- ઊભી બજારે - દિલીપ શાહ
- નવી ખાંડ મોસમના પ્રથમ સાડા પાંચ મહિનામાં ઉત્પાદન 10થી 11 ટકા વધ્યું
દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. તાજેતરમાં વિવિધ શહેરો તથા રાજ્યોમાં ઉનાળાનું તાપમાન નોંધપાત્ર વધતાં વિશેષ રૂપે ઠંડાપીણાનો વપરાશ વધ્યો છે તથા તેના પગલે ખાંડ બજારમાં આ ક્ષેત્રના બલ્ક વપરાશકારોની માગમાં પણ વૃદ્ધી જોવા મળી છે. દરમિયાન, ભારતમાં વર્તમાન ખાંડ મોસમ ૨૦૨૫-૨૬માં ઓકટોબરથી ૧૫ માર્ચ સુધીના ગાળામાં ખાંડનું ઉત્પાદન આશરે ૧૦થી ૧૧ ટકા વધી ૨૬૧થી ૨૬૨ લાખ ટન આસપાસ થયું હોવાનું ઉદ્યોગના જાણકારો જણાવી રહ્યા હતા. આ ગાળામાં મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૭૮થી ૭૯ લાખ ટનથી વધી ૯૮થી ૯૯ લાખ ટન થયું છે. જ્યારે કર્ણાટકમાં આ ગાળામાં ખાંડનું ઉત્પાદન ૧૭થી ૧૮ ટકા વધી ૪૫થી ૪૬ લાખ ટન આસપાસ થયું હોવાનું નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેકટરીઝના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, ઉત્તર-પ્રદેશમાં ઉત્પાદનનો આ આંકડો ૮૧ લાખ ટનથી વધી ૮૧.૫૦ લાખ ટન નોંધાયો છે. દેશવ્યાપી ધોરણે ૫૩૩ સુગર મિલો પૈકી આશરે ૩૩૦થી ૩૩૫ સુગર મિલોએ હવે પિલાણ આટોપી લીધું છે. દરમિયાન, ભારતમાં વર્તમાન ખાંડ મોસમ સપ્ટેમ્બર ૨૦૨૬ના અંતે પુરી થશે ત્યારે ૨૦૨૫-૨૬ની ખાંડ મોસમમાં કુલ વાર્ષિક ઉત્પાદન આશરે ૨૯૬ લાખ ટન જેટલું થવાની શક્યતા ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસીએશન દ્વારા બતાવાઈ છે. વર્તમાન ખાંડ મોસમમાં ઓકટોબરથી ફેબુ્રઆરી દરમિયાન ખાંડની નિકાસ આશરે ૩ લાખ ૧૫થી ૧૬ હજાર ટન જેટલી થઈ છે. આ નિકાસ વિશેષરૂપે આ ગાળામાં યુનાઈટેડ આરબ અમીરાતના દેશો તથા શ્રીલંકા, તાન્ઝાનીયા, અફઘાનિસ્તાન વિ. દેશો તરફ થઈ છે. ભારત સરકારે વર્તમાન ખાંડ મોસમમાં ૨૦ લાખ ટન ખાંડની નિકાસ કરવાની છૂટ આપી છે. દરમિયાન, ફેબુ્રઆરી સુધીમાં દેશમાંથી વ્હાઈટ સુગરની નિકાસ આશરે ૨ લાખ ૫૭થી ૫૮ હજાર ટન થઈ છે. જ્યારે રિફાઈન્ડ સુગરની નિકાસ આશરે ૫૩થી ૫૪ હજાર ટન થઈ છે. દરમિયાન, ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસીએશનના જણાવ્યા મુજબ વર્તમાન મોસમમાં ઉત્પાદન જે આ પૂર્વેના અંદાજમાં ૨૯૬ લાખ ટન મૂકાયો હતો તે અંદાજ હવે ૨૮૩ લાખ ટનનો મૂકાયો છે. મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં પ્રતિકૂળ હવામાનના પગલે ઉત્પાદનનો અંદાજ હવે ઘટાડાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, તાજેતરમાં ઈરાન-ઈઝરાયલ-અમેરિકાનું યુદ્ધ શરૂ થતાં ખાંડની નિકાસને અસર પડી છે. જોકે યુદ્ધ સમાપ્તી પછી નિકાસ ફરી વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, શેરડીનું ઉત્પાદન ૪૫થી ૪૬ કરોડ ટનથી વધી ૫૦થી ૫૧ કરોડ ટન આસપાસ થવાનો અંદાજ કૃષી મંત્રાલય દ્વારા બતાવાયો છે.દરમિયાન, ઈરાન વોરના પગલે ઓઈલ તથા ગેસની સપ્લાયને અસર પડતાં હવે ભારતની ખાંડ મિલોએ ગેસોેલીનમાં ઈથેનોલ બ્લેન્ડીંગની ટકાવારી વધારવાની વિન ંતી સરકારને કરી હોવાના નિર્દેશો મળ્યા હતા.
દરમિયાન,સરકારે વધુ ૮૭૫૦૦થી ૮૭૬૦૦ ટન ખાંડની નિકાસ કરવાની છૂટ આપી છે. ખાંડ મિલો દ્વારરા સરકારને કરવામાં આવેલી રજૂઆતના પગલે સરકારે આવી વધારાની નિકાસછૂટ આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. આ પૂર્વે સરકારે ૧૫ લાખ ટન ખાંડની નિકાસ કરવાની છૂટ આપી હતી તથા ત્યારબાદ તાજેતરમાં ફેબુ્રઆરીમાં વધુ પાંચ લાખ ટનની નિકાસ છૂટ આપવામાં આવી હતી. પાંચ લાખ ટનની જે નિકાસ છૂટ આપવામાં આવી હતી તે પૈકી ૮૭થી ૮૮ હજાર ટનની નિકાસ માટે વિનંતી આવી હતી અને તેટલા પ્રમાણમાં નિકાસ માટે એપ્રુવલ અપાઈ હતી તથા બાકીની નિકાસછૂટ લેપ્સ થતાં આશરે ૪ લાખ ૧૨થી ૧૩ હજાર ટન ખાંડની નિકાસ છૂટ લેપ્સ થતાં નિકાસ છૂટ ૨૦ લાખ ટનના બદલે ૧૫ લાખ ૮૭થી ૮૮ હજાર ટન જેટલી હવે થઈ ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વૈશ્વિક સ્તરે ખાંડની સરપ્લસ જે અગાઉ ઊંચી અંદાજાતી હતી તે હવે ૮ લાખ ૭૦ હજાર ટનની અંદાજાતી થઈ છે. વૈશ્વિક તજજ્ઞાોના જણાવ્યા મુજબ ભારતમાં ઉત્પાદન અગાઉ ૩૨૩ લાખ ટન અંદાજાતું હતું તે હવે ૨૯૭ લાખ ટન અંદાજવામાં આવી રહ્યું છે. આ અંદાજો વૈશ્વિક તજજ્ઞાોનો રહ્યો છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં હવે વર્તમાન મોસમમાં ૯૪ ટકા ખાંડ મિલોમાં પિલાણ પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે.


