Get The App

CIRP દરમિયાન GST નોંધણી રદ્દ કરી શકાશે નહીં

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
CIRP દરમિયાન GST નોંધણી રદ્દ કરી શકાશે નહીં 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં Insolvency and Bankruptcy Code (IBC) હેઠળ અનેક કંપનીઓ Corporate Insolvency Resolution Process (CIRP) માંથી પસાર થઈ રહી છે. પરંતુ આવા કિસ્સાઓમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો થાય છે - શું GST  વિભાગ કંપનીને જૂના ભંગાણના આધારે ફરીથી મુશ્કેલીમાં મૂકી શકે ? તાજેતરમાં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદામાં આ મુદ્દે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. નવી મેનેજમેન્ટને ‘‘Fresh Start" નો અધિકાર છે. આજના લેખમાં, આર કે આઈ બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ સેન્ટ્રલ ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ, રેન્જ-૩, તિરુપતિ અને અન્યના કેસમાં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના ચુકાદાની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી છે (WP નં. ૩૨૯૯૪/૨૦૨૫)

GST કાયદાની જોગવાઈઓ :

(૧) Notification No. 11/2020- Central Tax - IRP/RP ને નિયુક્તિના ૩૦ દિવસની અંદર નવી GST નોંધણી લેવી જરૂરી છે અને CIRP પછીના વ્યવહારો નવી નોંધણી હેઠળ દર્શાવવા

(૨) CBIC Circular No. 134/04/2020-GST - CIRP દરમિયાન નોંધણી રદ્દ ન કરવી જોઈએ. જો નોંધણી રદ્દ થઈ હોય તો િીર્પબર્ચૌહ કરવાની પ્રક્રિયા અપનાવવી.

(૩) IBCની પ્રાધાન્યતાઃ IBCની કલમ ૨૩૮ મુજબ IBCઅન્ય કાયદાઓ ઉપર પ્રાધાન્ય ધરાવે છે. Approved Resolution Plan પછી જૂના બાકીદારો વસૂલ કરી શકાતા નથી.

(૪) અલગ જવાબદારીનો સિદ્ધાંતઃ CIRP પહેલાંના સમયગાળા માટે જૂની મેનેજમેન્ટ જવાબદાર રહેશે, જ્યારે CIRP પછીના સમયગાળા માટે IRP/RP જવાબદાર રહેશે.

કેસની હકીકતો :

એક કંપનીની GST નોંધણી ૧૪ નવેમ્બર ૨૦૨૦ના રોજ વિવિધ કાયદાકીય ભંગાણના આધારે રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ કંપની IBC હેઠળ CIRP માં ગઈ અને શભન્ દ્વારા નવી મેનેજમેન્ટ નિયુક્ત કરવામાં આવી. નવી મેનેજમેન્ટે વ્યવસાય ફરી શરૂ કર્યો અને નોંધણી પુનઃસ્થાપિત કરાવી. ત્યારબાદ નવા સરનામા માટે સુધારાની અરજી કરવામાં આવી. પરંતુ GST વિભાગે સુધારો નામંજૂર કર્યો અને ફરી નોંધણી રદ્દ કરી. વિભાગ હજુ પણ કંપનીને જૂના મેનેજમેન્ટ હેઠળ ચાલતી હોવાનું માનતો હતો.

હાઈકોર્ટના અવલોકન :

કોર્ટેએ સ્પષ્ટ કર્યું કે CIRP પછી નવી મેનેજમેન્ટ એક અલગ વ્યવસાયિક વાસ્તવિકતા છે. GST અધિકારીઓ NCLT ના આદેશને અવગણી શકતા નથી. જૂના ભંગાણના આધારે નવી મેનેજમેન્ટને રોકવું ગેરકાયદેસર છે. તેથી નોંધણી રદ્દ કરવાનો આદેશ રદ્દ કરવામાં આવ્યો અને સુધારા અરજી ફરી વિચારવા સૂચના આપવામાં આવી. જો CIRP પછી પણ ટેક્સ વિભાગ વ્યવસાયને અવરોધે તો resolution plan  નિષ્ફળ જાય અને રોકાણકારોનો વિશ્વાસ ઘટે. કોર્ટેએ સ્પષ્ટ કર્યું છે કે વ્યવસાયનું પુનરુત્થાન વસૂલાત કરતાં વધુ મહત્વપૂર્ણ છે.