Get The App

સોલાર પાવરની યોજનાનો ગુજરાત સરકારે અધકચરો અમલ કર્યો

Updated: Mar 16th, 2025

GS TEAM

Google News
Google News
સોલાર પાવરની યોજનાનો ગુજરાત સરકારે અધકચરો અમલ કર્યો 1 - image


- એન્ટેના - વિવેક મહેતા

- સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પાવર યોજનાના સાહસિકોને રૂ.૨૨૦૦ કરોડનું નુકસાન થતાં મામલો જર્કમાં પહોંચ્યો

સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટેડ સોલાર પાવર-એસએસડીએસપીની યોજનામાં અરજી કરનારોને યુનિટદીઠ રૂ. ૨.૮૩ આપવા માટેનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ ક્યા બાદ યુનિટદીઠ ભાવમાં ડુપ્લિકેશન ઓફ સબસિડીનું કારણ આગળ કરીને સોલાર પાવરની યોજનામાં ભાગ દેવા તૈયાર થયેલા ૪૦૦૦ અરજદારોને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી. તેમાંથી ૩૫૦૦ જેટલા અરજદારોને યોજનામાંથી પાછા હટી જવાની ફરજ પાડનાર સરકારી તંત્રને ગુજરાત વીજ નિયમન પંચે નોટિસ આપીને ટેન્ડર મંજૂર કર્યા પછી યોજનામાં ફેરફાર કેમ કરવામાં આવ્યો તે અંગે સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે. આઠમી માર્ચ સુધીમાં આ અંગે ખુલાસો આપવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ વીજ કંપની કે ગુજરાત સરકાર વતીથી કોઈ જ હાજર થયું નહોતું.

૨૪મી ફેબ્રુઆરીએ આ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. સરકારના નિર્ણયને પડકારતી અરજી જર્કમાં પાર્થિક વિજય દવેએ કરી છે. અરજી નંબર ૨૪૫૨ ઓફ ૨૦૨૫ પાથવ દવેએ કર્યા બાદ જર્કે આઠ સંસ્થાઓને ખુલાસો કરવા આદેશ કર્યો છે. સરકારે ૪૦૦૦ જેટલા અરજદારોને યુનિટદીઠ રૂ. ૨.૮૩ આપવાનો અને કેપિટલ સબસિડી તરીકે રૂ. ૨૫થી ૩૫ લાખ આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ એકાએક યોજનામાં રિવર્સલ આવતા અરજદારોને અંદાજે રૂ. ૨૨૦૦ કરોડનું નુકસાન થયું હતું. કારણ કે સરકારે તમને અરજીઓ પાછી ખેંચી લેવાની ફરજ પાડી હતી. સરકાર તરફથી તે સમયે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે યુનિટદીઠ રૂ. ૨.૮૩ આપવાનું નક્કી કરવામાં આવ્યું તેમાં કેપિટલ અને વ્યાજની સબસિડીના લાભ મળે છે, તેથી બમણા લાભ તરીકે વ્યાજની સબસિડી મળી શકે જ નહિ. સરકારની આ જાહેરાતને પરિણામે અરજી કરનારાઓના તમામ ગણિતો ફરી જતાં તેમને નુકસાન જાય તેમ લાગતા તેમણે પારોઠના પગલાં ભર્યા હતા. સોલાર પાવરથી પેદા થતી વીજળીના યુનિટદીઠ રૂ. ૨.૮૩ના ભાવમાં ૨૦ પૈસા વ્યાજની સબસિડીના હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. સોલાર પાવર માટેની તેમની ભાવની ફોર્મ્યુલાને ગુજરાત વીજ નિયમન પંચે જ માન્ય કરી હતી. તેથી આ પિટીશનની હિયરિંગ કરનાર જર્કે પોતે જ હવે તેની પોતાની ફોર્મ્યુલા અંગે ખુલાસો કરવો પડશે.

ગુજરાત વીજ નિયમન પંચે ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી, ઉદ્યોગ અને ખાણ ખાતા, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમને મેનેજિંગ ડિરેક્ટર,, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત વીજ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર્સને ૨૪મી ફેબ્રુઆર ૨૦૨૫ના નોટિસ પાઠવીને ટેન્ડર ભરાયા પછી ડુપ્લિકેશન ઓફ સબસિડી કઈ રીતે આવી તે સમજાવવા જણાવ્યું છે. 

Tags :