Business Plus
અલનીનોના એંધાણ વચ્ચે વાવેતર ઘટવાની સંભાવનાથી ખાદ્યચીજોમાં તેજી તરફી મનોવૃત્તિ
By GS Team
27 Sep 20263 mins read
ખાદ્યચીજોની વધતી મોંઘવારીને નિયંત્રિત કરવા સરકારે પગલાં લીધા છે. 2026-27 અને 2027-28માં અપેક્ષિત ઉત્પાદન ન થવાની શક્યતાને પગલે, સરકારે ખાંડની 20-30 લાખ ટન આયાત કરવાની તૈયારી કરી છે. ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં 5-10%નો ઘટાડો કરાયો છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ઈસબગુલના વેપારો ફરી શરૂ થયા છે, જેમાં રાજસ્થાનથી વધુ આવક થઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info
ખાદ્યચીજોની વધતી મોંઘવારીને નિયંત્રિત કરવા સરકારે પગલાં લીધા છે. 2026-27 અને 2027-28માં અપેક્ષિત ઉત્પાદન ન થવાની શક્યતાને પગલે, સરકારે ખાંડની 20-30 લાખ ટન આયાત કરવાની તૈયારી કરી છે. ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં 5-10%નો ઘટાડો કરાયો છે. ઊંઝા માર્કેટયાર્ડમાં ઈસબગુલના વેપારો ફરી શરૂ થયા છે, જેમાં રાજસ્થાનથી વધુ આવક થઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- કોમોડિટી કરંટ
આજકાલ ખાદ્યચીજોના દિન પ્રતિ દિન સતત ઉછળી રહેલી મોંઘવારી સરકાર તથા પ્રજા માટે શિરદર્દ પ્રશ્ન બની ગયો છે. ફળો, શાકભાજી, ખાંડ, મસાલા, ખાદ્યતેલો, દાળો તેમજ અનાજ પણ હવે તેજીની લાઈનમાં છે. ઓગસ્ટમાં ખાંડના ભાવ વધારાના ઈસ્યૂને પહોચી વળવા માટે તાત્કાલિક ધોરણે દશ લાખ ટન ખાંડની ડયુટી મુક્ત આયાત કરવી પડી હતી. સરકારી પગલાંથી તેજીને બ્રેક લાગી પરંતુ બજાર આજે પણ સામન્ય લેવલથી ભયાનક દુકાળ પડવાની ચેતવણીઓ તથા આગાહીઓને લીધે ખાદ્યચીજોના ઉત્પાદન ઉપર ગંભીર અસરો થવાની વકી વર્તાઈ રહી છે. જેમાં શેરડી, મસાલા, શાકભાજી, તેલીબીયાં સહિત રવિ પાક ઉત્પાદન ઘટે તેવી શક્યતાઓને પગલે સરકાર હવે અગમચેતીના પગલાં લેવા માટે આગળ આવી રહી છે. વર્ષ ૨૦૨૬-૨૭ તથા ૨૦૨૭-૨૮ દરમ્યાન પણ ખાદ્ય ઉત્પાદન અપેક્ષિત રહે નહિ તો તેવા સમયે જરૂરિયાતમંદ ચીજોની આયાત માટે સરકારી અત્યારથી તૈયારીઓ પ્રારંભી છે. જેમ કે ખાંડમાં હાલનો આયાત ક્વોટા સમાપ્ત થયા બાદ આગામી વર્ષે જુલાઈથી ખાંડની ૨૦ થી ૩૦ લાખ ટન આયાત કરવી પડે તેમ છે. આ ઉપરાંત ખાદ્યતેલોની વધતી જતી બજારને કંટ્રોલ કરવા માટે આયાત ડયુટીમાં પાંચ થી દશ ટકાનો ઘટાડો કર્યો છે. ક્રૂડ પામતેલ તથા ક્રૂડ સોયાબીન તેલની આયાત ડયુટી ૧૦ ટકાથી ઘટાડી પાંચ ટકા તેમજ ક્રુડ સુરજમુખી તેલ ઉપર ૧૦ ટકાથી ઘટાડી શૂન્ય ટકા તથા રિફાઈંડ સોયાબીન તલ અને આરબીડી પામતેલ (પામોલીન) ઉપર આયાત ડયુટી ૩૨.૫ ટકાથી ઘટાડી ૨૭.૫ ટકા કરી છે. સાથે સાથે રિફાઈંડ સુરજમુખી તેલની આયાત ડયુટી ૩૨.૫ ટકાથી ઘટાડી ૨૨.૫ ટકા જાહેર કરી છે. દેશમાં ખાદ્યતેલોની કુલ જરૂરિયાત પૈકી ૨૮ ટકા હિસ્સો આયાત થાય છે. જેમાં લગભગ ૧૬ મીલીયન ટન તેલની આયાત થાય છે. ઓક્ટોબર તથા નવેમ્બર દરમ્યાન તહેવારોની પીક સીઝન દરમ્યાન મોંઘવારીને કંટ્રોલ કરવા સરકારે ઝડપથી પગલાં ભર્યા છે. દેશમાં ખાદ્યતેલો મુખ્યત્વે મલેશિયા, ઈન્ડોનેશિયા, આર્જેન્ટીના, રશિયા તથા યુક્રેનથી આયાત થાય છે.
બીજી તરફ મસાલા બજારની માહિતી આપતાં કોમોડિટી જાણકાર જયવદનભાઈ ગાંધી જણાવે છે કે ઊઝા માર્કેટયાર્ડમાં બે-અઢી માસની લાંબી હડતાળ બાદ ગયા અઠવાડિયે સ્થાનિક માર્કેટયાર્ડ ઓથોરિટીના સહયોગથી વેપારીઓ તથા કમીશન એજન્ટો વચ્ચે ય્જી્ બાબતે સમાધાન થતાં ઈસબગુલના વેપારો શરૂ થયા છે. ઊઝા માર્કેટયાર્ડમાં ઈસબગુલના ૮૫૦૦ બોરી ઉપરાંતના દૈનિક વેપારો નોંધાયા છે. જેમાં સૌથી વધુ આવકો રાજસ્થાનથી થઈ છે. પ્રતિ મણે લગભગ રૂપિયા ૨૨૦૦ થી ૩૦૦૦ સુધીની રેન્જમાં વેપારો છે.
જો કે ઈસબગુલના કુલ ઉત્પાદન પૈકી મોટા ભાગનો માલ બજારમાં આવી ગયો હોવાથી હવે મોટી આવકો થવાની સંભાવના ઓછી છે. હાલમાં ઈસબગુલની વિદેશી માંગ સારી હોવાને કારણે દિવાળી સુધીમાં પ્રતિ કિલોએ રૂપિયા પાંચથી સાતની તેજી આવવાની ધારણાઓ છે. ગુજરાતમાં હાલમાં ૮ થી ૧૦ લાખ બોરી અને રાજસ્થાનમાં ત્રણ થી ચાર લાખ બોરી ઈસબગુલનો માલ સ્ટોક હોવાની સરેરાશ સભાવના છે.
જો કે ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ચારેક માસ દરમ્યાન ઈસબગુલની નિકાસ ગત વર્ષની સરખામણીએ વધુ રહીને લગભગ ૨૨૬૦૦ ટન આસપાસ નોંધાઈ છે. જુલાઈ-૨૦૨૬માં નિકાસ ઉછળીને ૫૭૦૦ ટન ઉપરાંતની રહી છે. ઈસબગુલનું ગુજરાતમાં ૨૫ થી ૩૦ ટકા અને રાજસ્થાનમાં ૬૦ થી ૭૦ ટકા ઉત્પાદન થાય છે. પરંતુ ગુજરાતમાં પ્રોસેસીંગ યુનિટ વધુ હોવાની લીધે મોટાભાગની વિકાસ તથા વેપાર ગુજરાતમાં થાય છે.
આ ઉપરાંત આ વર્ષે ઓછા વરસાદને પગલે જીરામાં તેજી તરફી મનોવૃત્તિ રહેતાં આવક તથા વેપારોમાં નોધપાત્ર વધારો થયો છે.




