Get The App

કાશ્મીર, ચીન, નેપાળ, તિબેટ વિશે સરદારે વ્યક્ત કરેલી ચિંતા દેશ માટે આજે પણ યથાવત્

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
કાશ્મીર, ચીન, નેપાળ, તિબેટ વિશે સરદારે વ્યક્ત કરેલી ચિંતા દેશ માટે આજે પણ યથાવત્ 1 - image

- ભારતીય વહિવટી સેવાના અધિકારીઓ સરદારે વ્યક્ત કરેલ વિભાવનાઓનું અનુસરણ કરે

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મદિવસ અને અવસાન - ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫ અને ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ દોઢ માસના સમયગાળામાં અનુક્રમે આવે છે. સરદારનું સાર્ધ શતાબ્દી વર્ષ ૧૫૦મું સમગ્ર દેશ અને રાજ્ય એકતા, અખંડિતતાના સંદેશ સાથે ઉજવાઈ રહ્યું છે ત્યારે સરદારની ૭૪મી જન્મ જયંતિ નિમિત્તે જન્મજયંતિના દિવસે એમ. એન. રોય “Radical Humanist” માં આટકલમાં જણાવેલ કે“What will happen to India when the master Builder will go, Sooner or later, The way of all mortals But it is much more difficult to carryon the work, he will leave - unfinished - વધુમાં જણાવેલ છે કે, “When the future is Bleak, one naturally turn to past and Sardar Patel can be proud of his past ”  ૩૧ ઓક્ટોબર ૧૯૪૯માં જે અવલોકન કરવામાં આવેલ, તે સરદાર સાહેબની ૭૫મી પૃણ્યતિથીએ શાશ્વત સ્વરૂપે સ્મરાંણજલી છે. અંગ્રેજી વિધાનમાં એમ. એન. રોય દ્વારા જે વિધાન કરવામાં આવેલ, તે સરદારે જે કાશ્મીર, ચીન, નેપાળ, તિબેટ વિશે જે ચિંતા વ્યક્ત કરેલ, તે દેશ માટે આજે કોઈને કોઈ સ્વરૂપે સતાવતુ રહ્યું છે. સમયાંતરે સ્વરૂપ બદલાયું છે. કદાચ પાડોશી દેશ સાથે યુધ્ધ આચરણ કરવાની સાથે સતત સતાવતો પ્રશ્ન આંતકવાદનો છે. Terrorism - આઝાદી બાદ દેશના નાયબ વડાપ્રધાન તરીકે સરદાર સાહેબે જે અખંડ ભારતનું નિર્માણ - ૫૬૫ દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ ખૂબ જ ટૂંકાગાળામાં કરવામાં આવ્યું તેનો વિશ્વમાં કોઈ જોટો નથી અને શક્ય બન્યું દ્રઢ મનોબળ, રાષ્ટ્રભક્તિ - Nationalist લોખંડી તાકાત, આપણને સૌને ખબર છે કે, જ્યારે સરદાર સાહેબ પાસે દેશના નાયબ વડાપ્રધાન પાસે ગૃહ વિભાગ સાથે દેશી રાજ્યોનો વિષય તેમની પાસે હતો અને વિભાજન Partition બાદ ભારત પાકિસ્તાનની સરહદ ઉપર જે પ્રશ્નો હતા અને મોટા પાયે Migration ની સ્થિતિમાં સરદાર કુનેહપૂર્વક જવાબદારી નિભાવતા હતા. પરંતુ નહેરૂએ જે તે સમયે કાશ્મીરને લગતો વિષય તેમને હસ્તક રાખવામાં આવેલ અને તેમનું સમાધાનકારી વલણને કારણે સરદાર સાહેબની ઈચ્છા વિરૂધ્ધ જ્યારે કાશ્મીરનો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્ર સંઘને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ સ્થિતિમાં પણ જ્યારે કાશ્મીરમાં તાયફાવાળાઓનું અતિક્રમણ વધ્યું, ત્યારે સરદાર સાહેબે Military Action - લશ્કર મોકલીને કાશ્મીરનો કબજો લેવામાં રોકવામાં આવ્યો અને મહારાજા હરિસિંધને સમજાવીને છેવટે કાશ્મીરને ભારતમાં  Accession  જોડવાનું કામ કર્યું. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધીજી, સરદાર અને નહેરૂની ત્રિપુટી કહેવામાં આવતી, પરંતુ ગાંધીજીના શબ્દોમાં જણાવીએ તો જો 'સરદાર ન હોત તો તેમના આદર્શો અને વિચારોનું અમલીકરણ ન થાત'. સરદારને ગાંધીજીના ડેપ્યુટી કમાન્ડર કહેવાતા, સરદાર અને ગાંધીજીના આચરણમાં મતભેદ હતા, પરંતુ મનભેદ ન હતા.

સરદારને હંમેશા લોખંડી પુરૂષ અને અખંડ ભારતના નિર્માતા તરીકે યાદ કરવામાં આવે છે, પરંતુ લોર્ડ માઉન્ટબેટને ૧૯૬૬માં તેમના વ્યક્તિત્વ વિશે જણાવેલ કે, “He (Sardar) will always remain in my memory as that paradox, a man of iron will, clear vision and ruthless determination who was at heart, kind, gentle and sentimental, It is given to few men to serve their country, so faithfully and so well as did Sardar Vallabhbhai Patel without sacrificing his loyalty to those whom he called friend”. લોર્ડ માઉન્ટબેન આપણા છેલ્લા વોયસરોય અને ગર્વનર જનરલ હતા. અંગ્રેજીમાં તેમનું વિધાન પ્રસ્તુત હોવાને કારણે ગુજરાતીમાં જણાવ્યું નથી, પરંતુ તેનો અર્થ એ થાય કે સરદારમાં લોખંડી મનોબળ, ચોક્કસ દિશા, Vision, આક્રમક નિર્ણાયકતા, સાથો સાથ સંવદેનશીલ અને માનવતાવાદી - એક લીટીમાં કહેવું હોય તો વજ્રથી કઠોર અને ફૂલથી કોમલ ૧૯૮૬માં જે આર. ડી. ટાટાએ જણાવેલ કે અને તે પણ ભારતની આર્થિક દ્રષ્ટિએ -Economy - “I have often thought that if fate had decreed that he (Sardar Patel) instead of Jawaharlal - India would have followed a very different path and better economic shape than it is today” જે આર. ડી. ટાટા દેશના ઔદ્યોગિક ભીષ્મ પીતામહ ગણાય અને તેઓએ પણ સરદાર સાહેબના આર્થિક વિકાસના અભિગમ ઉપર દેશની સ્થિતિ જુદી હોત તેવો અભિપ્રાય વ્યક્ત કરેલ અને લોકશાહીના ભીષ્મ પિતામહ અબ્રાહમ લિંકનનું સાર્વત્રિક ેંહૈપીજિચન વિધાન હતું કે “With malice toward None, With charity for all, with firmness in the right as gods gives us to see the right”. આ ઉક્તિનો અર્થ કોઈપણ પરત્વે દ્વેષભાવ સિવાય, સૌનું ભલુ કરવાના ભાવ સાથે, સાચુ કર્તવ્ય કરવામાં દ્રઢ મનોબળ રાખવા સાથે ભગવાન સાચું કરવાની સદ્દબૃદ્ધિ / શક્તિ આપે તેવો ભાવ થાય છે અને સરદાર સાહેબના વ્યક્તિત્વમાં અક્ષરશઃ આ ગુણોના દર્શન થાય છે.

પ્રવર્તમાન શાસકો, અમલદારો અને નાગરિકોએ સરદારના આદર્શોને / કાર્યોને અનુસરવા જરૂરી.

જેમ ગાંધીજીએ તેમની આત્મકથા - 'સત્યના પ્રયોગો “Experiment with Truth”ના માધ્યમથી, મારા કાર્યો, એ જ મારો જીવન સંદેશ, સ્અ નૈકી ૈજ સઅ સ્ીજજચયી પ્રતિપાદિત કર્યો છે, જ્યારે સરદાર સાહેબ દ્વારા કોઈ તેમના જીવનકાળ દરમ્યાન આત્મકથા લખી નથી. જેમ જૈન મુનિને જણાવેલ તેમ ૈં ર્ગહદા ુિૈાી લ્લૈર્જાિઅ, ૈં સચંી લ્લૈર્જાિઅ. હું ઈતિહાસ લખતો નથી, પરંતુ ઈતિહાસ રચું છું. આ વિધાનનો અર્થ તેમના કાર્યો અને આચરણથી કરી બતાવ્યો છે અને તે છે. ૫૬૫ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ- ેંહૈકૈબર્ચૌહ ર્ક ૈંહગૈચ અને આ પ્રશ્ન આપણે માનીએ તેટલો સરળ ન હતો, આજે પ્રદેશવાદ, જાતિવાદ, ધર્મ, જાતિ વિગેરેના આધાર ઉપર વિખવાદ ચાલતો હોય ત્યારે અને અંગ્રેજો તો ફક્ત બ્રિટીશ હકુમતનો મ્િૈૌજર ૈંહગૈચ વિસ્તાર સુપ્રત કરવાના હતા, ત્યારે સરદાર સાહેબની આગવી દિર્ધદ્રષ્ટિથી, દ્રઢ મનોબળ, આક્રમક નૈતિક તાકાતથી દેશી રજવાડાઓનું વિલીનીકરણ શક્ય બન્યું હતું. વિશ્વમાં જર્મની અને ઈટાલીનું એકીકરણ થયેલ અને તે આધારે સરદારને જર્મનીના બિસ્માર્ક સાથે સરખાવવામાં આવે છે, પરંતુ તે સિમિત પ્રદેશો હતા, જ્યારે ભારતમાં ૫૬૫ દેશી રજવાડા અને તેમાં જૂનાગઢ, હૈદરાબાદ, ત્રાવણકોર, કાશ્મીર જેવા રાજ્યોને તેમની આગવી કુનેહ અને હૈદરાબાદ જેવું મોટું રાજ્ય સ્ૈનૈાચિઅ છર્બૌહથી પણ ભારતીય સંઘ, ૈંહગૈચહ ેંર્હૈહ માં ભેળવ્યું તેનો અભૂતપૂર્વ દાખલો છે.

જેમ જણાવ્યું તેમ સરદાર સાહેબના કાર્યો અને આદર્શો જ ઉરચા રી ૅિીચબરીગ, રી ૅચિબૌજીગ ગાંધીજી માટે મહાદેવ દેસાઈ અને પ્યારેલાલ જેવી વ્યક્તિઓએ ગાંધીજીની રોજનીશી સાથે લેખન કાર્ય કરેલ, ખુદ ગાંધીજી પણ શરૂઆતમાં પોતે ર્રૂેહય ૈંહગૈચ હરિજન જેવા સામયિકોમાં આર્ટિકલ લખતા, જ્યારે સરદાર માટે ફક્ત મણિબહેન દ્વારા ૧૯૨૮થી તેમના મૃત્યુ સુધી જે રોજનીશી નિભાવવામાં આવેલ, તે આધારભુત દસ્તાવેજો છે. મણિબહેન સરદાર સાહેબના પુત્રી અને અંગત સચિવ તરીકે આજીવન સેવા કરી છે. સરદાર સાહેબની સાર્ધ જન્મજયંતિ નિમિત્તે - સરદાર પટેલ મેમોરીયલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી દ્વારા 'સરદારનો પડછાયો' નામનું પુસ્તક પ્રસિધ્ધ કર્યું છે અને તેઓએ આધારભુત દસ્તાવેજ તરીકે મણિબહેને નિભાવેલ ડાયરીનું પ્રસ્તુતીકરણ કર્યું છે તે સરાહનીય છે અને તે સરદાર સાહેબને સ્મરાંણજલી સાથે મણિબહેને નિભાવેલ, પિતાજી પરત્વે સેવા ભાવના અને રાષ્ટ્રભક્તિનું નિરૂપણ કર્યું છે. આ પુસ્તકનું વાંચન કરવા સૌ નાગરિકોને અનુરોધ કરૂં છું.

સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલી ત્યારે જ ગણાય કે તેઓએ કરેલ કાર્યો, આચરણ કરેલ, આદર્શોનું અનુસરણ કરવામાં આવે અને ખાસ કરીને તેઓ દ્વારા સર્જન કરેલ, ભારતીય વહિવટી સેવા, આઈ.એ.એસ. / આઈ.પી.એસ. સેવાના અધિકારીઓએ કે જેમના પરત્વે તેઓએ જે વિભાવના વ્યક્ત કરેલ તે સાચા અર્થમાં દેશની એકતા સાથે રાષ્ટ્ર નિર્માણમાં ભય અને પક્ષપાત સિવાય નાગરીકોના કલ્યાણમાં ફરજ બજાવવામાં આવે તે સમયની માંગ છે. આજ રીતે અમદાવાદ મ્યુનિસિપાલીટીના પ્રમુખ તરીકે ૧૯૨૪ થી ૧૯૨૮ દરમ્યાન જે કામો કરેલ, તેજ ધોરણે અને ભાવના સાથે આજના શાસકો અને અમલદારો પાલન કરે તેજ સરદાર સાહેબને સાચા અર્થમાં સ્મરણાંજલી ગણાશે.