Get The App

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની યોજનાની કોપી કરે છે

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની યોજનાની કોપી કરે છે 1 - image

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની યોજાનાની કોપી કરતા હોય એમ લાગે છે. અમેરિકામાં જન્મતા દરેક બાળકને ૧૦૦૦ ડોલર આપવાની જાહેરાત કરાઇ છે. જે બાળકને ૧૮ વર્ષની ઉંમરે મળશે.  આવી સ્કીમ તો ભારતના પાંચ રાજ્યોમાં ચાલે છે. તમિળનાડુમાં ૧૯૯૨થી આવી સ્કીમ ચાલે છે. ટ્રમ્પ અમેરિકા ગ્રેટ અગેઇનનો કોન્સેપ્ટ આગળ વધારવા માંગે છે. ભારત વિશ્વગુરૂ બનવાનો ટાર્ગેટ રાખે છે તો ટ્રમ્પ અમેરિકાને ફરી ગ્રેટ બનાવવા માંગે છે. ભારતની વેલફેર પોલીસી પર અમેરિકા નજર રાખી રહ્યું છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૫ થી ૨૮ ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં જન્મનાર દરેક બાળકને ટ્રમ્પ સરકાર ૧૦૦૦ ડોલર આપશે.

- બજેટ સમજવું બહુ આસાન નથી..

ગઇકાલે બજેટ બહાર પડયું છે. કોમનમેન રોજીંદી ચીજો કેટલી સસ્તી થશે તે પર ધ્યાન આપશે. શું સસ્તું થશે અને શું મોંઘુંથશે તેના પર કોમનમેન નજર રાખશે. દરેક રાહત ઇચ્છે છે. સીધા અને આડકતરા વેરાને સમજતા બહુ વાર લાગે છે. ઇન્કમટેક્ષમાં રાહત અપાઇ હોય તો બીજા મુદ્દે ટેક્ષ વધારીને લોકોના ખિસ્સા ખાલી કરાતા હોય છે.  આડકતરા વેરાની દૂરોગામી અસર હોય છે. બજેટને સમજાવતા નિષ્ણાતો માટે પણ બજેટ પડકાર સમાન હોય છે. મોટા શહેરોમાં બજેટને સમજાવતા સેમિનાર જોવા મળે છે તેની પાછળનું મુખ્ય કારણ લોકોને બજેટની અસર આસાનીથી સમજાવવા પ્રયાસ કરાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની યોજનાની કોપી કરે છે 2 - image

ઓલાના ચાલકોની લૂંટ

અજાણ્યા લોકોને સ્ટેશન પર અને એરપોર્ટ પર ઓલાના ચાલકો કેવી રીતે લૂંટે છે તેનો એક કિસ્સો અહીં આપ્યો છે. ૪૦૦ મીટરની રાઇડ એટલેકે ૪૦૦ મીટરનું અંતર કાપવા એક અમેરિકી મહિલા પાસે ૧૮,૦૦૦ રૂપિયા લઇ લેવાયા હતા. મહિલાના સહારે સોશ્યલ નેટવર્ક આવ્યું હતું. તેમની પોસ્ટ એક લાખ લોકોએ જોઇ હતી.અમેરિકી મહિલાએ સોશ્યલ નેટવર્ક પર ટેક્ષીના નંબર સાથે લખ્યું હતું કે ૪૦૦ મીટરનું અંતર કાપવાના મારી પાસે ટેક્સી ટ્રાઈવરે ૧૮,૦૦૦ રૂપિયા પડાવી લીધા છે. પોલીસના ધ્યાનમાં આ પોસ્ટ આવતાં તેણે ટેક્ષી ટ્રાઇવરને પકડી લઇને તેના પર કેસ કર્યો છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ ને શનલ ેરપોર્ટ પરથી ફાઇવ સ્ટાર હોટલ જવાનો ચાર્જ ૧૮,૦૦૦ લેનાર ડ્રાઈવર સાથે અન્ય એક વ્યક્તિ પણ હતો. સીધા હોટલ પર લઇ જવાના બદલે ગોળ ફેરવી અંધેરી થઇને લઇ ગયો હતો.