Get The App

20 વર્ષમાં ભારતને 500 વિમાનની જરૂર પડશે

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
20 વર્ષમાં ભારતને 500 વિમાનની જરૂર પડશે 1 - image

ભારતમાં એર પ્રવાસ વધતાં તેમજ ટાયર-ટુ અને ટાયર-થ્રી સીટીના કનેક્શન વધતાં આગામી ૨૦ વર્ષમાં ૫૦૦ જેેટલા નવા વિમાનોની ખરીદ કરવાની જરૂર પડશે. એટલેજ મોટી કંપનીઓ એવિયેશન ઉદ્યોગમાં રોકાણ કરવાનું પ્લાનીંગ કરી રહી છે. એક અહેવાલ અનુસાર ભારતમાં મેટ્રો સિટીના રૂટ  સાત ટકા જેટલા વધી રહ્યા છે. તેના કારણે ૯૦ બેઠકો વાળા અને ૧૧૪ બેઠકો વાળા  વિમાનો ડોમેસ્ટીક રૂટ માટે જોઇશે. ડોમેસ્ટીક સ્તરે ફ્લાઇટમાં જનારાની સંખ્યા વધી છે તેમજ તેનો ઉપયોગ હવે અનિવાર્ય બની રહ્યો છે. એક તરફ નવા એરપોર્ટ બની રહ્યા છે ત્યારે બીજી તરફ નવા વિમાનોના ઓર્ડર અપાઇ રહ્યા છે

યમુના એક્સપ્રેસ પરની જમીનોના ભાવો ઉછળ્યા

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન થઇ ગયું છે. તેના પગલે યમુના એક્સપ્રેસ પરની જમીનોના ભાવો ઉછળ્યા છે.  કહે છેકે માત્ર પાંચ વર્ષમાં ખાલી પ્લોટના ભાવો માં ૫૦૦ ટકા અને એપાર્ટમેન્ટના ભાવોમાં  ૧૫૮ ટકાનો વધવાની સંભાવના છે. જેને એનસીઆરનું ઇન્વેસ્ટમેન્ટ હબ કહે છે. ૨૦૨૦થી ૨૦૨૫ દરમ્યાન યમુના એક્સપ્રેસ હાઇવેનો ગ્રોથ નોંધપાત્ર રીતે આગળ વધ્યો છે. યમુના એક્સપ્રેસ હાઇવે પરની સંપત્તિમાં રોકાણ કરનારાને ૫૦૦ ટકા ઉછાળાનો સીધો લાભ મળ્યો છે. દૂરંદેશી રોકાણકારોને ખબર હતી કે એરપોર્ટનું ઉદ્દધાટન થશે એટલે જમીનના ભાવો ઉંચકાશે. એરપોર્ટનું કામ સમયસર પુરૂં થતા રોકાણકારોને જબ્બર ફાયદો થયો હતો.

20 વર્ષમાં ભારતને 500 વિમાનની જરૂર પડશે 2 - image

સોનું v/s પીંક ડાયમન્ડ

ટોપના લકઝરી ઇન્વેસ્ટમેન્ટમાં પીંક ડાયમન્ડ ટોપ પર આવે છે. લકઝરી આઇટમોમાં રોકાણ કરનારા એટલે કે હાઇ નેટવર્થવાળા લોકો પીંક ડાયમન્ડમાં વધુ રોકાણ કરે છે. ૨૦૦૫થી પૈસાદારોનું ડાર્લીંગ પીંક ડાયમન્ડ છે તેના કારણે તેના વેચાણમાં ૩૯૧ ટકાનો ઉછાળો નોંધાયો છે. વ્હાઇટ ડાયમન્ડ કરતા પીંક ડાયમન્ડનો ભાવ ૫૦ ગણો વધારે હોવાનું માનય છે. લકઝરી ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ હાઇ નેટવર્થ વાળા લોકો સાથે સંકળાયેલું છે. પીંક ડાયમન્ડની તીવ્ર અછત હોવાના કારણે તેના ભાવ અને ડિમાન્ડ વધ્યા છે. નવેમ્બર ૨૦માં ઓસ્ટ્રેલિયા ખાતેની ડાયમન્ડની ખાણ બંધ થતા તેના ભાવ વધ્યા છે.ત્યાંથી પીંક ડાયમન્ડનો ૯૦ ટકા સપ્લાય આવતો હતો. ટૂંકમાં પીંક ડાયમન્ડ હાઇનેટવર્થવાળાની પસંદ પીંક ડાયમન્ડ છે.