Get The App

GST અપીલની Pre-Deposit રકમનું રિફંડ

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
GST અપીલની Pre-Deposit રકમનું રિફંડ 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા અમલમાં આવ્યા બાદ એક પ્રશ્ન વારંવાર ઊભો થતો રહ્યો છે - ''જો કરદાતા અપીલ જીતી જાય, તો અપીલ માટે ભરેલી પ્રાથમિક ભરણું pre-deposit રકમ કેવી રીતે અને કયા કાયદા હેઠળ પરત મળશે ?'' સ્વાભાવિક રીતે, વિભાગ અપીલ માટે કરેલી પૂર્વ ડિપોઝીટ પર ક્યારેય વ્યાજ ચૂકવવા માંગશે નહીં.  આજના લેખમાં, ઝારખંડ રાજ્ય અને અન્ય વિરુધ્ધ BLA ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લિમિટેડ (સ્પેશિયલ લીવ પિટિશન (સિવિલ) ડાયરી નંબર 56452/2025) ના કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટના ચુકાદાની સરળ સમજણ અને ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકતો

BLA ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લિમિટેડ સામે GST વિભાગ દ્વારા કર અને દંડની માંગ ઊભી કરવામાં આવી. એ આ આદેશ સામે Section 107 હેઠળ અપીલ દાખલ કરી. અપીલ દાખલ કરવા માટે pre-deposit રકમ ભર્યો. અપીલ જીતી ગયા બાદ કરદાતાએ pre-deposit રકમ પરત માંગીને અરજી કરી. GST વિભાગ દ્વારા આ રિફંડ Section 54 હેઠળ આવે છે અને સમયમર્યાદા પૂરી થઈ ગઇ છે, એટલે રિફંડ time-barred છે. આના આધારે, રિફંડ અરજી નકારી કાઢવામાં આવી હતી. ઝારખંડ હાઈકોર્ટ કરદાતાના પક્ષમાં ગઈ. ઝારખંડ હાઈકોર્ટે કલમ 54નું ઉદાર અર્થઘટન કર્યું અને કરદાતાના રિફંડ દાવાને મંજૂરી આપી. પરંતુ રાજ્ય સરકારે આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરી.

સરકારી દલીલ

સરકારનો મુખ્ય આધાર એવો હતો કે Section 54 મુજબ સમયમર્યાદા પૂરી થઇ ગઈ છે, એટલે રિફંડ નહીં મળે.

કરદાતાનું નિવેદન

કરદાતાની દલીલ Pre-deposit એ ટેક્સ નથી, Section 54 માત્ર ‘‘tax, interest, penalty" માટે છે. Pre-deposit માટે ખાસ જોગવાઈ Section 107 (6) છે. તેથી પ્રી-ડિપોઝીટનું રિફંડ સ્વીકાર્ય છે.

સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કલમ ૧૦૭ (૬) હેઠળ કરવામાં આવેલ વૈધાનિક પ્રી-ડિપોઝીટ GST કાયદાની કલમ ૫૪ દ્વારા નિયંત્રિત નથી. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ઝારખંડ હાઈકોર્ટે કલમ ૫૪ની અર્થઘટનાત્મક કવાયત હાથ ધરી હતી, પરંતુ આવી કવાયત જરૂરી નહોતી કારણ કે કલમ ૫૪ પોતે લાગુ પડતી ન હતી. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અને માનવતાપૂર્ણ નોંધ કરી કે હાઈકોર્ટનો reasoning set aside છે પરંતુ કરદાતાને કોઈ નુકસાન નહીં થાય અને જો આ ચુકાદાના કારણે કરદાતાને ભવિષ્યમાં કોઈ adverse effect  થાય તો કરદાતાને matter reopening માટે અરજી કરવાની સંપૂર્ણ છૂટ રહેશે. સુપ્રીમ કોર્ટે કરદાતાને પ્રી-ડિપોઝીટ વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો.