Get The App

GST કાયદા હેઠળ અપીલ દાખલ કરવા અંગે માહિતી

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
GST કાયદા હેઠળ અપીલ દાખલ કરવા અંગે માહિતી 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GSTકાયદા હેઠળ અપીલ વિલંબીત દાખલ કરી કે સમયસર દાખલ કરી તે બાબતે ખૂબ જ મોટો ઝઘડો છે. સરકાર દ્વારા GSTપોર્ટલ ઉપર આદેશ ચઢાવી દીધો હોય અને અપીલ કરવાની રહી ગઈ હોય તો ઘણી વખત આવો વિલંબ માફ કરવામાં આવતો નથી સરકારી ખાતાની દલીલ પ્રમાણે  GSTપોર્ટલ ઉપર આદેશ ચઢાવી દીધો હોય અને અપીલ કરવાની રહી ગઈ હોય તો ઘણી વખત આવો વિલંબ માફ કરવામાં આવતો નથી. 

સરકારી ખાતાની દલીલ પ્રમાણે GST પોર્ટલ ઉપર આદેશ ચઢાવ્યા પછી કેટલીવાર લોગઈન કરેલ છે તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર છે જેથી વેપારી આલમને પ્રચંડ તકલીફનો સામનો કરવો પડે છે. 

આ બાબતે સરકાર દ્વારા એક વખત એમનેસ્ટી સ્કિમ લાવવી ખૂબ જ જરૂરી છે. કારણકે GST કાયદા હેઠળ ત્રીસ દિવસથી વધુ વિલંબ માફ કરવાની સત્તા આપી જ નથી.

તેવી જ રીતે અધિકારીને પણ કોઈ કારણદર્શક નોટીસ કોઈ વ્યક્તિને આપવી હોય કલમ ૭૩ હેઠળ તો આવી નોટીસ આદેશ પસાર કરવાની છેલ્લી તારીખથી ત્રણ માસ પહેલા પાઠવવી પડે. 

ઘણી વખત અધિકારીઓ જૂની તારીખ નાખેલી નોટીસ હાલ પાઠવેલ છે અને તેમ દર્શાવે છે કે અગાઉ તેમના દ્વારા મોકલી આપી હતી. 

આ બાબતે દિલ્હી હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં ખૂબ જ રસપ્રદ ચૂકાદો સી.એચ.રોબીનસન વર્લ્ડવાઈડ ફેટ ઇન્ડયા પ્રા.લી. (ઉ ઁ(બ) ર્શ. ૧૫૫૦૮/૨૦૨૪) આપ્યો છે તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ જેના વિષે આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

પ્રસ્તુત કેસમાં નાણાકિય વર્ષ ૨૦૧૯/૨૦ ના સમય માટે કલમ ૭૩ હેઠળ અધિકારી દ્વારા કારણદર્શક નોટીસ આપીને અરજદારની પાસેથી રૂ.૧૧.૮૫ કરોડની ખોટી વેરાશાખ વાપરવા બદલ વસુલાત કેમ ના કરવી તેની કાર્યવાહી હાથ ધરી હતી. નોટીસની તારીખ ૩૧ મે ૨૦૨૪ હતી અને અરજદારને તે નોટીસ તારીખ ૧૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ પાઠવવામાં આવી હતી. આ નોટીસથી નારાજ થઈને અરજદાર દ્વારા માન. દિલ્હી હાઈકોર્ટ સમક્ષ રીટ દાખલ કરી.

અરજદારની રજૂઆત

અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે ભલે નોટીસની તારીખ મે ૨૦૨૪ની હોય તેમને ખાતા દ્વારા તારીખ ૧૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ પાઠવવામાં આવી હતી. વધુમાં ખાતાએ આ નોટીસ જૂના ધંધાના સ્થળે મોકલી હતી.

 અગાઉ જેની પહેલા GST પોર્ટલ ઉપર નવો ધંધાનો સ્થળ જાણ કરી દેવામાં આવેલ. નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ માટે આદેશ પસાર કરવાની આખર તારીખ ૩૧-૮-૨૪ છે. અને ત્રણ માસ પહેલા નોટીસ આપી નથી જે ગેરકાયદેસર ગણાય.

સરકારની રજૂઆત

સરકાર દ્વારા ટેકનીકલ ખામી હેઠળ આશરો લઈને નોટીસ યોગ્ય ઠરાવવા રજૂઆત કરી.

દિલ્હી હોઈકોર્ટનો ચૂકાદો

હાઈકોર્ટ ખાસ ધ્યાને લીધુ કે જૂન ૨૦૨૪ પહેલા જ અરજદારે ધંધાનો સ્થળ ફેરફારની જાણ કરી દીધી હતી. જેનો હકારાત્મક જવાબ સરકારે મે ૨૦૨૪માં આપેલ. આમ, પ્રસ્તુત કેસમાં કોઈ ટેકનીકલ ખામી નથી અને નોટીસ અયોગ્ય ઠરાવી.