Get The App

રેક્ટિફિકેશન બાદ અપીલની મર્યાદા

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
રેક્ટિફિકેશન બાદ અપીલની મર્યાદા 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદામાં સામાન્ય રીતે Section 107 હેઠળ અપીલ માટે ૩ મહિના તથા વધુમાં વધુ ૧ મહિના સુધી વિલંબ માફ કરવાની જોગવાઈ છે. એટલે કુલ ૧૨૦ દિવસ બાદ   Appellate Authority પાસે અપીલ સ્વીકારવાની સત્તા રહેતી નથી. પરંતુ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ એક મહત્વપૂર્ણ ચુકાદાએ સ્પષ્ટ કર્યુ છે કે જો મૂળ ઓર્ડર સામે Section 161 હેઠળ રેક્ટિફિકેશન અરજી કરવામાં આવી હોય, તો અપીલની મર્યાદા કેવી રીતે ગણવી જોઈએ.

કેસની પૃષ્ઠભૂમિ

અરજદાર New Kailash Suppliers સામે વિભાગ દ્વારા ૧૨.૦૮.૨૦૨૪ના રોજ એક આદેશ પસાર કરવામાં આવ્યો હતો. આ આદેશ સામે સીધી અપીલ કરવાની જગ્યાએ અરજદારે પ્રથમ Section 161 હેઠળ રેક્ટિફિકેશન અરજી ૦૫.૧૧.૨૦૨૪ના રોજ દાખલ કરી. આ રેક્ટિફિકેશન અરજીનો નિર્ણય ૧૯.૦૩.૨૦૨૫ના રોજ થયો અને તેને નામંજૂર કરવામાં આવી. ત્યારબાદ અરજદારે ૨૫.૦૩.૨૦૨૫ના રોજ Appellate Authority  સમક્ષ Section 107 હેઠળ અપીલ દાખલ કરી. પરંતુ  Appellate Authorityએ અપીલને વિલંબના આધારે નામંજૂર કરી દીધી, કારણ કે મૂળ ઓર્ડર તારીખથી ગણતરી કરતાં અપીલ ૧૨૦ દિવસની મર્યાદા બાદ દાખલ થઈ હતી.

અરજદાર દલીલ

અરજદાર તરફથી દલીલ કરવામાં આવી કે રેક્ટિફિકેશન અરજી કાયદેસર ઉપાય છે અને તેની અસર limitation પર પડે છે. રેક્ટિફિકેશનનો નિર્ણય ૧૯.૦૩.૨૦૨૫ના રોજ આવ્યો હોવાથી limitation 20.03.2025 થી શરૂ થવી જોઈએ અને અપીલ માત્ર ૫ દિવસમાં દાખલ કરવામાં આવી છે.

વિભાગનો અભિગમ

વિભાગે નીચેની દલીલો કરી Limitation મૂળ ઓર્ડર તારીખથી ગણવી, Rectification order સામે અલગ અપીલ કરવામાં આવી નથી, અપીલ અધિકારીનો આદેશ યોગ્ય અને ન્યાયી છે. કુલ ૨૨૫ દિવસ પછી અપીલ દાખલ થઈ.

હાઈકોર્ટનું વિશ્લેષણ

હાઈકોર્ટે કેસના તથ્યો અને કાયદાનું વિગતવાર મૂલ્યાંકન કર્યું. કોર્ટે નોંધ્યું કે Rectification અરજી કાયદેસર ઉપાય છે તે મૂળ ઓર્ડર સામે જ કરવામાં આવી હતી તેની અસર limitation પર પડે છે. એપેલેટ ઓથોરિટી એ હકીકતલક્ષી મેટ્રિક્સનું યોગ્ય મૂલ્યાંકન કરવું પ્રમાણિયાત છે. હાઈકોર્ટ દ્વારા એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે અપીલનો યાંત્રિક અસ્વીકાર કાયદેસર નથી.

તાજેતરના ઘણા ચુકાદાઓમાં કોર્ટોએ ૧૨૦ દિવસની મર્યાદા બાદ રાહત આપવાનો ઈનકાર કર્યો છે. પરંતુ આ કેસમાં હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે : ''જ્યારે રેક્ટિફિકેશન પ્રક્રિયા ચાલુ હોય ત્યારે limitation mechanically ગણવી નહીં. GST કાયદામાં સમયમર્યાદા મહત્વપૂર્ણ છે, પરંતુ દરેક કેસના તથ્યોનું યોગ્ય મૂલ્યાંકન કરવું એટલું જ જરૂરી છે. જ્યાં Section 161 હેઠળ રેક્ટિફિકેશન પ્રક્રિયા અપનાવવામાં આવી હોય, ત્યાં અપીલની મર્યાદા નવી રીતે ગણવામાં આવશે.