Get The App

ક્રિપ્ટો કરેન્સી એટલે ગેમ્બલીંગ

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
ક્રિપ્ટો કરેન્સી એટલે ગેમ્બલીંગ 1 - image

ભારત સરકારને શરૂઆતથી જ ક્રિપ્ટો કરન્સી પ્રત્યે અણગમો છે. નાણા પ્રધાનને વારંવાર રજૂઆત કરાઈ હતી કે વિશ્વની સાથે કદમ મિલાવવા હશે તો ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપવી પડશે. પરંતુ રજૂઆત કરનારાઓને નાણાપ્રધાને ડીંગો બતાવી દીધો હતો. તાજેતરમાં રિઝર્વ બેંકને ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે કહ્યું હતું કે ક્રિપ્ટો તો માત્ર એક કોડ છે. તે કોઈ રીતે કરન્સીની વ્યાખ્યા નથી આવતી. તે બ્લોકચેઈન નેટવર્ક પર આધારીત છે. દેશની મુખ્ય બેંક સાથે આ કરન્સી જોડાયેલી નથી. અમેરિકાના પ્રમુખ પદે ટ્રમ્પ આવ્યા પછી ભારતમાં ક્રિપ્ટોને માન્યતા અપાશે એમ માનતું હતું પરંતુ તે વાત આગળ વધી શકી નહોતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેને ગેમ્બલીંગની યાદીમાં મુકે છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને સુપ્રિયા સાહુ

સુપ્રિયા સાહુને સંયુક્ત રાષ્ટ્ર સંઘનો ચેમ્પિયન ઓફ અર્થનો ૨૦૨૫ નો એવોર્ડ મળ્યો છે. સુપ્રિયા સાહુ તમિલનાડુમાં આઈએએસ ઓફિસર છે. એવોર્ડ પર્યાવરણ ક્ષેત્રે સારું કામ કરવા બદલ અપાય છે. નૈરોબી ખાતે આ એવોર્ડ અપાયો હતો. પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવા અને જંગલોનું રક્ષણ કરવામાં તેમનો ફાળો બહુ મહત્વનો હતો. તમિલનાડુના આ એડીશનલ ચીફ સેક્રેટરીનો જંગલ પ્રેમ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ જોવા મળે છે.

ક્રિપ્ટો કરેન્સી એટલે ગેમ્બલીંગ 2 - image

ભારતના ફાર્માકોપિયાનો 18 દેશોમાંસ્વીકાર

વિશ્વના ૧૮ દેશો ભારતના ફાર્માકોપિયા અપનાવવા તૈયાર થયા છે. ફાર્માકોપિયાએ ડ્રગ્સ કેવી રીતે બનાવવા, કેમિકલ અને ડ્રગના કંપોઝીશન સાથે સંકળાયેલી રીતી નીતિ એટલે ફાર્માકોપિયા. ભારતના ફાર્માકોપિયાને જ્યારે ૧૮ દેશો અપનાવવા તૈયાર થાય તે બહુ પ્રશંસાજનક કહી શકાય. ભારતે તેના સત્તાવાર ફાર્માકોપિયાનો ૫૦ દેશોમાં સ્વીકાર થાય તે માટેના પ્રયાસો કર્યા છે. તાજેતરમાં ઇથોપિયા સરકારનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું હતું અને ભારતના ફાર્માકોપિયા વિશે સમજ મેળવી હતી. આઈપી (IP) તરીકે ઓળખાતા ઇન્ડિયન ફાર્માકોપિયાનો વધુ દેશોમાં સ્વીકારાય તો ભારતની દવાઓની નિકાસ સસ્તી પડી શકે છે.