Get The App

ટીયર 2 શહેરોમાં પણ મોંઘા મકાનોની માંગ વધી

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
ટીયર 2 શહેરોમાં પણ મોંઘા મકાનોની માંગ વધી 1 - image

મેટ્રો શહેરો પછી, ટીયર ૨ શહેરોમાં પણ મોંઘા મકાનોની માંગ વધી રહી છે. આ જ કારણ છે કે આ શહેરોમાં જથ્થાની દ્રષ્ટિએ મકાનોના વેચાણમાં ઘટાડો થયો છે, પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ વેચાણમાં વધારો થયો છે. ટોચના ૧૫ ટીયર ૨ શહેરોમાં, આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં મકાનોના વેચાણમાં જથ્થામાં ઘટાડો થયો છે, જ્યારે મૂલ્યમાં વધારો થયો છે. અહેવાલ મુજબ, ૨૦૨૫ ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતના ટોચના ૧૫ ટીયર ૨ શહેરોમાં મકાનોનું વેચાણ વાર્ષિક ધોરણે ૪% ઘટીને ૩૯,૨૦૧ યુનિટ થયું છે, જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ વેચાણ આ સમયગાળા દરમિયાન ૪% વધીને રૂ. ૩૭,૪૦૯ કરોડ થયું છે, જે આ શહેરોમાં પ્રીમિયમ મકાનો તરફ ધીમે ધીમે સ્થળાંતર સૂચવે છે. સપ્ટેમ્બર ૨૦૨૫ માં પૂરા થયેલા ત્રીજા ક્વાર્ટરમાં નવા પુરવઠામાં વાર્ષિક ધોરણે ૧૦% ઘટાડો થયો હતો અને તે ૨૮,૭૨૧ યુનિટ થયો હતો. ત્રિમાસિક ધોરણે, ૨૦૨૫ ના ત્રીજા ક્વાર્ટરમાં હાઉસિંગ વેચાણમાં ૩% ઘટાડો થયો હતો, વેચાણ કિંમતોમાં ૧% ઘટાડો થયો હતો અને લોન્ચમાં ૨૬% ઘટાડો થયો હતો.

ટીયર 2 શહેરોમાં પણ મોંઘા મકાનોની માંગ વધી 2 - image

સ્ટીલ ઉદ્યોગ માટે પ્રતિબદ્ધ નીતિની જરૂર

ભારતીય સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગને સરકારની યોજના મુજબ, રાષ્ટ્રીય સ્ટીલ નીતિ ૨૦૧૭માં ફક્ત એક પ્રકરણનો સમાવેશ ન કરીને, એક પ્રતિબદ્ધ નીતિની જરૂર છે. ફક્ત એક પ્રકરણ ઉમેરવાથી આ ઉદ્યોગનું મૂલ્ય અને મહત્વ ઘટે છે તેમ જણાવતા જિંદાલ સ્ટેનલેસના અભ્યુદય જિંદાલે વધુમાં જણાવ્યું હતું કે  કાચા માલ, ઉપયોગ અને ઉત્પાદન પ્રક્રિયામાં સ્ટેનલેસ સ્ટીલ કાર્બન સ્ટીલથી અલગ છે, અને તેથી એક અલગ નીતિ માળખાની જરૂર છે. આ ટિપ્પણી સ્ટીલ મંત્રાલયની રાષ્ટ્રીય સ્ટીલ નીતિમાં સ્ટેનલેસ સ્ટીલ શ્રેણીનો સમાવેશ કરવાની યોજનાની પૃભૂમિ સામે આવી છે જેથી ઉદ્યોગની લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓને દૂર કરી શકાય. હાલની રાષ્ટ્રીય સ્ટીલ નીતિમાં સ્ટેનલેસ સ્ટીલ પર કંઈ નથી, પરંતુ અમે પ્રસ્તાવિત નવી નીતિમાં સ્ટેનલેસ સ્ટીલ પર એક પ્રકરણનો સમાવેશ કરી રહ્યા છીએ તેમ સ્ટીલ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.