વિકસિત દેશો સાથેના ભારતના મુક્ત વેપાર કરારો દર્શાવે છે કે તે વેપાર અને રોકાણ માટે પસંદગીનું સ્થળ છે તેમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું. ભારતે ઓસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમીરાત અને ચાર દેશોના યુરોપિયન મુક્ત વેપાર સંગઠન સાથે વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે. તેણે યુકે સાથે પણ કરાર કર્યા છે. ચાર દેશોના યુરોપિયન મુક્ત વેપાર સંગઠનમાં સ્વિટ્ઝર્લન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટાઇનનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતે ઘણા વિકસિત દેશો સાથે મુક્ત વેપાર કરારો (FTA) કર્યા છે. હાલ યુએસ, ઈયુ, ચિલી, પેરુ, બ્રાઝિલ, ન્યુઝીલેન્ડ અને ઓમાન સાથે સક્રિય વાતચીત ચાલી રહી છે. દક્ષિણ અમેરિકન વેપાર બ્લોક MERCOSUR સાથે પ્રેફરન્શિયલ ટ્રેડ કરારોને તેના વર્તમાન સ્તરથી વિસ્તૃત કરવાની ચર્ચા કરી છે જેથી ભવિષ્યમાં ભારત તે બજારમાં મોટા પાયે પ્રવેશ કરી શકશે.
FTAથી ભારત રોકાણ, વેપાર માટે પસંદગીનું સ્થળ બન્યું


