Get The App

GSTના કોઈ વેપારીએ GST બાબતે GSTના વકીલની સલાહ લીધી હોય તોય GST લાગે, બોલો!!

Updated: Jun 3rd, 2024

GS TEAM

Google News
Google News
GSTના કોઈ વેપારીએ GST બાબતે GSTના વકીલની સલાહ લીધી હોય તોય GST લાગે, બોલો!! 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- એક એકલો એડવોકેટ અથવા ગ્રુપમાં એડવોકેટ્સ કે કોઈ કંપની બનાવી હોય અને એમાં કોઈ પણ પ્રકારની લીગલ સેવા આપવામાં આવે તો જીએસટીની રીતે કોષ્ટક મુજબ ચકાસણી કરવાની રહે

જી એસટી કર-પ્રણાલી હેઠળ લીગલ સર્વીસીસની વેરા-પાત્રતાને લગતી જોગવાઈઓનો ક્રમ જોઈએ તો સૌ પ્રથમ જાહેરનામા ક્રમાંક ૧૨/૨૦૧૭ તારીખ ૨૮.૬.૧૭ ના રોજ થયેલ અને તેમાં એન્ટ્રી ૪૫ હેઠળ Tribunal દ્વારા અપાતી સેવાઓ અને વકીલો મારફત અપાતી કેટલીક સેવાઓને જીએસટી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ હતી.આર. સી. એમ એટલે કે રિવર્સ ચાર્જ મિકેનિઝમ માટે તારીખ ૨૮.૬.૧૭ નારોજ થયેલ૧૩/૨૦૧૭નંબરનું એક જાહેરનામું પણ બહાર પડયું છે. તે મુજબ taxable territoryમાં આવેલ વેપારીને RCM પદ્ધતિએ GST ભરવાનો થાય. સામાન્ય રીતે માલ કે સેવાનો સપ્લાય કરનારે વેરો ભરવાનો હોય છે પરંતુ RCM વાળા કિસ્સાઓમાં માલ કે સેવા રીસીવ કરનારની વેરો ભરવાની જવાબદારી કાયદાએ નક્કી કરેલ છે.  ત્યારબાદ જાહેરનામા ક્રમાંક ૨/ ૨૦૧૮ તા. ૨૫.૦૧.૨૦૧૮થી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને અન્ય સરકારી કચેરીઓને જો લીગલ સેવાઓ આપવામાં આવે તો જીએસટી નહીં લાગે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. છેલ્લે રિપ્રેઝન્ટેશનની સેવાઓ (કોર્ટ કે પંચ અથવા અન્ય સત્તા સમક્ષ રજૂઆતની સેવાઓ) અને અન્ય સેવાઓને લગતી  મૂંઝવણ દૂર કરવા માટે એક પરિપત્ર ક્ર : ૨૭.૦૧.૨૦૧૮-GST, F.No.354/107/2017-TRU તા : ૦૪.૦૧.૨૦૧૮ના રોજ કરવામાં આવેલ છે. જેમાં મુદ્દા ક્ર-૭માં સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે, “In case of legal services including representational services provided by an advocate including a senior advocate to a business entity, GST is required to be paid by the recipient of the service under reverse charge mechanism, i.e. the business entity”. આપણે વિગતવાર જાણીએ.

જાહેરનામા ક્રમાંક ૧૨/૨૦૧૭ તારીખ ૨૮.૬.૧૭ માં આપેલ વ્યાખ્યાઓ : 

2(b) “advocate” has the same meaning as assigned to it in clause (a) of sub-section (1) of section 2 of the Advocates Act, 1961 (25 of 1961);

2(zm) “legal service” means any service provided in relation to advice, consultancy or assistance in any branch of law (Income tax, GST, Customs, IPC, Civil law, Patents, IPR, family disputes, વગેરે) in any manner and includes representational services (જેમ કે, રૂબરૂ હાજર રહીને રજૂઆત કરવી, સુનાવણીમાં હાજર રહેવું) before any court, tribunal or authority;

(zzd) “Senior advocate” has the same meaning as assigned to it in section 16 of the Advocates Act, 1961 (૨૫ of  ૧૯૬૧)

એક એકલો એડવોકેટ અથવા ગ્રુપમાં એડવોકેટ્સ કે કોઈ કંપની બનાવી હોય અને એમાં કોઈ પણ પ્રકારની લીગલ સેવા આપવામાં આવે તો જીએસટીની રીતે કોષ્ટક મુજબ ચકાસણી કરવાની રહે :

The Institute of Chartered Accountants of India (ICAI) ના પ્રમુખે જણાવ્યા મુજબ ભારતમાં હાલ CA ની સંખ્યા ૪ લાખથી વધુ છે જયારે વર્ષ ૨૦૪૭ માં ભારતને ૩૦ લાખ જેટલા CA ની જરૂર પડશે. ઉપર જણાવેલ તમામ જાહેરનામા, વ્યાખ્યા 2(zm) અને પરિપત્રોમાં કોઈપણ જગ્યાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી કે કોસ્ટ એકાઉન્ટન્ટને જીએસટી ભરવામાંથી મુક્તિ આપેલી હોય તેવો કોઈ ઉલ્લેખ નથી. તેથી જો CA, CS અને કોસ્ટ એકાઉન્ટન્ટ કે CWA જો કોઈ બિઝનેસ એનટીટીને કાયદાકીય સલાહ આપે અથવા સેવા આપે તો અન્ય સેવા પૂરી પાડનારાની જેમ આવા લોકોએ પૂરી પાડેલ સેવાઓ FCM મુજબ વેરાપાત્ર થાય કારણકે વેરા-મુક્તિ કે RCMના જાહેરનામાં તેમની સેવાઓ આવરી લેવામાં આવેલ નથી. Legal Servicesના અન્ય તમામ કિસ્સામાં પણ બિઝનેસ એનટીટીને આરસીએમ મુજબ જીએસટી ભરવાનો થાય છે. તેથી કાયદાની જોગવાઈઓ સમાનપણે રાખેલ જણાય છે. બીજું કે RCM હોય કે FCM, વેરાનું ભારણ તો સેવા મેળવનાર પર આવે છે. જો કે FCMના કિસ્સામાં સેવા પૂરી પાડનારને પણ ITC મળશે.

ઉદાહરણો :

૧. SEWA નામની સંસ્થામહિલાઓ માટે એક નવી કંપની શરૂ કરવા માંગે છે અને એક મહિલા એડવોકેટની સેવાઓ લે છે.

જ: આ કિસ્સામાં સેવાઓ તો લીગલ સર્વિસીસનો ભાગ છે પરંતુ બિન-નોંધાયેલ બિઝનેસ એનટીટી છે, જીએસટી નહીં લાગે.  

૨. રૂ ૮૦ કરોડનું ternover  ધરાવતું ગુજરાતનું એક ઉદ્યોગ-ગૃહ GSTના એક કોર્ટ કેસ માટે એક એડવોકેટની સલાહ લે છે. પરંતુ કેસમાં કાયદાકીય રીતે ઘણી ગૂંચો હોઈ આ એડવોકેટ અન્ય એક સીનીયર એડવોકેટની સેવાઓ લે છે. વેરાની સ્થિતિ શું થશે?

જ: અહી બે ભાગમાં સેવા પૂરી પાડવામાં આવી છે. એક : વેપારી અને એડવોકેટ. આ કેસમાં RCM પ્રમાણે વેરો ભરવાની જવાબદારી ઉદ્યોગ-ગૃહની થશે. બે : સીનીયર એડવોકેટે, જે સેવા એડવોકેટને આપી તેના પર FCM પ્રમાણે સીનીયર એડવોકેટે, એડવોકેટ પાસેથી tax invoice થકી વેરો ઉઘરાવીને સરકારમાં ભરવાનો થાય. 

૩.એક્સ-વાય-ઝેડ નામની એક લિમિટેડ કંપનીનું turnover ત્રણ કરોડ છે અને આ કંપનીએ જીએસટીના રિટર્ન ફાઇલિંગ અને રિફંડ માટે એક એડવોકેટની સેવાઓ લીધેલ છે. આ કેસમાં વેરાની પરિસ્થિતિ શું થશે?

જ : કંપનીએ માંગેલ સેવાઓ લીગલ સર્વીસીસની વ્યાખ્યામાં છે. જાહેરનામા ક્ર : ૧૨/ ૨૦૧૭ તારીખ ૨૮.૬.૧૭ મુજબ તે વેરામુક્ત નથી અને આવી સેવાઓ આરસીએમના જાહેરનામા ક્રમાંક ૧૩/૨૦૧૭તારીખ ૨૮. ૬. ૧૭ હેઠળ છે તેથી આ કંપનીએ આરસીએમ પદ્ધતિથી જીએસટી ભરવાનો થાય.

૨. ઉક્ત પ્રશ્નમાં જો એડવોકેટની જગ્યાએ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ કે કંપની સેક્રેટરી સેવા આપે તો વેરાકીય બાબતમાં શું ફેરફાર થશે?

જ : સેવાઓ લીગલ સર્વીસીસ છે.વેરા મુક્તિના/આરસીએમના જાહેરનામામા નથી. ચાર્ટર્ડ એકાઉન્ટ કે કંપની સેક્રેટરીએ FCM મુજબ વેરો ભરવાનો થાય.

૪. 'એ' નામની વ્યક્તિએ એક સિનિયર એડવોકેટ તરીકે બહુ રાષ્ટ્રીય કંપની 'એબીસી'ના માલિકને રિપ્રેઝન્ટેશનની સેવાઓ આપેલ છે. આ કેસમાં જીએસટીની વેરાકિય જવાબદારી શું થશે?

જ : વ્યક્તિગત સેવાઓ મેળવવામાં આવેલ હોઈ જાહેરનામા પ્રમાણે વેરામુક્ત થશે.

Tags :