- પુત્ર અગ્નિવેશનું અમેરિકામાં અચાનક થયેલા અવસાન બાદ વેદાંત ગૃપના ચેરમેન અનિલ અગ્રવાલે ૭૫ ટકાથી વધુ સંપત્તિનું દાન કરી દેવાની જાહેરાત કરી છે
- કોર્પોરેટ પ્લસ- ગણેશ દત્તા
- વેદાંત ગૃપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્રના મૃત્યુબાદ સેવાના કામ ઉપરાંત વધુ ધાર્મિક બની ગયા હોય એવા વીડિઓ જોવા મળે છે.
- અનિલ અગ્રવાલ એક વીડિઓ પર રાધે.. રાધે બોલીને નાચતા બતાવાયા છે. પુત્ર વિયોગે અનિલ અગ્રવાલને દાનવીર બનાવી દીધા છે.
ભારતમાં દાનવીરોની યાદી બહુ લાંબી છે. દેશમાં મુંબઇમાં સૌથી વધુ દાનવીરો જોવા મળ્યા છે. જેમની પાસે અબજો રૂપિયા છે પરંતુ ઓછી સંપત્તિ હોય તેવા લોકો પણ જ્યારે પોતાના માટે કરકસર કરીને દાન આપે ત્યારે તે દાન ગુણગાન ગાવાને પાત્ર બને છે.
એટલેકે છ મુદ્દા દાનમાં માને છે. જેમાં સૂર્ય, ચન્દ્ર, ગાઢ જંગલ, નદીઓ, ગાય અને સજ્જન લોકો(દાનવીરો)...
વેદાંત ગૃપના ચેરમેન અનિલ અગ્રવાલે તાજેતરમાં તેમની ૭૫ ટકા સંપત્તિનું દાન કરવાની જાહેરાત કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમના પુત્ર અગ્નિવેશનું અમેરિકામાં અચાનક થયેલા અવસાન બાદ તેમણે એક લાગણી સભર પોસ્ટ લખીને જાહેર કર્યું હતું કે તેમના ૭૫ ટકાથી વધુ સંપત્તિનું તે દાન કરી દેશે.
ભારતની કંપનીઓ કરોડો રૂપિયાનું દાન કરે છે. તેમની આવકમાંથી કેટલોક ભાગ તે દાન પાછળ વાપરે છે. કોર્પોરેટ કંપનીઓ પોતાના સેવા કન્દ્રો અને ફાઉન્ડેશનો માટે ફેમિલી ટ્રસ્ટ ઉભા કરે છે. અનેક કંપનીઓ પોતાના સ્ટાફના સંતાનો માટે શિક્ષણ માટેની લોન વગેરેની સવલતો ઉભી કરી આપે છે.
વેદાંત ગૃપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્રના મૃત્યુબાદ સેવાના કામ ઉપરાંત વધુ ધાર્મિક બની ગયા હોય એવા વિડીયો જોવા મળે છે. અનિલ અગ્રવાલ એક વિડિયોમાં પર રાધે.. રાધે બોલીને નાચતા બતાવાયા છે. પુત્ર વિયોગે અનિલ અગ્રવાલને દાનવીર બનાવી દીધા છે. ૭૫ ટકા સંપત્તિનું દાન અધ..ધ..ધ કહી શકાય.
ભારતમાં અનેક કંપનીઓ સમાજ પ્રત્યેની કંપનીઓની જવાબદારી સમજીને વિવિધ સ્તરે દાન આપે છે. મોટા ભાગે તે શિક્ષણ અને હેલ્થની સવલતોની દિશામાં જતું જોવા મળે છે.
ઘણીવાર એમ થાય છેકે જો વિશ્વના ટોચના ૧૦ અબજો પતિઓ તેમની અડધી સંપત્તિનું પણ દાન કરે તો અનેક ગરીબ લોકોનું જીવન સુખમય બની જાય. જોકે આવી વાત સપનાં સમાન કહી શકાય છતાં જો તે શક્ય બને તો વિશ્વના ટોપટેન અબજો પતિઓની અડધી સંપત્તિ દોઢ ટ્રિલીયન ડોલર જેટલી થાય. પહેલી નજરે આ એક ગલ્લા ટોક લાગે પરંતુ જો એવું બને તો વિશ્વની અનેક સમસ્યાનું નિવારણ આવી શકે.
આજે જ્યારે ડોલર સામે રૂપિયા ૯૧ને વટાવી ચૂક્યો છે ત્યારે દોઢ ટ્રિલીયન ડોલર એટલે અંદાજે ૧૧૩.૨૪ લાખ કરોડ રૂપિયા થાય. એટલેકે ભારતના ૨૦૨૬-૨૭ના પ્લાન કરતાં બમણાં પૈસા થયા. ઝુંપડાવાસીઓને પોતાના પાકા ઘર મળી જાય, સ્કુલોમાં મફત શિક્ષણ મળી જાય. વિશ્વ ગરીબીની સમસ્યાથી ઘેરાયેલું છે. આ સમસ્યાને નિવારવા બહુ મોટો ટેકો મળી રહે.
વૈશ્વિક સ્તરની વાત કરીયેતો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર ભવિષ્યમાં રોગચાળો ના ફેલાય તે માટેની સ્વચ્છતાની વ્યવસ્થા માટે વર્ષે ૩૧ અબજ ડોલરની જરૂરીયાત રહે છે.
વિશ્વમાં પ્રચલિત એવા ઓક્સફામ રિપોર્ટની વાત કરીયેતો ૨૦૨૫માં અબજો પતિની સંપત્તિમાં ૧૬ ટકા જેટલો વધારો થયો છે. મોટાભાગના અબજોપતિની સંપત્તિ રોકડમાં નહીં પણ શેર્સમા રહેલી હોય છે. આવા શેર્સ ત્વરીત વેચીને રોકડ ઉભી કરી શકાતી નથી.
ભારતના અનેક અબજો પતિએ દેશના સામાજીક ઉત્કર્ષ માટે દાન આપીને દાનવીરોની યાદીમાં પોતાનું નામ ચમકાવ્યું છે. આ દાનવીરોે હેલ્થકેર,શિક્ષણ અને રોજગારી ઉભી કરવાના પ્રોજેક્ટમાં બહુ મોટો ફાળો આપ્યો છે. પૈસા કમાવવા બહુ દોડધામ કરતા અને સમાજનું શોષણ કરતા લોકો અબજો રૂપિયાની સંપત્તિ લઇને શું કરશે? મૃત્યુ પછીતો બધું ્અહીંજ પડી રહેવાનું છે એ હકીકત હોવા છતાં લોકો સંપત્તિ વધારવા અને ટકાવી રાખવા આડા તેડાં ધંધા કરે રાખે છે. દાનની ભાવના સંસ્કાર અને જીવનના અનુભવો સાથે વણાયેલી છે.
ભારતમાં દાનવીરોની યાદી બહુ લાંબી છે. દેશમાં મુંબઇમાં સૌથી વધુ દાનવીરો જોવા મળ્યા છે. જેમની પાસે અબજો રૂપિયા છે તેમાંથી તે ૭૫ ટકાનું દાન કરે તે બહુ અસરકર્તા નથી હોતું પરંતુ ઓછી સંપત્તિ હોય તેવા લોકો પણ જ્યારે પોતાના માટે કરકસર કરીને દાન આપે ત્યારે તે દાન ગુણગાન ગાવાને પાત્ર બને છે.
ધાર્મિક સ્થળો પર અને શહેરમાં ચાલતા કેટલાક અન્નક્ષેત્રો કોઇને ભૂખ્યા સૂવા દેતા નથી. તે તમામ નાના મોટા દાનવીરોના પૈસાથી ચાલતા હોય છે. પદ્મ ભૂષણ શિવ નાદર જે નામાંકીત એચસીએલ કંપનીના ફાઉન્ડર છે તે શિવનાદર ફાઉન્ડેશન ચલાવે છે જે ગામડાના છેાકરાઓને શિક્ષણ માટે સ્કોલરશીપ આપે છે.
રીલાયન્સના મુકેશ અંબાણીના પત્ની નિતા અંબાણીના વડપણ હેઠળ ચાલતું રીલાયન્સ ફાઉન્ડેશન અવાર નવાર જંગી દાન કરતું હોય છે.ગયા વર્શે કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત માટે ૭૧ કરોડનું દાન કર્યું હતું.
ફાર્મા અને હેલ્થકેરમાં સ્પેશયાલીસ્ટ કહી શકાય એવી પિરામલની ફાર્મા કંપનીને એબોટ લેબોરેટરીએ ૩.૮ અબજ ડોલરમાં ખરીદી લીધા બાદ પિરામલ ગૃપે પિરામલ ફાઉન્ડેશન હેઠળ હેલ્થકેર,શિક્ષણ અને ગામડામાં લોકોને વધુ સવલતો ભરી જીંદગી જીવવા મળે તે માટેના દાન અને નવા પ્રોજેક્ટ હાથમાં લઇ રહી છે. આ ફાઉન્ડેશનમાં અજય પિરામલના પત્ની સ્વાતિ વાઇસ ચેરમેન છે અને સંતાનો નંદિની અને આનંદ બોર્ડ પર છે. તેમની કંપનીના નેટવર્થ ૪૨૦ કરોડ છે અને તેમણે ૨૦૦ કરોડ દાનના કામ માટે ફાળવ્યા છે.
દેશની નામાંકીત આઇટી કંપની વિપ્રોના અઝિમ પ્રેમજી પણ દાનવીર છે. ટાઇમ મેગેઝિનના ૧૦૦ મોસ્ટ ઇન્ફલ્યુએન્શ્યલ પીપલની યાદીમાં આવતા વિપ્રોના અઝિમ પ્રેમજીની નેટવર્થ ૪૮૦ કરોડ રૂપિયા છે અને કંપનીએ ૧૧૩ કરોડ રૂપિયા સેવાના બજેટમાં ફાળવ્યા છે. અત્યાર સુધીમાં અઝિમ પ્રેમજીએ ૨૦૧૩માં બિલગેટ્સ અને વોરેન બફેટે તેમની અડધી સંપત્તિ દાનમાં આપવાની જાહેરાત કરી હતી. અદી ગોદરેજ અને તેમના ફેમિલીએ ૯૬ કરોડનું દાન કર્યું છે. ગોદરેજ ગૃપના ચેરમેન વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડને ૨૦૧૧થી દાન આપી રહ્યા છે. તેમના ગૃપના ૨૫ ટકા શેર્સ ગોદરેજ ફાઉન્ડેશન અને ગેદરેજ મેમોરીયલ ટ્રસ્ટને ફાળવેલા છે.
અદાણી ગૃપના ગૌતમ અદાણીએ પણ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ અને ભદ્રેશ્વરમાં અદાણી વિધ્યા મંદિર ઉભા કર્યા છે અને અહેવાલો અનુસાર ૩૦૦ જેટલી સરકારી સ્કુલોને મદદ પહોંચાડે છે.
મૂળ કેરળના અને યુએઇમાં સ્થાયી થયેલા ૬૩ વર્ષના યુસુફ અલીને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. વિદેશમાં તેમના ૧૭૦ જેટલા શોપિંગ મોલ છે.
ગુજરાતમાં ધરતી કંપ અને કાશ્મીરમાં પુર વખતે તેમણે ઉદાર હાથે ફાળો આપ્યો હતો. તે લુલુ ગૃપ ઇન્ટરનેશનલના ચેરમેન છે.
ગુજરાતના સુરત ખાતેના સવજી ધોળકીયાથી સૌ પરિચીત છે. તેમની ૩૮૦ કરોડની નેટવર્થમાંથી તેમણે ૪૦ કરોડનું દાન અપાયું છે અને તે સતત દાનની સરવાણી વહેતી રાખે છે. તેમની એક્સપોર્ટ કંપનીનું નામ હરિકૃષ્ણા એન્ટરપ્રાઇસ છે. ગયા વર્ષના ડિસેમ્બરમાં તેમણે ૭૮ યુગલોના સમુહ લગ્ન કરાવ્યા હતા.
ટાટા સન્સનું ટાટા ફિલાન્થ્રોપીક એલાઇડ ટ્રસ્ટ પણ વિવિધ ક્ષેત્રે દાન આપે છે. કંપની વિદેશમાં શિક્ષણ માટેની પણ લોન આપે છે.
આપણે ત્યાં કંપનીઓની સોશ્યલ રિસ્પોન્સિબીલીટીની વાતો થાય છે. અનેક કંપનીઓ સમાજીક ઉત્કર્ષ માટે અલગ ભંંડોળ રાખે છે પરંતુ કેટલીક કંપનીઓ પોતાના કૌટુંબીક ટ્રસ્ટ ખોલીને પોતાના પ્રોજેક્ટના લોકોનેજ તેમાં સમાવેશ કરાય છે. ઓવરઓલ સમાજને મદદ પહોંચે તેવા વિચાર ભાગ્યેજ તેમના મનમાં આવતા હોય છે. આમ કંપનીનો પૈસો કંપનીમાં જ ગોળગોળ ફરતો જોવા મળેે છે. જોકે અંતેતો તે સાવ અજાણ્યાને મળતી મદદ સાબિત થાય છે.
કંપનીઓ તગડી કમાણી કરે છે પરંતુ જ્યારે સમાજ ઉત્કર્ષમાં તેમનો ફાળો આપવાની વાત આવે છે ત્યારે તે નજીવો ફાળો આપીને સરકી જાય છે. જોકે મોટી અને નામાંકીત કંપનીઓ સામાજીક જવાબદારી સમજે છે અને વિવિધ રીસર્ચ પ્રોજેક્ટમાં પોતાનો ફાળો આપે છે.


