- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- સતત ઊંચો ભાવ વધારો ભલભલી સરકારોને ઊથલાવી નાંખે છે
ધાર્મિક કટ્ટરવાદી ઇરાન સળગ્યું છે કારણ કે ત્યાં રોજીંદી ચીજવસ્તુઓના ભાવો આસમાન પર પહોંચી ગયા છે. ઇરાનનું ચલણ રીયાલ ધોવાઈ ગયું છે. ઇરાનમા ઇસ્લામીક સરકાર વિરૂદ્ધ બળવો ફાટી નીકળ્યો છે. ૨૦૨૫મા ઇરાનની વસતી અંદાજે ૯.૨૦ કરોડની હતી જે ભારતની વસતી કરતા લગભગ ૧૬મા ભાગની ગણાય. ઇરાનની કુલ વસતીમા ૯૦થી ૯૫ ટકા વસતી શીયા મુસ્લીમોની છે. જગતમાં ઇરાન ઉપરાંત બહુમતી શીયા મુસ્લિમોની વસતી ધરાવતા અન્ય ત્રણ મુસ્લીમ દેશો ઇરાક, બહેરીન અને અઝરબૈજાન છે. ઇરાન નસીબદાર દેશ છે. કારણ કે જગતમાં બળતણના તેલના કુલ રીઝર્વનાં દસ ટકા ઓઇલ અને જગતમા નેચરલ ગેસના કુલ રીઝર્વના ૧૫ ટકા કુદરતી ગેસ ઇરાન પાસે છે. ઇરાનની ભારત કરતા ઘણી ઓછી વસતી તથા બળતણના તેલ તથા કુદરતી ગેસના અનામત જથ્થાને કારણે ઇરાનની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક ૪૨૫૦ ડોલર્સ છે. જ્યારે ભારતની ૧૮૦૦ ડોલર્સથી ૩૦૦૦ ડોલર્સ વચ્ચે (લગભગ ૨૮૮૦ ડોલર્સ) છે. ઇરાન ઇસ્લામી શીયા રાજ્ય છે અને ત્યાના આર્થિક વડા ખામેની પાસે અઢળક રાજકીય સત્તા છે.
ઇરાનમા ધાર્મિક વડા જીવનભરની સત્તા ભોગવે છે. ઇરાન સ્ત્રીઓ માટે અત્યંત દમનકારી દેશ છે. જગતભરમાં શીયા અને સુન્ની મુસ્લીમો વચ્ચે સદાય સંઘર્ષ ચાલતો રહ્યો છે. વિશ્વમા શીયા પંથી મુસ્લીમોની વસતી કરતા સુન્ની પંથી મુસ્લીમોની વસતી અનેક ગણી વધારે છે. ઇરાન છૂપી રીતે ન્યુક્લીયર બોમ્બઝ બનાવી રહ્યું છે તેથી પશ્ચિમ જગત અને ખાસ કરીને અમેરીકા ઇરાનથી ઘણુ નાખુશ છે.
ઇરાનમા ચુસ્ત ઇસ્લામીક શાસન તથા આયાતોલ્લાહ ખામેનીની એકહથ્થુ સત્તા અને ગજબના ભાવવધારાને કારણે ખામેનીનું શાસન ભયમાં મુકાઈ ગયું છે. વળી ઇરાનમા અનહદ ભ્રષ્ટાચાર છે અને તેના અર્થકારણનું મીસમેનેજમેન્ટ ટોચ પર પહોંચી ગયું છે. ચીજવસ્તુઓની મોંઘવારીએ હદ વટાવી દીધી છે. અત્યારે ઇરાનમા જે ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે તેની પાછળ દેશમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર કારણભૂત છે. તે ઉપરાંત અમેરીકાએ ઇરાનના અર્થકારણ પર પુષ્કળ પ્રતિબંધો (જેને અંગ્રેજીમા સેંકશન્સ કહેવામા આવે છે) મુક્યા છે. ૨૦૨૨ પછી ઇરાનમા ચીજવસ્તુઓના ભાવો નવ ગણા વધી ગયા છે. તેથી લોકોમા પુષ્કળ આક્રોશ છે.
ઇરાનમાં ભાવવધારા સામેનું આંદોલન હવે ખામેની સરકારને ઉથલાવી નાખવાના આંદોલનમા ફેરવાઈ ગયું છે. હત્યા ક્રૂર નાઝીવાદને જન્મ થયો. ડાબેરી અને જમણેરી એમ બન્ને પ્રકારની સરકારો નાગરીકોના હક્કો લૂંટી લે છે અને વિરોધીઓને જેલમા પૂરી દે છે. જગતમા એકસ્ટ્રીમ રાઈટ અને એકસ્ટ્રીમ લેફ્ટ બન્ને માનવસમાજ માટે કલંકરૂપ છે. જગતમા વાયબ્રન્ટ ડેમોક્રસી જ જોઇએ. ઇરાન કટ્ટરપંથી જમણેરી ઇસ્લામીક દેશ છે. શીયા ધર્મના વડા ખામેની તેના રાજકીય વડા છે અને તેમને ઇરાનના સુપ્રીમ લીડર ગણવામાં આવે છે. તેમનુ ધાર્મિક ઝનૂન અફઘાનીસ્તાનના તાલીબાની ઝનૂન કે ભૂતકાળના હીટલરના નાઝીવાદી ઝનૂન કે ભારતના નક્સલવાદીઓના ઝનૂનથી જરા પણ ઓછું નથી.
ઇરાનમા વિરોધી મત ધરાવનારાઓને ફાંસીની સજા આપવી તે રોજીંદી બાબત છે. પ્રસિધ્ધ નોબેલ પીસ પ્રાઈઝ વિજેતા ઇરાનના નાગરીક નરગીસ મોહમ્મદી ઇરાનના પાટનગર તહેરાનની એક સૌથી બદનામ જેલમાં વર્ષોથી બંધ છે.
જગતમા ધાર્મિક વિચારસરણી આધારીત જમણેરી રાષ્ટ્રો (જેમ કે ઇરાન, અફઘાનીસ્તાન, કે પાકિક્સાતન કે અત્યારનું બાંગ્લાદેશ) માનવ અધીકારોને છીનવી લે છે અને ડાબેરી વિચારસરણી આધારીત રાષ્ટ્રો (જેવી કે રશિયા, ચીન અને ઉત્તર કોરિયા) આધારિત રાષ્ટ્રો પણ માનવવ અધીકારોનું હનન કરે છે. માત્ર સેક્યુલર લોકશાહી દેશો જ સેલ્ફ કરેક્ટીંગ થવાની શક્યતાઓ ધરાવે છે. ધર્મચુસ્ત ઇરાન માનવસમાજ માટે ભયરૂપ જણાય છે તો ચીન, રશિયા, અને ઉત્તર કોરિયાની ડાબેરી સરકારો પણ માનવ અધીકારોના હનન માટે બદનામ છે.


