Get The App

આદેશની સર્ટીફાઈડ નકલ-એક પ્રોસિજેરલ જરૂર અપીલમાં

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
આદેશની સર્ટીફાઈડ નકલ-એક પ્રોસિજેરલ જરૂર અપીલમાં 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ સરકાર દ્વારા અપીલ દાખલ કરવા માટે ખૂબ જ આકરી જોગવાઈ કરી છે અને વિશિષ્ટ સમય પૂર્ણ થાય ત્યારબાદ વિલંબ માફ થાય તેમ નથી. તદ્ઉપરાંત GST પોર્ટલ ઉપર અપીલ દાખલ કર્યા બાદ અપીલની કચેરીમાં તેની નકલ જમા કરાવવાની થાય છે.

ઘણી વખત તેમ બનાવ થાય કે વિવાદ અરજી GST પોર્ટલ ઉપર દાખલ કર્યા બાદ તેની નકલ અપીલની કચેરીમાં જમા કરવાની રહી ગઈ હોય તેવા કિસ્સામાં શું અપીલ કરેલી ના ગણાય ? આ બાબતે માન. અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારાK.C.Timber products વિ.અધિક કમિશ્નરશ્રી (૨૦૨૫) ૩૧  Centax 136 માં ખૂબ જ રસપ્રદ ચૂકાદો આપ્યો છે. જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

અરજદારને નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ માટે કલમ ૭૩ હેઠળ કારણ દર્શક નોટીસ પ્રાપ્ત થઈ હતી. આ નોટીસમાં GSTR 1 પત્રક, GSTR3B પત્રક અને GSTR2A ફોર્મમાં વિસંગતતા નોંધવામાં આવી હતી. ત્યારબાદ અરજદારને તારીખ ૮.૭.૨૦૨૧ ના રોજ ડિમાન્ડ વાળો આદેશ ફટકારવામાં આવ્યો હતો. અરજદાર દ્વારા તારીખ ૧૮.૮.૨૦૨૧ ના રોજ  GST પોર્ટલ ઉપર અપીલ દાખલ કરાઈ હતી. પરંતુ સરકાર દ્વારા અરજદારની અપીલ તારીખ ૨૪.૧૨.૨૦૨૪ના રોજ ફગાવી દેવાઈ અને તેમ કારણ દર્શાવ્યું કે નિયમ ૧૦૮ની જોગવાઈ પ્રમાણે આદેશની સર્ટીફાઈડ નકલ ખાતામાં વિલંબીત જમા કરાવવામાં આવી હતી. આનાથી નારાજ થઈને અરજદારે માન, અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી.

અરજદારની દલીલ

અરજદાર દ્વારા દલીલ કરવામાં આવી કે નિયમ ૧૦૮માં તારીખ ૨૬.૧૨.૨૦૨૨ ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં ૭ દિવસમાં આદેશની સર્ટીફાઈડ નકલ રજુ કરવાની થાય. આ જરૂરિયાત ત્યારે જ ઉપસ્થિત થાય જ્યારે અપીલ મેમોની સાથે આદેશની નકલ બીડાણ કરેલ ના હોય. વધુમાં પોતાની રજૂઆતને ટેકો આપવા માટે દીલ્હી હાઈકોર્ટનો છેગ ઇન્ડયા પ્રા.લિ. વિ યૂનિયન ઓફ ઇન્ડિયા (WP(C)1062/2024)પર આધાર રાખવામાં આવ્યુ. અરજદાર દ્વારા તેમ પણ દલીલ કરવામાં આવી કે નિયમ ૧૦૮માં સુધારો પ્રોસિજેરલ છે માટે પૂર્વલક્ષી ગણવાનો થાય.

સરકારની દલીલ

સરકાર દ્વારા સમય મર્યાદા વિત્યા બાદનો કેસ હોઇ અપીલ ફગાવી નાખવા વિનંતી કરી.

અલ્હાબાદ હાઈકોર્ટનો ચૂકાદો

અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા નિયમ ૧૦૮ની જોગવાઈ ઉપર ખાસ ધ્યાન આપ્યુ અને નોંધ્યુ કે આદેશની સર્ટીફાઈડ નકલ દાખલ કરવી માત્ર પ્રોસિજેરલ જરૂર છે અને તે દાખલ ન કરવાથી કઈ ઓનલાઈન કરેલી અપીલની યર્થાયતા ખોવાઈ ન જાય. આમ, અપીલ માન્ય રાખી.