Get The App

ભારતની આર્થિક વૃદ્ધિમાં જોવા મળેલો નોંધપાત્ર વધારો

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
ભારતની આર્થિક વૃદ્ધિમાં જોવા મળેલો નોંધપાત્ર વધારો 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- સાઊથ કોરીયાની વિવિધ ક્ષેત્રે વૃદ્ધિ સાથોસાથ માથાદીઠ આવકમાં પણ નોંધપાત્ર વધારો

જગતમાં ચીન પોતાને 'વર્લ્ડઝ લોર્જેસ્ટ પીપલ્સ ડેમોક્રસી ગણે છે. ભારત તેનાથી કાંઈ કમ નથી તેથી જગતમા અત્યારે ભારતની ઓળખ વલ્ડઝ લાર્જેસ્ટ ડેમોક્રસી તરીકે કરવામાં આવે છે.' સાથે સાથે એ વાત પણ સાચી છે કે ભારત જગતના મોટા અર્થકારણોમા સૌથી વધુ ઝડપથી લગભગ સાડા છ ટકાના દરે આર્થિક વિકાસ કરી રહ્યું છે. આઈટીક્ષેત્રમા ભારત સડસડાટ પ્રગતી કરી રહ્યું છે. તેમ છતા ભારતની વસતી એટલી બધી વધી ગઈ છે કે તે ૧૪૬ કરોડને પાર કરી ગઈ છે.

૨૦૨૫મા ભારતની સરાસરી માથાદીઠ આવક માત્ર (૨૮૧૮) ડોલર્સ છે. જે અમેરીકાની ૮૯,૬૦૦ ડોલર્સની સરાસરી વ્યક્તીદીઠ આવકની સરખામણીમા બકરીનું બચ્ચુ ગણાય.

ચીન ભલે જગતના અર્થકારણમા દાદાગીરી કરતુ હોય તેમ છતા તેની સરાસરી માથાદીઠ વાર્ષીક માત્ર ૧૩,૮૦૬ ડોલર્સ અને રશિયાની સરાસરી માથાદીઠ વાર્ષીક આવક ૧૭,૭૪૬ ડોલર્સ છે. પાકીસ્તાનની તો વાત જ કરવા જેવી નથી. તેવી સરાસરી માથાદીઠ વાર્ષીક આવક માત્ર ૧૭૦૭ ડોલર્સ છે. ઉપરના આંકડા આઈએમએફના છે અને તે ૨૦૨૫ના વર્ષને લગતા છે.

જગતના ત્રણ મુખ્ય સામ્યવાદી દેશો જેમા તેમના સત્તાધીશો જીવનભર સત્તા પર ચઢી બેઠા છે તેમા ચીન, રશિયા અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે તેમા રશિયા અને ચીનની સરાસરી માથાદીઠ આવક ઠીક ઠીક ઊંચી છે પરંતુ ઉત્તર કોરિયાની સરાસરી માથાદીઠ આવક અંદાજીત માત્ર ૧૭૦૦ ડોલર્સથી ૧૮૦૦ ડોલર્સની વચ્ચે છે જે ભારતની સરાસરી માથાદીઠ આવક કરતા પણ ઘણી ઓછી છે. 

તેની સરખામણીમા લોકશાહી ધરાવતા દક્ષિણ કોરિયાની સરાસરી માથાદીઠ આવક અધધધ ૩૫.૯૬૨ ડોલર્સ છે.

જગતમા મુસ્લીમોની મેજોરીટી (ગુરૂમતી જે લઘુમતીનો વિરોધી શબ્દ છે) ધરાવતા ૫૭ દેશો છે. જગતમા સૌથી વધુ મુસ્લીમ વસતી ધરાવતા દેશોમા પ્રથમ ઇન્ડોનેશીયા છે જેની વસતી ૨૪.૪ કરોડ છે. 

તે પછી પાકીસ્તાન (૨૪ કરોડની વસતી) છે. ત્રીજા ક્રમે ભારત છે જે બીન મુસ્લીમ દેશ હોવા છતા ભારતમા મુસ્લીમોની વસતી લગભગ ૨૦ કરોડ છે. તે પછી બાંગ્લાદેશ છે. જેની મુસ્લીમ વસતી ૧૫ કરોડ છે. જગતના કેટલાક મુસ્લીમ દેશો ખાસ કરીને મુસ્લીમ આરબ દેશો છે કે જેઓ ખનિજ તેલના ભંડારને કારણે સમૃદ્ધ જીવન જીવે છે. 

જે મુસ્લીમ દેશોમાં ક્રૂડ ઓઇલ બીલકુલ નથી તેઓમા ટર્કી (જ્યા ક્રૂડ ઓઇલ નથી) સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો મુસ્લીમ દેશ છે જેની સરાસરી માથાદીઠ આવક ૨૦૨૫મા ૧૮,૧૯૮ ડોલર્સ છે. 

ટર્કીને બાદ કરીએ તો જગતના ૫૭ મુસ્લીમ દેશોમાથી જે મુસ્લીમ દેશો પાસે ક્રૂડ ઓઇલની કુદરતી બક્ષીસ નથી તેઓની સરાસરી માથાદીઠ આવક ઘણી નીચી છે. દા.ત., જગતમા સુદાન, અફઘાનીસ્તાન, સોમાલીયા યેમેન વગેરે મુસ્લીમપ્રધાન દેશો અત્યંત ગરીબ છે અને તેમની સરાસરી માથાદીઠ વાર્ષીક આવક ૧૦૦૦ ડોલર્સથી પણ નીચે છે જ્યારે સાઉથ કોરિયા જેણે શીક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ પાછળ ધૂમ ખર્ચો કર્યો છે અને જગતને આશ્ચર્યમા નાખી દીધુ છે તેની સરાસરી માથાદીઠ વાર્ષીક આવક ૩૫,૯૬૨ ડોલર્સ છે.

બીલ્ડીગ્ઝ તથા હોસ્ટેલ અને હોસ્પીટલોના બીલ્ડીગ્ઝ અને ઇન્ફ્રાસ્ટ્રકચરના બીલ્ડીંગ પર લખલૂટ ખર્ચો કરી શકશે ? ફૂડ અને ફર્ટીલાઇઝર પરની પ્રચંડ સબસીડીને ઘટાડીને આ કામ ભારત સરકાર કરી શકે છે.

ભારતમા સીક્યુલર જ્ઞાન કરતા આધ્યાત્મિક જ્ઞાન વધુ ઉચ્ચકક્ષાનું છે તે માન્યતા ભ્રમણાજનક છે.