Get The App

ખાંડમાં 50 લાખ ટનના સ્ટોક સાથે નવી મોસમનો આરંભ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
ખાંડમાં 50 લાખ ટનના સ્ટોક સાથે નવી મોસમનો આરંભ 1 - image

ઊભી બજારે - દિલીપ શાહ

દેશનાં ખાંડ બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. ભારતમાં હવે શિયાળાની મોસમ શરૂ થઈ છે તતા લગ્નસરાની મોસમ પણ શરૂ થઈ છે ત્યારે ખાંડ બજારમાં રિટેલ તથા બલ્ક વપરાશકારોની માગ પર મિશ્ર અસર દેખાઈ છે.  નાતાલના તહેવારો હવે નજીક આવી રહ્યા છે ત્યારે આગળ ઉપર ખાંડમાં આ વિષયક માગ પણ વધવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. નાતાલ પૂર્વે ખાંડ બજારમાં વિશેષ રૂપે ચોકેલટ ઉત્પાદકો તથા કેક ઉત્પાદકોની બલ્ફ સ્વરૂપની માગ વધવાની શક્યતા બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. દરમિયાન, નવી મુંબઈ જથ્થાબંધ ખાંડ બજારમાં તાજેતરમાં ક્વિ.દીઠ ભાવ નીચામાં રૂ.૩૯૪૦થી ૩૯૮૦ તથા ઉંચામાં ભાવ રૂ.૩૯૭૦થી ૪૦૮૦ આસપાસ રહ્યાના નિર્દેશો મળ્યા હતા.  દરમિયાન, દેશમાં ૨૦૨૫-૨૬ની મોસમમાં ખાંડનું ઉત્પાદન આશરે ૧૮.૬૦ ટકા વધવાની શક્યતા ધી ઈન્ડિયન સુગર એન્ડ બાયોએનર્જી મેન્યુફેકરર્સ એસોસીએશનના સૂત્રો બતાવી રહ્યા હતા. દેશમાં ૨૦૨૫-૨૬ની મોસમમાં ખાંડનું ઉત્પાદન વધી ૩૦૯થી ૩૧૦ લાખ ટન આસપાસ થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાં ખાંડની નવી મોસમ ઓકટોબર મહિનાથી શરૂ થઈ છે. ૨૦૨૪-૨૫ની પાછલી મોસમમાં દેશમાં ખાંડનું ઉત્પાદન આશરે ૨૬૦થી ૨૬૧ લાખ ટનનું નોંધાયું હતું. ૨૦૨૫-૨૬ની નવી મોસમ શરૂ થઈ ત્યારે પાછલી મોસમનો ખાંડનો સિલ્લક સ્ટોક આશરે ૫૦ લાખ ટનનો નોંધાયો છે. દરમિયાન ઈથેનોલના ઉત્પાદન તરફ ડાઈવર્ઝન આશરે ૩૪ લાખ ટન થવાની શક્યતા પણ જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાં ૨૦૨૫-૨૬ની નવી મોસમમાં ખાંડની કુલ ઉપલબ્ધતા આશરે ૩૫૯થી ૩૬૦ લાખ ટન આસપાસ રહેવાનો અંદાજ બતાવાઈ રહ્યો છે. આની સામે ઘરઆંગણે ખાંડનો વપરાશ આશરે ૨૮૫ લાખ ટન થવાની ગણતરી પણ જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં નવી મોસમમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ તથા કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન વિશેષ વૃદ્ધી સપામશે એવી ગણતરી બજારના સૂત્રો બતાવી રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન વધી નવી મોસમમાં આશરે ૧૩૦ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ રહી હતી. જ્યારે ઉત્તર-પ્રદેશમાં આ આંકડો ૧૦૩થી ૧૦૪ લાખ ટનનો બતાવાયો છે જ્યારે કર્ણાટકમાં આ આંકડો ૬૩થી ૬૪ લાખ ટનનો બતાવાયો છે. દેશમાં ખાંડની ઉપલબ્ધતા વધતાં નિકાસ બજારમાં આપણે આશરે ૨૦ લાખ ટન ખાંડની નિકાસ કરી શકીએ એવી સ્થિતિ જણાઈ રહી હોવાનું ખાંડ ઉદ્યોગના જાણકારો જણાવી રહ્યા હતા. જો કે શેરડીના વાવેતર હેઠળનો વિસ્તાર ઉત્તર પ્રદેશમાં સાધારણ ઘટયો છે ત્યારકે સામે મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં આવા વિસ્તાારમાં વૃદ્ધી જોવા મળી છે. દરમિયાન, ભારત સરકાર પ્રથમ તબક્કે આશરે ૧૫ લાખ ટન ખાંડની નિકાસ કરવાની છૂટ આપશે એવા સંકેતો તાજેતરમાં વહેતા થયા ઙતા. દેશમાંથી ૨૦૧૮થી ૨૦૨૭ વચ્ચેના વર્ષોમાં ખાંડની વાર્ષિક નિકાસ વધી વાર્ષિક સરેરાશ ૬૭થી ૬૮ લાખ ટન સુધી પહોંચી હતી. જોકે દુકાળના પગલે ૨૦૨૩-૨૪માં ખાંડની નિકાસ રુંધાઈ હતી. ત્યારબાદ ૨૦૨૪-૨૫ની મોસમમાં ખાંડની નિકાસ માત્ર ૧૦ લાખ ટનની થઈ હતી. દરમિયાન ઈથેનોલના ખરીદી ભાવ વધારવાની રજૂઆત પણ સરકાર સમક્ષ ખાંડ ઉદ્યોગ દ્વારા કરવામાં આવી હોવાના વાવડ મળ્યા હતા. દેશમાં  ઈથેનોલના  કુલ ઉત્પાદનમાં ખાંડ ઉદ્યોગનો હિસ્સો હાલ ૨૭થી ૨૮ ટકા જેટલો નોંધાયો છે જે વધારી ૫૪થી ૫૫ ટકા કરવાની ભલામણ સરકારના નિતી આયોગ દ્વારા કરવામાં આવી છે. દેશમાં ૨૦૨૫-૨૬ની ખાંડની વર્તમાન મોસમ જે ૨૦૨૬ના સપ્ટેમ્બરના અંતે પૂરી થશે એ વખતે દેશમાં ખાંડનો સિલ્લક સ્ટોક આશરે ૭૪થી ૭૫ લાખ ટન સિલ્લક રહી જવાની ઘમતરી જાણકારો બતાવી રહ્યા હતા. શેરડીના ભાવ વધતાં ખાંડના ઉત્પાદનમાં કોસ્ટ વધી છે. આની સામે બજાર ભાવ સરખામણીએ ઓછા વધ્યા છે એ જોતાં સરકારે ખાંડના મિનિમમ સેલીંગ ભાવ એમએસપીમાં વૃદ્ધી કરવી જરૂરી હોવાનું  સૂત્રો જણાવી રહ્યા હતા.