Get The App

ચોમાસાએ લાંબી ઈનિંગ રમતાં સિમેન્ટની માગ પર અસર

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
ચોમાસાએ લાંબી ઈનિંગ રમતાં સિમેન્ટની માગ પર અસર 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

- જો કે હવે દિવાળી પછી માગમાં વૃદ્ધિ દેખાઈ

દેશના સિમેન્ટ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. આ વર્ષે દેશમાં ચોમાસાની વિદાય વિલંબથી થઈ છેે તથા વિવિધ રાજ્યોમાં આ વર્ષે વરસાદ છેક દિવાળી સુધી ચાલુ રહ્યાના વાવડ મળ્યા  હતા. આના પગલે આ વર્ષે બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે કામગીરી વરસાદના કારણે ધીમી રહી હતી. જોકે હવે દિવાળી પછી બાંધકામ તથા ઈન્સ્સ્ટ્રકચર ક્ષેત્રે કામગીરી વરસાદના કારણે ધીમી રહી હતી. જો કે હવે દિવાળી પછી બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ધીમી પડેલી કામગીરી ફરી વેગ પકડતી જોવા મળી છે. આવા માહોલમાં દેશના સિમેન્ટ બજારોમાં દીમી પડી ગયેલી માગ ફરી વધતી જોવા મલી છે. દરમિયાન, તાજેતરમાં રેલવે મિનિસ્ટ્રી દ્વારા નવા બલ્ક સિમેન્ટ ટર્મિનલ્સ તથા બલ્ક ટ્રાન્સપોર્ટેશન માટે રેટ રેશનલાઈઝેશનના નવા ધારા ધોરણોની રચના કરવામાં આવ્યાના સમાચાર મળ્યા છે. આના પગલે સિમેન્ટનો વપરાશ કરતા બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર માટૉે કન્સ્ટ્રકશન મટિરિયલ્સનું કોસ્ટીંગ ઘટવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. આના પગલે એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં ઉત્પાદન ખર્ચમાં વિશેષ ઘટાડો  થવાનો અંદાજ જાણકારો બતાવી રહ્યા હતા. રેલવેના આ પગલાના કારણે બલ્ક સિમેન્ટમાં ટોર-ટુ-ડોર ડિલીવરી તથા કલીનર અને ફાસ્ટર ડિલીવરીને વેગ મળશે અને આના પગલે કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં રાહત સર્જાશે તથા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં પણ આશરે ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો થવાનો દાવો રેલવેના સૂત્રો કરી રહ્યા છે. આ પૂર્વે સિમેન્ટને ગુણીઓમાં પેક કરવી પડતી તથા તેના પગલે હવામાનમાં પ્રદૂષણ પણ સર્જાતું હતું અને હવે રેલવેના આ પગલાના કારણે સિમેન્ટને ગુણીૂમાં પેક નહિં કરવી પડે તથા પ્રદુષણમાં તેના પગલે ઘટાડો થવાનો અંદાજ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.  રેલવેના સુત્રોના જણાવ્યા મુજબ સિમેન્ટ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કિલોમીટર દીઠ ટનદીઠ ૯૦ પૈસાના દરે નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ટેન્ક કન્ટેઈનર્સમાં (નવા પ્રકારના વેગનોમાં) બલ્ક સિમેન્ટનો જથ્થો ભરીને કોઈ પણ લોકેશનો પર આવી સિમેન્ટ વપરાશ માટે પાઠવી શકાશે એવું જાણકારો જણાવી રહ્યા હતા. રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ દેશવ્યાપી  ધોરણે બલ્ક સિમેન્ટ ટર્મિનલ્સ ઊભા કરવામાં આવી રહ્યા છે.

દરમિયાન, દેશમાં તથા વૈશ્વિક સ્તરે સિમેન્ટની માગ વધી રહી છે. જો કે વર્લ્ડ સિમેન્ટ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ લાંબા ગાળામાં ૨૦૫૦ સુધીમાં વૈશ્વિક સ્તરે સિમેન્ટની માગમાં આશરે ૨૦થી ૨૧ ટકાનો ઘટાડો થવાની  શક્યતા જણાય છે. કન્સ્ટ્રકશન ક્ષેત્રે તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે નવી-નવી ટેકનોલોજીસનો ઉદય થઈ રહ્યો છે અને તેના પગલે લાંબાગાળે સિમેન્ટની માગમાં પીછેહટ થવાની શક્યતા આ સૂત્રો બતાવી રહ્યા હતા. વૈશ્વિક સ્તરે કાર્બનના સ્વરૂપમાં થતાં પ્રદૂષણમાં ઘટાડો કરવાનું અભિયાન વેગ પકડી રહ્યું છે તથા તેની અસર આગળ ઉપર લાંબાગાળે સિમેન્ટની માગ પર દેખાવાની શક્યતા આ જાણકારો બતાવી રહ્યા હતા.  સિમેન્ટના ઉત્પાદનમાં આ પ્રકારનું પ્રદૂષણ વધતું હોય છે એવું જાણકારોએ જણાવ્યું હતું. હવે આગળ ઉપર આવા પ્રદૂષણમાં ઘટાડો કરવા બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સિમેન્ટ સિવાયનવા બીજા વિકલ્પોનો વપરાશ વધારવામાં આવશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  જો કે આ બધો બદલાવ લાંબા ગાળે સિમેન્ટની માગ પર જોવા મળશે એવી ગણતરી બતાવાઈ રહી છે. 

સિમેન્ટના બદલે ઈકો-ફ્રેન્ડલી વિકલ્પો તરફ બાંધકામ તથા ઈન્ફાસ્ટ્રકચર ક્ષેત્રના ખેલાડીઓ હવે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. લો-કાર્બન સિમેન્ટનો વપરાશ કરવા પણ અમુક ખેલાડીઓ વિચારતા થયા છે. આવા સિમેન્ટના ઉત્પાદનમાં કાર્બનનું પ્રમાણ ઘટે છે તથા તેના પગલે પ્રનૂષણ ઘટાડવામાં આ પ્રકારની લો-કાર્બન સિમેન્ટ ઉપયોગી સાબિત થાય છે. વૈશ્વિક સ્તરે આવો પ્રવાહ આગળ ઉપર શરૂ થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  અમેરિકા તથા યુરોપની અમુક કંપનીઓ આ તરફ વળ્યાના વાવડ પણ મળ્યા હતા. લો-કાર્બન સિમેન્ટનું ઉત્પાદન કરવા માટે સિમેન્ટ ઉત્પાદકોને વિશેષ ખર્ચ પણ કરવો પડશે એવી ગણતરી ખેલાડીઓએ દર્શાવી હતી.