Get The App

આર્થિક અસમાનતા દૂર કરવામાં તમામ વિચારસરણી નિષ્ફળ

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
આર્થિક અસમાનતા દૂર કરવામાં તમામ વિચારસરણી નિષ્ફળ 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- 2025માં સમગ્ર વિશ્વની વસતી 820 કરોડની ઉપર પહોંચી ગઈ છે

જગતની કોઈ વિચારસરણી કે કોઈ ધર્મ કે સંપ્રદાય આર્થિક અસમાનતા દૂર કરવામાં સફળ થઇ નથી. જગત અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે જેમાં એક મુખ્ય પ્રશ્ન દેશો વચ્ચે અને દરેક દેશની અંદર આર્થિક અસમાનતાનો છે જે હજારો વર્ષોથી ચાલ્યો આવે છે. જગતમાં ટ્રાયબલ સમાજ, ખેતીવાડી સમાજ, રાજાશાહી સમાજ, ઔદ્યોગીક સમાજ, ડીજીટલ સમાજ કે હિન્દુ ધર્મ પ્રધાન સમાજ, મુસ્લીમ ધર્મ કેન્દ્રી, ક્રીશ્ચીયન ધર્મ કેન્દ્રી સમાજ કે બૌધ્ધ ધર્મી સમાજ જગતમાંથી આર્થિક અસમાનતા દૂર કરી શક્યા નથી. સામ્યવાદી વિચારસરણી એક જમાનામાં ક્રાંતિકારી ગણાતી હતી.

સામ્યવાદી વિચારસરણી વિચારધારા ધરાવતા દેશોએ શ્રમીકોના પગ પર બાંધેલી કોઈ બેડી તો તોડી નહી. પરંતુ ઉપરથી તમામ નાગરીકોના મૂળભૂત હક્કો છીનવીને શ્રમીકો અને બીનશ્રમીકોના પગો પર પણ બેડીઓ પહેરાવી દીધી. અને લેબર કેમ્પસ રચ્યા. રશિયાના પુટીન છેલ્લા ૨૫ વર્ષથી રશિયાના સર્વોચ્ચ સત્તાધીશ બની બેઠા છે. શી ઝીનપિંગ ચીનમાં સત્તા પર ચીટકી ગયા છે.

જગતમાં ચીન, રશિયા, ઉત્તર કોરિયા જેવા અને પાકિસ્તાન જેવા મીલીટરી ડીક્ટેટરશીપ ધરાવતા સભ્યો ટકી રહ્યા છે તે માનવજાત માટે કલંકરૂપ ઘટના છે. કટ્ટર ધર્મઝનૂની અફઘાનીસ્તાન જેવા રાષ્ટ્રો પણ માનવજાત માટે કલંકરૂપ છે. યાદ રહે કે સામ્યવાદ જે એક જમાનામાં રાજકીય અને આર્થિક વિચારસરણી હતી તે હવે ચૂસ્તધર્મ બની ગયો છે અને અત્યારનો નવમૂડીવાદ જે નીઓલીબટાલીઝમને નામે ઓળખાય છે તેણે તો આર્થિક અસમાનતા વધારવામા હદ કરી નાંખી છે. અમેરીકામા અડધો ડઝનથી પણ વધુ અરબોપતી બીલીયોનરમાંથી ટ્રીલીઅનોલ થવા તરફ આગેકૂચ કરી રહ્યા છે. આર્થિક અસમાનતાની આ હદ ગણાય કારણ કે અમેરીકાના અડધો ડઝન કે તેથી વધુ ધનિકોની આવક મોટાભાગના આફ્રિકાના ગરીબ દેશોની જીડીપીના સરવાળા કરતા પણ વધારે છે. અમેરીકાના સૌથી સમૃદ્ધ ૫૦ ઉદ્યોગપતીઓની સંપત્તીનો સરવાળો કરીએ તો તેમની કુલ સંપત્તી ભારતની અત્યારની લગભગ ચાર ટ્રીલીયન ડોલર્સની જીડીપીથી પણ વધી જાય. તે ઉપરાંત સરાસરી માથાદીઠ આવકની અસમાનતાની તો વાત જ કરવાની નથી. નીચેના કેટલાક આંકડાઓ જગતના દેશોની જીડીપીના છે. જે જગતના દેશો વચ્ચેની આર્થિક અસમાનતાના સૂચક છે. તે પછીના આંકડા કેટલાક સમૃદ્ધ અને ગરીબ દેશોની સરાસરી માથાદીઠની ભયાનક અસમાનતા સૂચવે છે.

જગતની પ્રચંડ વસતી ઃ ૨૦૨૫મા જગતની વસતી ૮૨૦ કરોડની ઉપર પહોંચી ગઈ છે. ઇ.સ. ૨૦૧૪મા જગતની વસતી ૭૩૮ કરોડ હતી તે હવે અત્યારે ૮૨૦ કરોડ પર પહોંચી ગઇ છે. માન્યામાં ના આવે પરંતુ ૧૯૬૦મા જગતની વસતી માત્ર ૩૦૨ કરોડ હતી. ભારતની વસતી ૧૯૫૧મા ૩૫થી ૩૬ કરોડ હતી પરંતુ ૨૦૨૫માં તે અંદાજિત ૧૪૬.૪ કરોડ પર પહોંચી ગઈ છે અને ચીનની વસતીનો અંદાજે ૧૪૧.૬ કરોડે પહોંચી છે. ભારતમા એક સારી બાબત એ બની છે કે ઇ.સ. ૧૯૭૨થી ઇ.સ. ૧૯૮૩ના ગાળામા ભારતનો વસતી વધારાનો દર ૨.૩ ટકા જેટલાં પ્રચંડ મોટો હતો તે હવે ૨૦૨૫માં એક અંદાજ પ્રમાણે ૦.૯ ટકા (એક ટકાથી પણ ઓછો) થઇ ગયો છે. સમગ્ર જગતની વસતી વધારાન દર પણ .૯ ટકા પર પહોંચી ગયો છે. 

જગતના કેટલાક દેશોની જીડીપી ઃ જગતના કેટલાક દેશોની જીડીપી અને માથાદીઠ આવક નીચે મુજબ છે. જગતના પ્રથમ બાર દેશોની ઇ.સ. ૨૦૨૫મા જીડીપી અધધધ છે એન તે મુજબ છે ઃ યુ.એસ.એ ૩૦.૫ ટ્રીલીયન ડોલર્સ, ચીન ૧૯.૨૩ ટ્રીલીયન ડોલર્સ, જર્મની ૪.૭ ટ્રીલીયન ડોલર્સ, ભારત ૪.૧૯ ટ્રીલીયન ડોલર્સ, જાપાન ૪.૧૯ ટ્રીલીયન ડોલર્સ, યુ.કે. ૩.૮૪ ટ્રીલીયન ડોલર્સ, ફ્રાંસ ૩.૨૧ ટ્રીલીયન ડોલર્સ, ઇટાલી ૨.૪૨ ટ્રીલીયન ડોલર્સ, કેનેડા ૨.૨૩ ટ્રીલીયન ડોલર્સ, રશિયા ૨.૦૮ ટ્રીલીયન ડોલર્સ અને સ્પેન ૧.૮ ટ્રીલીયન ડોલર્સ.