Get The App

ચોખામાં સરકારી ખરીદી નવા વર્ષમાં વેગ પકડશે

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
ચોખામાં સરકારી ખરીદી નવા વર્ષમાં વેગ પકડશે 1 - image

- ઊભી બજારે-દિલીપ શાહ

- અમેરિકા તરફ થતી બાસમતી ચોખાની નિકાસ પર અસર પડવાની બતાવાતી ભીતિ

દેશના ચોખા બજાર તથા ઉદ્યોગ માટે તાજેતરમાં વિતેલા વર્ષમાં પ્રવાહો પલ્ટાતા રહ્યા હતા. હવે નવા વર્ષના આરંભ વચ્ચે હવે બજારની નજર બદલાતા નવા સમીકરણો પર રહી છે. અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પના આગમંન પછી છાશવારે બદલાતી ટેરીફ નિતીના પગલે દેશના ચોખા બજારના ખેલાડીઓમાં અજંપો જોવા મળ્યો છે.  ત્યારે વિશ્વના અનવાજ બજારોમાં પણ અજંંપો દેખાયો હતો. દરમિયાન, ભારતમાં સરકાર દ્વારા ચોખાની ખરીદી તાજેતરમાં દિવાળી પૂર્વે નોંધપાત્ર વદી હોવાના સમાચાર મળ્યા હતા. ઓકટોબરના પ્રથમ પખવાડિયામાં ચોખાની આવી ખરીદી વધી આશરે ૪૮થી ૪૯ લાખ ટન આસપાસ થયાનના વાવડ મળ્યા હતા.  આવી ખરીદી આશરે ૧૭૨૪૦થી ૧૭૨૫૦ કરોડ આસપાસ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. અનાજ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ પંજાબ તથા હરિયાણામાં ચોખાની સપ્લાય વહેલી શરૂ થઈ છે. દિવાળી પૂર્વે સરકાર દ્વારા ચોખાની આવી ખરીદી દૈનિક ધોરણે પાંચ લાખ ટન આસપાસ સરેરાશ નોંધાઈ છે.

દિવાળી પછી હવે નવા વર્ષના આરંભ સાથે સરકાર દ્વારા ચોખાની આવી ખરીદીમાં  વધુ વેગ આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  હવે પછી પંજાબ તતા હરિયાણા ઉપરાંત  દેશના અન્ય ચોખા ઉત્પાદક રાજ્યોમાં પણ આવકો વધવાની તથા સરકારની ખરીદી વધવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાં ચોખાની માર્કેટિંગની મોસમ ઓકટોબર મહિનાથી શરૂ થાય છે.આ વર્ષે જો કે પંજાબ તતા હરિયાણામાં સરકારે સપ્ટેમ્બરના મધ્યભાગથી ચોખાની (ડાંગરની) ખરીદી કરવા માટે સરકારી એજન્સીઓને મંજૂરી આપી હતી. દેશમાં સરકારને સૌથી વધુ પ્રમાણમાં ચોખા પંજાબ રાજ્ય આપે છે. તથા આ વર્ષે ૧૬મી ઓકટોબર સુધીમાં સરકારને પંજાબ ખાતેથી આશરે ૧૮ લાખ ૪૫થી ૫૦ હજાર ટન ચોખાની પ્રાપ્તી થઈ હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. આ આંકડો ગયા વર્ષે આશરે પાંચ લાખ ૪૦થી ૪૫ હજાર ટનનો નોંધાયો હતો એ જોતાં આ વર્ષે પંજાબમાંથી સરકારની આવી ખરીદી આશરે ત્રણ ગણાથી પણ વધુ થઈ છે. દરમિયાન, હરિયાણામાં સરકારની આવી ખરીદી ગયા વર્ષના ૧૫ લાખ ટનથી વધી આ વ ર્ષે ૨૩ લ ાખ ટનતી વધુ થઈ છે. જે ૫૦થી ૫૫ ટકાની વૃદ્ધી દર્શાવે છે દરમિયાન, આ ગાળામાં તામિલનાડુમાંથીી સરકારની ચોખાની ખરીદી  વદી આશરે પાંચ લાખ ૯૦થી ૯૫ હજાર ટન થઈ છે. જે ગયા વર્ષે આ ગાળામાં ૨ લાખ ૩૦થી ૩૫ હજાર ટન નોંધાઈ હતી. આ ગાળામાં સરકારની કુલ ખરીદી ૨૨ લાખ લસ૯૦ હજાર ટનથી વધી ૪૮ લાખ ૪૫થી ૫૦ હજાર ટન થઈ છે દરમિયાન, ઉત્તરાખંડથી સરકારે આ ગાળામાં આશરે ૮૦ હજાર ટન ચોખાની પ્રાપ્તી થયાના વાવડ પણ મળ્યા હતા.

દેશમાં ખરીફ મોસમમાં ઉત્પાદીત ચોખાની ૨૦૨૫-૨૬ની મોસમમાં કુલ ૪૬૩થી ૪૬૪ લાખ ટન ચોખાની ખરીદી કરવાના ટારગેટ  સરકારે બનાવ્યો હોવાનું સૂ૬ો જણાવી રહ્યા હતા. દરમિયાન, પંજબામાં અમુક વિસ્તારોમાં નવા ચોખામાં (ડાંગરમાં) ભેજનું પ્રમાણ વધુ આવી રહ્યાના વાવડ મળ્યા હતા.  અને તેના પગલે સરકારી એજન્સીઓ તથા ખેડૂતો વચ્ચે વાદવિવાદ પણ થયાના નિર્દેશો મળ્યા હતા. આ વર્ષે પંજાબથી ચોખાની ખરીદી ૧૧૬ લાખ ટન હરિયાણાથી ૩૬ લાખ થવાની શક્યતા સરકારી સૂત્રો બતાવી રહ્યા હતા. હવે નવેમ્બર મહિનાથી છત્તીસગઢ, ઓરિસ્સા તથા મધ્ય પ્રદેશમાં ચોખાની સરકાર દ્વારા ખરીદી શરૂ થવાની શક્યતા અનાજ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. આ વર્ષે દેશમાં ખરીફ મોસમમાં ચોખાના વાવવેતર હેઠળનો વિસ્તાર વધી આશરે ૪૪૧થી ૪૪૨ લાખ હેકટર્સ થયો છે જે ગયા વર્ષે ૪૩૫થી ૪૩૬ લાખ હેકટર્સનો નોંધાયો હતો. દરમિયાન, ભારતથી અમેરિકામાં થતી બાસમતી ચોખાની નિકાસ પર અસર પડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.