમીટ ક્વોટાના અર્થતંત્રને ઠોકરે મારીને ભારતે ઇ.સ. ૧૯૯૧ પછી પ્રગતી કરી છે. ભારતની સરકારે તે કોંગ્રેસની હોય કે બીજેપીની હોય હવે છથી સાડા છ ટકાના સરાસરી આર્થિક વૃદ્ધિ દરે અને સાથે સાથે ફુગાવાને કાબુમા રાખીને આર્થીક પ્રગતિ કરવાની કળા શીખી લીધી છે. અમેરીકા જે સામાન્ય રીતે ૩ ટકાના સરાસરી આર્થિક વૃદ્ધિદરે વિકાસ કરે છે. (જો કે તેઓ જીડીપીનો બેઝ પ્રચંડ હોવાથી તેનો ત્રણ ટકા વૃદ્ધિદર પણ પુષ્કળ મોટી રકમ દર્શાવે છે) તેની સરખામણીમા ભારતનો છથી સાડા છ ટકાનો સરાસરી આર્થિક વૃદ્ધિ દર બે ગણાથી પણ કાંઇક વધારે છે પરંતુ ભારતનો જીડીપીનો બેઝ ઘણો નાનો છે એટલે તેની માથાદીઠ સરાસરી આવકમા નાટયાત્મક વધારો જોવા મળતો નથી. એક જમાનામાં ભારત સોશીયાલીસ્ટીક પેટર્ન ઓફ સોસાયટીમા માનતું હતું પરંતુ સમાજવાદ શબ્દ હવે એટલો લપટો પડી ગયો છે કે તેનો કોઈ ચોક્કસ અર્થ હવે રહ્યો નથી. હીટલર પણ પોતાને નાઝી એટલે કે નેશનલ સોશીયાલીઝમનો પ્રવક્તા ગણતો હતો.

માનવ ક્રૂરતાનો પર્યાય સામ્યવાદ : સામ્યવાદે સડસડાટ આર્થિક પ્રગતિ કરી પણ તેમ કરવામા તેણે લોકશાહીને કચડી નાખી. સામ્યવાદી દેશોમાં ક્રૂર સત્તાધારીઓએ લોકોની સત્તા પડાવી લીધી અને હવે રશિયામા પુટીન, ચીનમા શીજીનપીંગ અને ઉત્તર કોરિયામા કીમ જોંગ ઉન જીવનભરની સત્તા પર બેસી ગયા છે. ડાબેરી અર્થકારણ ઝડપી પ્રગતી કરી શકે છે પરંતુ તે કર સામ્યવાદી ડીકટેટર્સ ઉભા કરે છે અને આર્થિક સમાનતાના સિધ્ધાંતની ક્રૂર મશ્કરી કરીને અનેક અબજોપતિઓ પણ પોતાના દેસમા ઊભા કરે છે. સામ્યવાદી સરકારોની ક્રૂરતા જોઇને જગતમા ડાબેરી અર્થકારણ માટે લોકોમાં ધીક્કારની લાગણી ઊભી થઇ છે. જેના એક પરીણામરૂપે ૧૯૯૧માં સોવિયેટ રશિયાનું વિઘટન થઇ ગયું અને ઉત્તર વીયેતનામ અને દક્ષિણ વીયેતનામ એક થઇ ગયા અને અફઘાનીસ્તાનમાંથી સોવિયેટ રશિયાને જવુ પડયું અને જગતમા ડાબેરી રાજ્યવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા માટે એટલો વિરોધ ઊભો થયો કે હવે જગતમા તેના પ્રતિભાવ રૂપે જમણેરી મોજુ ફરી વળ્યું છે.

જમણેરી મોજું : જગતમા જમણેરી મોજુ પણ અનેક પ્રકારના હોય છે ેજને રાઇટ (જમણેરી, ફાર રાઇટ (વધુ જમણેરી) અને એક્સ્ટ્રીમ રાઇટ (અત્યંત જમણેરી) કહેવામાં આવે છે. જગતમા જમણેરી મોજુ અનેક બાબતો પર રચાય છે.

અમેરીકન વર્લ્ડ ઓર્ડર તૂટવા માંડયો છે. ટ્રમ્પનું અમેરીકા ફોર અમેરીકન્સ ઓનલીનું સ્વપ્નુ તૂટવા માડયું છે. અમારા રાષ્ટ્રમાં અન્ય રાષ્ટ્રોના લોકો ઘૂસી ગયા છે જે અમારી સંસ્કૃતિનો નાશ કરે છે. અમારી વિચારસરણી જગતની મુક્તીદાતા છે અમે શ્રમીકોની ક્રાંતિ દ્વારા જગતના તે માન્યતા અતિરાષ્ટ્રવાદી અને અતિજમણેરી છે. સમગ્ર પશ્ચિમ યુરોપીયમા જમણેરી મોજુ ફરી વળ્યું છે. ગરીબો અને વંચિતોને તેમની ગરીબીમાથી કે વંચિતતામાથી મુક્ત કરી જગતમા પ્રોસેટેરીયન ડીક્ટેટરશીપ ઊભી કરીશુ જેમા શ્રમિકો કે મજૂરો જ સર્વસત્તાશાળી હોય અને તેઓએ રાજ ચલાવે ્ને સમાજ વર્ગવિહીન હોય એટલી માન્યતા આભાસી છે તેવી માન્યતા અને મૂડીવાદ દરેક નાગરીકને સ્વાતંત્ર્ય આપતો હોવાથી તે જગતની શ્રેષ્ઠ વિચારસરણી છે.