Get The App

સ્ટેચ્યૂટરી ફંકશન માટે ચૂકવણી કરવાથી સેવા ન ગણાય

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
સ્ટેચ્યૂટરી ફંકશન માટે ચૂકવણી કરવાથી સેવા ન ગણાય 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ રિવર્સ ચાર્જ ઉપર વિશિષ્ટ સપ્લાયના ઇન્વર્ડ સપ્લાય વખતે રેસિપિયન્ટ દ્વારા GST ભરવાનો છે. સરકારની એવી માન્યતા છે કે જેટલી રકમ તે પોતે વિવિધ મથાળા હેઠળ વસુલ કરે જેને કોઈ પણ રીતે સેવા ગણી શકાય તો તેવી સેવા ઉપર રેસિપિયન્ટ દ્વારા રિવર્સ ચાર્જ હેઠળ GST ભરવાનો થાય. 

સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વીજ કંપની રસ્તા ખોદીને વીજ પૂરવઠો પાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી કે સુધારી કે સક્ષમ કરી રહી હોય તે સમયે જે રકમ તેની ઉપર GST વસૂલાત કરવા માટે અધિકારીઓ સજ્જ થઈ જાય. આ બાબતનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો ટોરેન્ટ પાવર લી. વિ. યૂનિયન ઓફ ઇન્ડિયા [SCA No. 515 of 2023] ના કેસમાં જેમા ખૂબ જ ઉમદા ચૂકાદો આપ્યો છે. 

વડી અદાલત દ્વારા આજના લેખમાં આ ચૂકાદાની સરળ સમજૂતિ આપવામાં આવી છે.

કેસની હકીકત

અરજદારનો ધંધો વીજ ઉત્પાદન, ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રીબ્યુશનનો છે. વીજ પુરવઠો પૂરો પાડવા માટે સ્વાભાવિક છે કે રસ્તા ઉપર ખોદકામ કરવાનું થાય અને ત્યારબાદ રોડ-રસ્તા લોકલ મ્યુનિસિપાલિટી દ્વારા રિપેર કરવામાં આવે. આના માટે અરજદાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને રકમ પણ ચૂકવવામાં આવે છે. 

આવી રકમ ઉપર રિવર્સ ચાર્જની જવાબદારી લાદતી કારણદર્શક નોટીસ અરજદારને પાઠવવામાં આવી અને ત્યારબાદ આદેશ પણ ફટકારવામાં આવ્યો જેની સમક્ષ ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી.

અરજદારની રજૂઆત

અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે રસ્તા ખોદવા અને નુકસાન બદલ વળતર પાઠવવું તે એક કાયદેસર ફરજ છે. ઇલેકટ્રીકસીટી એક્ટ હેઠળ અને આ વ્યવહારને કોઈ પણ રીતે સપ્લાય તરીકે બીરદાવવામા આવી ના શકાય. વધુમાં રસ્તા જાળવવા એ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્ટીકલ ૨૩૪ ખ હેઠળ ફરજ છે અને નોટીફિકેશન નં. ૧૨/૨૦૧૭ સેન્ટ્રલ ટેક્સ રેટ પ્રમાણે આ વ્યવહાર ઉપર GST લાગી ના શકે. આમ રિવર્સ ચાર્જ હેઠળ કોઈ જવાબદારી ઉપસ્થિત ના થાય.

સરકારની દલીલ

સરકાર દ્વારા ભમ્ૈંભ પરિપત્ર ક્રમાંક ૧૭૮/૧૦/૨૦૨૨-GST પર આધાર રાખી પ્રસ્તુત વ્યવહાર સપ્લાયના દાયરામાં ગણવાની રજૂઆત કરી અને મ્યુનિસિપાલીટી દ્વારા કાર્ય સહન કરવાના હોવાથી રિવર્સ ચાર્જની યથાર્થતા રજૂ કરી.

ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખાસ નોંધ્યું કે રોડ ખોદકામનું વળતર ચૂકવવું અરજદાર ઉપર ઇલેકટ્રીસીટી કાયદાની કલમ ૬૭(૩) હેઠળ ફરજ છે માટે તે સપ્લાય ન ગણાય. વધુમાં રોડ સમારકામ તે મ્યુનિસિપાલીટી માટે આર્ટિકલ ૨૪૩ હેઠળ કાર્ય ગણાય અને GST ભરવાનો થાય નહીં.