- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
- ટ્રમ્પનું અતિરાષ્ટ્રવાદનું મોજું ભવિષ્યમાં નુકસાનકારક પુરવાર થશે
જગતમા આર્થિક અસમાનતા હોવા છતાં જગતના લોકોનો સરાસરી જીવન આવરદા વધતો જાય છે. જગતના અર્થકારણમા એક બીજી સારી બાબત એ છે કે છેલ્લા ઘણાં વર્ષોથી જગતનુ અર્થકારણ લગભગ ત્રણ ટકાના સરાસરી દરથી વધે છે.
જ્યારે જગતની વસતી વધારાનો દર એક ટકાથી ઓછા દરે એટલે કે માત્ર .૮૫ ટકા છે. ખરેખર તે આનાથી પણ વધારે ઘટવો જોઇએ. ૧૯૬૦ના દાયકામા જગતની વસતી વધારાનો દર ૨.૩ ટકા હતો તે હવે માત્ર .૮૫ ટકા થઇ ગયો છે. એક અનુમાન એવું છે કે ૨૦૮૦ના દાયકામા જગતની વસતી ૧૦૩૦ કરોડ પર પહોંચી જશે અને પછી તેમા ધીમે ધીમે ઘટાડો થશે. હાલ ૨૦૨૫માં જગતની વસતીનો એસ્ટીમેટ ૮૨૦ કરોડ મુકવામા આવ્યો છે. જગતમા સૌથી વધુ વસતીવાળો દેશ અત્યાર સુધી ચીન ગણાતુ હતુ. હવે ૧૪૦ કરોડની વસતી ધરાવતા ચીનનુ સ્થાન ૧૪૬.૪ કરોડની વસતી ધરાવતા ભારતે પડાવી લીધુ છે તે ભારત માટે શરમજનક બાબત છે. વળી સરાસરી વાર્ષિક આવક ૨૮,૮૦ ડોલર્સ જેટલી છે. અમેરીકાની લગભગ માથાદીઠ સરાસરી આવક ૮૯,૦૦૦ ડોલર્સ છે તે જાણવા છતા ભારતની તમામ સરકારોએ વસતી વધારાના નિયંત્રણની બાબતમા જે ઉદાસીનતા દાખવી છે તેને અક્ષમ્ય ગણી શકાય. અહી મુખ્ય વિચાર એ છે કે ભારતે પોતાના કલ્ચરની બાબતોને જગતમા ્ને ખુદ ભારતમા પ્રોજેક્ટ કરતી વખતે ફેન્ટસી નહી પણ વાસ્તવિક (રીઆલીટી ઓરીએન્ટેડ) બનવાની જરૂર છે. ભારતે ૧૯૪૭ પછી અદ્ભૂત આર્થિક પ્રગતિ કરી છે. ભારતમા આઈઆઈટી અને આઈઆઈએમ જેવી શૈક્ષણિક સંસ્થાઓ અતિશય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તૈયાર કરે છે તેની પણ નોંધ લેવી પડે. પરંતુ આપણી નિરંકુશ વધતી જતી વસતીને રોકવામા તમામ સરકારો નિષ્ફળ નીવડી છે તે સૌ કોઈએ કબૂલ કરવુ રહ્યું.
જગતમા અત્યારે અનેક દેશો પાસે ન્યૂક્લીઅર શસ્ત્રોનો ભંડારો હોવાથી જગતમા અત્યારે બેલેન્સ ઓફ ટેરરની મનોદશા છે. સાથે સાથે તેનો વિરોધાભાસ એ પણ છે કે જગત આર્થિક રીતે ઝડપથી વિકાસ કરી રહ્યું છે પરંતુ રશિયા, ચીન, ઉત્તર કોરિયા જેવા સામ્યવાદી દેશોમાં તેમજ અમેરીકા બ્રીટન કે કેનેડા જેવા લીબરલ ડેમોક્રસી ધરાવતા દેશોમાં પણ આર્થિક અસમાનતા વધતી જાય છે. સામ્યવાદી દેશોમા પણ સેંકડો અબજપતિઓ ઉભા થયા છે. જગતમા બીલીઓનર્સની સંખ્યા વધતી જાય છે.
જગતમા સામ્યવાદી દેશો તદ્દન 'ડીસક્રેડીટ' થઇ ચૂક્યા છે અને જગતમાંથી અમેરીકન સામ્રાજ્ય અસ્ત પામે તેવા ચિન્હો પણ જણાઈ રહ્યા છે. ચીન, રશિયા અને ઉત્તર કોરિયામા તેના સત્તાધારકો જીંદગીભરની સત્તા પચાવી પાડીને તેમણે લોકસત્તાને ઝૂંટવી લીધી છે. રશિયાના પુટીન છેલ્લા ૨૫ વર્ષથી રશિયા પર રાજ કરી રહ્યા છે. ટ્રમ્પની લાગણી એવી જણાય છે કે શું ભારત જગતના આ અત્યંત આતતાયી દેશો સાથે હાથ મીલાવે ? બ્રીક્સના દેશોમા ભારત સિવાય ક્યાં સાચી લોકશાહી છે ?
ભારતની પહેલવૃત્તીથી બ્રીક્સની રચના તો છેક ૨૦૦૯મા શરૂ થઇ ગઇ હતી. કોઇને કલ્પના પણ નહતી કે ભારત જેવો લોકશાહી દેશ પોતાના રાજકીય અને આર્થિક હિતોના રક્ષણ માટે બે કટ્ટરવાદી સામ્યવાદી દેશો ચીન અને રશિયા સાથે હાથ મીલાવશે અને તે ઉપરાંત બ્રાઝીલ અને સાઉથ આફ્રીકા જેવા ઢચુપચુ લોકશાહી ધરાવતા દેશો સામે હાથ મીલાવશે અને તે પછી તેમા આરબ દેશો પણ જોડાશે.
ટ્રમ્પને લાગે છે કે બ્રીક્સની રચના દ્વારા ભારતે અમારી પીઠમા ખંજર ભોક્યુ છે. દુનિયાના તમામ ખંડો જેમ કે એશિયા, આફ્રીકા, દક્ષિણ અમેરિકા તથા યુરોપના રશિયા જેવા દેશોએ અમારી વિરૂદ્ધ ધરી રચીને અમને ઘેરી લેવાનું (એન્સર્કલ કરવાના) કાવતરૂ ઘડયું છે અને ક્રૂર સરમુખત્યારશાહી ધરાવતા દેશો સાથે ભેગા મળીને બ્રીક્સના દેશો અમારો ડોલર જેનુ જગતમા પ્રભુત્વ છે તેની જગ્યાએ પોતાની આગવી વ્યવસ્થા ઉભી કરીને અમારા ડોલરની ઇન્ટરનેશનલ કરન્સી તરીકેની સત્તાને તોડી રહ્યા છે.


