Get The App

આજથી સો વર્ષ પહેલા ભારતમાં 1925માં આરએસએસ અને સામ્યવાદી પક્ષનો જન્મ થયો

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
આજથી સો વર્ષ પહેલા ભારતમાં 1925માં આરએસએસ અને સામ્યવાદી પક્ષનો જન્મ થયો 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

2025ના વર્ષમાં ભારતની બે પ્રમુખ રાજકીય સંસ્થાઓની સ્થાપનાને 100 વર્ષ પૂરા થયા. અલબત્ત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બીજેપીની માતૃ સંસ્થા હોવા છતાં પોતાને રાજકીય નહીં પરંતુ સાંસ્કૃતિક સંસ્થા માને છે. ૧૯૨૫માં જેની સ્થાપના થઈ તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુધર્મ કેન્દ્રી અતિરાષ્ટ્રવાદી જમણેરી સંસ્થા છે અને જમણેરી ભારતીય જનતા પક્ષની તે માતૃ સંસ્થા છે. પહેલાનાં જનસંઘે હવે બીજેપી તરીકે નવો અવતાર ધારણ કર્યો છે અને અત્યારે કેન્દ્રમાં બીજેપીની સરકાર હિન્દુધર્મ અને હિન્દુ સંસ્કૃતિ કેન્દ્રીત રાષ્ટ્રવાદની વિચારસરણી પર ચાલે છે. તેમ છતાં ભારતમાં ૨૦ કરોડ મુસ્લીમોની વસતીને બીજેપીએ હિન્દુ કે અન્ય ધર્મીઓ જેટલા જ નાગરીક અધિકારો આપ્યા છે તે બીજેપી સરકારનું એક મોટુ પ્લસ પોઈન્ટ છે. અલબત્ત બાબરી મસ્જીદ તૂટી તે બીજેપીના નેતાઓ માટે તેમજ ખાસ કરીને એલ.કે. અડવાણી માટે શોભનીય ઘટના ના ગણી શકાય. ૧૦૦ વર્ષના ઈતિહાસમાં આરએસએસે પોતાનામાં પણ ઘણા પરિવર્તનો કર્યા અને તેણે અટલબિહારી બાજપેયી જેવા તટસ્થ અને ઋુજુ હૃદયના માનવતાવાદી વડાપ્રધાન પણ દેશને આપ્યા છે. ભારતમાં એક સારી વાત એ બની છે કે બીજેપી અતિરાષ્ટ્રવાદી રાજકીય પક્ષ હોવા છતાં તે કલ્યાણ રાજ્યની દીશામાં આગળ વધી રહ્યો છે અને સ્ત્રી સ્વાતંત્ર્યનો પણ પ્રખર સમર્થક પક્ષ છે.

 ભારતમાં ટ્રાયબલ મહીલા રાષ્ટ્રપતીની પસંદગી કરવાનું માન બીજેપીને ફાળે જાય છે. પરંતુ હાલની બીજેપી સરકારે ટેમ્પલ બીલ્ડીંગ અને ટેમ્પલ-ટાઉન ડેવલપમેન્ટ પાછળ અઢળક ખર્ચો કર્યો છે અને કરી રહી છે તેને કારણે દેશમાં રેશનાલીસ્ટ-સાયન્ટીફીક માનસીકતા કે ટેમ્પરને ઘણું નુકશાન પહોંચ્યું છે. હિન્દુ માયથોલોજી શ્રધ્ધાપ્રધાન અને ચમત્કારપ્રધાન છે. જ્યારે હિન્દુધર્મના ગ્રંથોમાં ઊંડાણભરી આધ્યાત્મીક ફીલોસોફી છે. પરંતુ કમભાગ્યે ભારતમાં હિન્દુધર્મના પુનરૂત્થાનનું પ્રચંડ મોજું ફરી વળ્યું છે અને જગતમાં હિન્દુધર્મ સર્વશ્રેષ્ઠ છે તે વિચારસરણી હેઠળ હાલની સરકાર ચાલે છે.

૧૯૪૭માં સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતે લોકશાહી ટકાવી રાખી છે. જ્યારે બ્રીટન અને પશ્ચિમ યુરોપના દેશોની ચુંગાલમાંથી છૂટેલા એશિયા-આફ્રીકાનો કોઈ દેશ ભારત સિવાય સાતત્યપૂર્ણ લોકશાહી સાચવી શક્યો નથી. ભારતની લોકશાહીનું આ મોટું જમા પાસુ છે. યાદ રહે કે ઈન્દીરા ગાંધીએ ભારતમાં કટોકટી જાહેર કરી તેની જોગવાઈ ભારતીય સંવિધાનમાં જ હતી. શ્રીમતી એટલે ઈન્દીરા ગાંધીએ લોકશાહીનો લોપ કર્યો તેમ કહી ના શકાય. ભાજપની સરકારમાં એક વાત સારી બની રહી છે કે કોંગ્રેસ સરકારની પંચવર્ષીય યોજનાઓ નિષ્ફળ ગઈ અને તે ઉપરાંત અર્થકારણમાં સરકારી બાબુઓની દરમિયાનગીરી વધી ગઈ. મનમોહનસિંઘ અને નરસિંહરાવની સરકારે ૩ ટકાના હિન્દુ ગ્રોથ રેટનો અંત આણ્યો તો બીજેપીએ પણ પોતાની આર્થિક નીતિઓ દ્વારા ફુગાવાને કાબુમાં રાખીને ઊંચો આર્થિક વૃદ્ધિદર સિદ્ધ કરીને વાહવાહ મેળવી છે. ભારતની વસતી ૧૪૬ કરોડ ઉપર પહોંચી ગઈ છે તેની સહેજ પણ ચિંતા હાલની સરકાર કરતી નથી. તેને માફ કરી શકાય નહીં.

દરેક રાજકીય પક્ષની જેમ બીજેપીને પણ કેન્દ્રીય ચૂંટણીમાં 'સેટબેક' મળ્યો છે અને હાલની લોકસભામાં તેની સ્પષ્ટ બહુમતી નથી. પરંતુ બીજેપીની સરકાર આરએસએસની હિન્દુધર્મકેન્દ્રી વિચારસરણી પર ચાલે છે. અને ભારતના ભૂતકાળને અત્યંત 'ગ્લોરીફાય' કરે છે અને આટલા પ્રચંડ ભ્રષ્ટાચાર છતાં ભારતને જગદગુરૂ ગણે તે ચિંતાજનક બાબત છે.

 ભારત ત્યાગપ્રધાન દેશ છે - ભોગપ્રધાન નથી તો ભારતની વસતી કેમ ૧૪૬ કરોડથી વધી ગઈ છે. જગતમાં મુસ્લીમધર્મકેન્દ્રી રાષ્ટ્રો (અફઘાનીસ્તાન, ઈરાન વગેરે) કેટલા ખતરનાક છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ભારત માટે સેક્યુલારીઝમ શ્રેષ્ઠ માર્ગ છે. પરંતુ આરએસએસને તે માન્ય નથી. દેશમાંથી કોંગ્રેસ કે મીશ્ર સરકાર કે બીજેપી કે પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકાર પણ ભ્રષ્ટાચારને દૂર કરી શક્યા નથી એટલે ભારતને જગદગુરૂ ગણવું તે જગદગુરૂ શબ્દની હાંસી ગણાય. આવે વખતે માકર્સના શબ્દો યાદ આવે છે કે રીલીજીયન ઈઝ એન ઓપીયમ ફોર માસીઝ.ભારતમાં સામ્યવાદી પક્ષની સ્થાપનાને સો વર્ષ પૂરા થયા પણ આ પક્ષ કેન્દ્રમાં પોતાની સરકાર સ્થાપી શક્યો નથી.