દેશમાં તથા દરિયાપારના બજારોમાં ક્રૂડતેલના ભાવ વિદાય લેતા વર્ષમાં એકંદરેે દબાણ હેઠળ રહ્યા હતા. ક્રૂડતેલમાં વર્ષ દરમિયાન ભાવમાં ઉછાળાઓ આવતા રહ્યા હતા. પરંતુ આવા ઉછાળાઓ ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી ઘટતા જોવા મળ્યા હતા. ક્રૂડતેલના ભાવમાં ૨૦૨૫ના વર્ષમાં નોંધાયેલી પીછેહટ છેલ્લા પાંચ વર્ષની સૌથી મોટી વાર્ષિક પીછેહટ ગણાઈ રહી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં વર્ષ દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવ મોટાભાગે બેરલના ૫૫થી ૬૫ ડોલર વચ્ચે ફરતા રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ આ ભાવથી ૪થી ૫ડોલર નીચા રહ્યા હતા. વર્ષ દરમિયાન અમેેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા છાશવારે જાહેર કરાતી તથા બદલાતી રહેલી ટેરીફ નીતિના કારણે વિશ્વના વિવિધ દેશોમાં એકંદરે અજંપો જણાયો હતો તથા તેની એસર ક્રૂડતેલની વૈશ્વિકમાગ પર પણ દેખાઈ હતી. આ પૂર્વે ભારત દ્વારા રશિયાથી ક્રૂડતેલની ઈમ્પોર્ટ વધુ કરાઈ રહી હતી અને તેના પગલે અમેરિકાના પ્રમુખે નારાજગી બતાવતા ભારત પર આકરી ટેરીફ લાદી હતી.
ક્રૂડતેલમાં ભાવ દબાણ હેઠળ રહ્યાઃ ઓપેકના દેશોએ ઉત્પાદન વધાર્યું


